ગરદન અને છાતી પરની કાળાશ દૂર કરવા ઇચ્છતા હોવ તો, બસ અજમાવો આ ઘરેલૂ ઉપાય

ગરદન અને છાતી પરની કાળાશ દૂર કરવા ઇચ્છતા હોવ તો, બસ અજમાવો આ ઘરેલૂ ઉપાય

ઘણા લોકોની ગરદન અને છાતી પર કાળાશ થઈ જાય છે. અને ત્વચા બેજાન થઈ જાય છે. જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો આ લેખ જરૂર વાંચજો. અમે તમને કેટલાક પ્રાકૃતિક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે ગરદન અને છાતી પર ની કાળાશ દૂર કરી શકશો. ઘરમાં રાખેલ કેટલીક વસ્તુઓની મદદથી ગરદન અને છાતી ની કાળાશ એકદમ બરાબર થઈ જાય છે. તો ચાલો જાણીએ કાળાશને દૂર કરવાના ઘરેલુ નુસ્ખાઓ

Advertisement

ક્લીન્ઝર

ક્લીન્ઝ્રર ની મદદથી ત્વચાની કાળાશ દૂર કરી શકાય છે. ત્વચા પરની કાળાશ દુર કરવા માટે ઘરે જ નેચરલ ક્લીન્ઝર તૈયાર કરી શકો છો. અને રોજ દિવસમાં બે વાર તેને લગાવવું. આ ક્લીન્ઝર બનાવવા માટે ૩ કપ પાણીમાં  એક મુઠ્ઠી જવ અને લીંબુ નાં તેલ ની જરૂર પડે છે. એક વાસણમાં 3 કપ પાણી સારી રીતે ગરમ કરી. ગરમ થયા બાદ તેની અંદર જવ નાખવા અને તેને સારી રીતે ઉકાળીને ગેસ બંધ કરી અને પાણી ગાળી લેવું. ત્યારબાદ એક ટાઈટ કન્ટેનરમાં તેને ભરી લેવું. તેની અંદર લીંબૂ નાં રસ નાં ૫ ટીપાં નાખવા. આ મિશ્રણ ને ગરદનની આસપાસ પ્રયોગ કરતી વખતે કોટન નાં કપડા નો ઉપયોગ કરવો. આ નેચરલ ક્લીન્ઝર થી કાળાશ ગાયબ થઈ જશે.

એલોવેરા ક્રીમ

એલોવેરા ક્રીમની મદદથી ગરદન પરની કાળાશ દૂર કરી શકાય છે. સાથે જ ચહેરા પરની કરચલી માંથી પણ રાહત મેળવી શકાય છે. આ એલોવેરા ક્રીમ બનાવવા માટે એક ચમચી મધ એક ઈંડાનો સફેદ ભાગ ની જરૂર પડે છે. એલોવેરા લઈ તેમાં દરેક વસ્તુ મિક્સ કરી. તેને સારી રીતે પીસી લેવી. ત્યારબાદ આ મિશ્રણને ગરદનની આસપાસ લગાવવું. ૨૦ મિનિટ બાદ તેને પાણીથી સાફ કરવું.

લીંબુનો રસ

લીંબુનો રસ ખૂબ જ અસરકારક હોય છે. લીંબુ નાં રસ ની મદદથી ગરદન અને છાતી પાસે ની કાળાશ દૂર કરી શકાય છે. રોજ નહાતા પહેલા લીંબુના રસને છાતી અને ગરદન  પર લગાવો. ત્યારબાદ તેને પાણીથી સાફ કરવું. રોજ લીંબુ નો રસ લગાવવાથી કાળાશ દૂર થાય છે.

હળદર, ચણાનો લોટ અને દહીં

હળદર,ચણાનો લોટ ની મદદથી ગરદન અને છાતી પરની કાળાશ દૂર કરી શકાય છે. એક વાટકામાં ૨ ચમચી ચણાનો લોટ અને તેમાં થોડું દહીં મિક્સ કરો અને આ પેસ્ટને તમારા પ્રભાવિત એરિયા પર લગાવો. ૨૦ મિનીટ સુધી રાખ્યા બાદ સુકાઈ ગયા બાદ પાણીની મદદથી સાફ કરો. આ પેસ્ટ ને અઠવાડિયામાં ૩ વાર લગાવો. તેની તમને ખૂબ જ અસર જોવા મળશે.

મધ અને બદામ

૧ મોટી ચમચી મધમાં પીસેલી બદામ નાખીને તેને સારી રીતે મિક્સ કરવું. અને તેની અંદર અડધી ચમચી લીંબુનો રસ નાખો. આ મિશ્રણને ગરદન અને છાતી પર લગાવી હળવા હાથે માલિશ કરો. સુકાયા બાદ પાણીની મદદથી સાફ કરો.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.