હવેથી તમે ક્યારે પણ તાંબાના વાસણોમાં ના રાખતા આ વસ્તુઓ, નહિં તો

હવેથી તમે ક્યારે પણ તાંબાના વાસણોમાં ના રાખતા આ વસ્તુઓ, નહિં તો

તમે એવું ઘણીવાર સાંભળ્યું હશે કે તાંબાના લોટામાં રાખેલું પાણી રોજ સવારે પીવાથી સ્વાસ્થ્યને લગતા અનેક ફાયદા થાય છે. જોકે, ઘણાં લોકો તાંબાના વાસણોનો પણ રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોય છે. પણ શું તમને ખબર છે કે, તાંબાના વાસણોનો ઉપયોગ કરવામાં કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. નહીં તો લાભ નહીં પણ ગંભીર નુકસાન થઈ શકે છે.

ખાસ કરીને તમે તાંબાના વાસણમાં કયો આહાર અને કઈ વસ્તુઓ મૂકો છો તેનું ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે તાંબાના વાસણમાં કેટલીક વસ્તુઓ રાખવાથી તેમાં કેમિકલ રિએક્શન થાય છે અને ઘણીવાર આ રિએક્શન શરીર માટે બહુ જ ઘાતક સાબિત થઈ શકે છે.

તાંબામાં ડ્રાય વસ્તુઓ રાખવાથી કોઈ નુકસાન થતું નથી, પણ તાંબામાં કોપર હોવાથી કેટલીક વસ્તુઓ તેમાં રાખવાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે.
તાંબામાં કોપર ધાતુ મિશ્રિત કરેલી હોય છે. જે અમુક વસ્તુઓ સાથે ભળી જાય તો બેક્ટેરિયા ઉત્પન્ન કરે છે અને આ બેક્ટેરિયાના કારણે તમને ફૂડ પોઇઝનિંગ, પેટમાં દુઃખાવો, ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓ થઈ શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવીશું કે જેને તાંબાના વાસણમાં રાખવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થાય છે.તો ચાલો જાણી લઈએ કઈ કઈ વસ્તુઓનો આમ સમાવેશ થાય છે.

અથાણું, દહીં અને લીંબુનો રસ

તાંબાના વાસણમાં અથાણું રાખવાથી તેમાં રહેલો સરકો મેટલ સાથે ભળી જાય છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. લીંબુ એસિડિક હોવાથી તે તાંબા સાથે મળીને રિએક્ટ કરે છે. તેનાથી એસિડિટી અને પેટમાં દુખાવાની તકલીફ થઈ શકે છે.

આ સિવાય દહીંમાં રહેલાં બેક્ટેરિયા તાંબાની સાથે રિએક્ટ કરે છે. જેના કારણે પણ ઘણી તકલીફો થઈ શકે છે.

ખાટ્ટા ફળો અને દૂધ

તાંબાના વાસણમાં કોઈપણ પ્રકારના ખાટ્ટાં ફળ રાખવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધી જાય છે. જેમ કે સફરજન, જામફળ, દાડમ, પાઈનેપલ વગેરે જેવા ફ્રૂટ્સ ક્યારેય તાંબાના વાસણમાં ન રાખવા. નહીં તો ઊલ્ટી, ચક્કર આવવા અને ગભરામણની સમસ્યા થઈ શકે છે. સાથે જ તેમાં ગરમ કે ઠંડુ કોઈપણ પ્રકારનું દૂધ રાખવું નહીં. તેનાથી પણ સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

તમને એક બીજી વાત પણ જણાવીએ કે લાંબા સમય સુધી તાંબાના વાસણમાં કોઈપણ વસ્તુ રાખવામાં આવી હોય અને તેને ગ્રહણ કરવામાં આવે તો, શરીરમાં કમજોરી આવે છે અને ગ્લુકોઝની માત્રા ઘટી જાય છે. તેથી કોઈ પણ ચીજ વસ્તુને તાંબાના વાસણમાં લાંબા સમય સુધી રાખવી નહીં.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *