ગ્રહ દોષ બને છે તમારા ગુસ્સાનું કારણ, ફક્ત આ ઉપાયોથી મેળવી શકો છો તેના પર કાબુ

ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. આ વાક્ય આપણે ઘણીવાર સાંભળ્યું છે. આપણા વડીલો થી લઈને ધર્મગ્રંથોમાં આ વાત કહેવામાં આવે છે. આ વાતમાં કોઈ શંકા નથી કે ગુસ્સાનું પરિણામ ખૂબ જ ખરાબ આવે છે. ગુસ્સામાં માણસ પોતાના હોશ ખોઈ બેસે છે. તેને કોઈ વસ્તુ નું ભાન રહેતું નથી. જોશમાં આવીને તે એવું કરી જાય છે કે જેનો તેને પાછળથી પસ્તાવો થાય છે.
ગુસ્સો માણસ નાં સંબંધોની ખરાબ કરે છે. ગુસ્સામાં આપણા મોઢામાંથી એવી વસ્તુઓ નીકળી જાય છે જેના વિશે આપણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. તેથી આપણા ગુસ્સા પર કાબૂ કરવો ખૂબ જ જરૂરી છે. હવે પરેશાની એ છે કે, કેટલાક લોકો એવું કરી શકતા નથી. ઘણા લોકોને ગુસ્સો કંટ્રોલ કરવામાં ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. એવામાં અમે આજે તમને એવા ઘણા ઉપાય બતાવીશું જે તમારો ગુસ્સો કંટ્રોલ કરવામાં મદદ કરશે.
- ઘરમાં ગંદકી ન રહેવા દેવી જોઈએ સામાન્ય રીતે આપણા ઘરની ખુલ્લી જગ્યાઓ ની સફાઈ તો રોજ કરીએ છીએ. પરંતુ ખૂણાઓ માં ગંદકી રહે છે. તેનાથી ઘરમાં નેગેટિવ એનર્જી ઉત્પન્ન થાય છે અને તેનાથી વ્યક્તિને ક્રોધ આવે છે. એક રીતે કહી શકે કે ગંદકી તમને ક્રોધ માટે ઉતેજીત કરી શકે છે. સાફ વાતાવરણમાં મગજ શાંત રહે છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશામાં ભારે સામાન રાખવાથી બચવું જોઈએ. જો તમે એવું કરતા હોવ તો તમને માનસિક તણાવ રહી શકે છે અને ગુસ્સો પણ વધી શકે છે.
- ઘરમાં સવારે અને સાંજના સમયે અગરબત્તી જરૂર કરવી. તમે ઈચ્છો છો તો કપૂર પણ કરી શકો છો. આ વસ્તુઓ થી ઘર માંથી નેગેટીવીટી દુર થાય છે. અને ઘરનું વાતાવરણ સુગંધિત અને સકારાત્મક બને છે.
- રોજ સૂર્ય ભગવાનની પૂજા કરવી અને તેને જળ અર્પણ કરવાથી ગુસ્સો શાંત થાય છે. આ એક સારો ઉપાય છે. તેનાથી તમે તમારો ઉગ્ર સ્વભાવ વિનમ્ર બને છે.
- લાલ રંગ હંમેશા ક્રોધ સાથે જોડાયેલો છે. માન્યતા છે કે, લાલ રંગ ઉગ્રતા નું પ્રતિક છે. તેનાથી ગુસ્સો વધે છે. માટે ઘરમાં આ રંગનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો. કોશિશ કરવી કે, ચાદર, પડદા વગેરે લાલ રંગનાં ન હોવા જોઈએ.
- મસૂરની દાળ, લાલ કપડા અન્ય મંગળ ગ્રહ સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવાથી ગુસ્સો શાંત થાય છે.
- ઘણીવાર ગ્રહદોષ હોવાને કારને પણ વધારે ગુસ્સો આવે છે. આવી સ્થિતિમાં જ્યોતિષની સલાહ લેવી ઉત્તમ રહે છે.