જાણો ઉમર પ્રમાણે કેટલું હોવું જોઈએ શરીરનું વજન

આજ કાલ ના જીવન પ્રમાણે વજન આપણા માટે એક ચેલેન્જ બની ગયું છે. શરીર ને સ્વસ્થ રાખવા માટે યોગ્ય ખાન પણ સાથે યોગ્ય વજન હોવું પણ જરૂરી છે. આજ કાલ ના ખોરાક એવા છે કે જેના લીધે પેટ તો ભરાય જાય છે પણ શરીરને જરૂરી એવા પોષક તત્વો નથી મળી શકતા જેના લીધે ઘણા લોકો જાડા શરીરનો શિકાર બની જાય છે. અને અમુક લોકો કુ પોષણ નો શિકાર બની જાય છે. આજે અમે તમે જણાવીશું કે ઉમર અનુસાર તમારું વજન કેટલું હોવું જોઈએ. જે આદર્શ જીવન તરીકે માનવામાં આવે છે.

જન્મ સમયે છોકરાનું વજન ૩.૩ કિલો અને છોકરીનું ૩.૨ કિલો હોવું જોઈએ. ૫ મહિના ના છોકરાનું વજન ૬ કિલો અને છોકરીનો ૫.૪ કિલો હોવું જોઈએ. પછી ૧૧ મહિના સુધીના છોકરાનું વજન ૭.૮ કિલો અને છોકરીનું વજન ૭.૨ કિલો હોવું જોઈએ. એક વર્ષ ના છોકરા નું વજન ૧૦ કિલો અને છોકરીનું ૯.૨ કિલો હોવું જોઈએ. બે વર્ષના છોકરાનું વજન ૧૨.૩ અને છોકરીનું વજન ૧૧.૮ કિલો હોવું જોઈએ. ત્રણ વર્ષ ના છોકરાનું વજન ૧૪.૬ અને છોકરીનું વજન ૧૪.૧ હોવું જોઈએ.

પાંચ વર્ષ ના છોકરાનું વજન ૧૮.૭ અને છોકરી નું ૧૭ કિલો વજન હોવું જોઈએ. છ વર્ષ ના છોકરાનું વજન ૨૦.૮ અને છોકરીનું વજન ૧૯.૫ કિલો હોવું જોઈએ. સાત વર્ષ ના છોકરા નું વજન ૨૨.૯ અને છોકરી નું ૨૦.૮ કિલો હોવું જોઈએ. આઠ થી દસ વર્ષ ના છોકરાનું વજન ૩૧ કિલો અને છોકરી નું વજન ૨૭ જેટલું હોવું જોઈએ. બાર થી તેર વર્ષ ના છોકરા નું વજન ૪૪ અને છોકરીનું 40 કિલો વજન હોવું જોઈએ.

૧૪ થી ૧૬ વર્ષ ના છોકરા નું વજન ૫૮ કિલો અને છોકરી નું ૫૪ કિલો હોવું જોઈએ. ૧૭ વર્ષ ના છોકરાનું વજન ૬૦ કિલો અને છોકરીનું ૫૬ કિલો હોવું જોઈએ. ૧૮ વર્ષના છોકરાનું વજન ૬૨ કિલો અને છોકરીનું વજન ૫૪ કિલો હોવું જોઈએ. ૧૯ થી ૩૯ વર્ષ સુધી વજન છોકરા નું ૭૦ સુધી માં અને છોકરી નું ૫૮ કિલો જેટલું હોવું જોઈએ. 40 વર્ષ ના પુરુષ નું વજન ૭૫.૬ કિલો અને સ્ત્રીઓ નું વજન ૬૨ કિલો હોવું જોઈએ. ૫૦ થી ૬૦ વર્ષે પુરુષનું વજન ૮0 કિલો અને સ્ત્રીનું વજન ૬૧ કિલો હોવું જોઈએ.
