ફિલ્મો થી દુર કોઈ આવક વગર કરિશ્મા કપૂર કઈ રીતે ઉઠાવે છે પોતાના બાળકોનો લાખો રૂપિયાનો ખર્ચો

ફિલ્મો થી દુર કોઈ આવક વગર કરિશ્મા કપૂર કઈ રીતે ઉઠાવે છે પોતાના બાળકોનો લાખો રૂપિયાનો ખર્ચો

કરિશ્મા કપૂર નું નામ બોલિવૂડમાં એ અભિનેત્રીઓમાં આવે છે. જેમણે પોતાની સુંદરતા અને દમદાર અભિનયની સાથે દર્શકોના દિલો પર રાજ કર્યું. ૯૦ નાં દશક ની સૌથી સક સેસફુલ અભિનેત્રીઓ માંની એક રહી છે. કરિશ્મા હવે ૪૬ વર્ષની થઈ ગઈ છે. મુંબઈમાં તે પોતાના બે બાળકો સમાયરા અને કિયાન સાથે એકલી રહે છે. લાંબા સમયથી કરિશ્મા ફિલ્મી પડદા થી દુર છે. પરંતુ હાલમાં તે વેબ સીરીઝ મેંટલ હુડ માં જોવા મળી હતી. કરિશ્મા અમુક બ્રાન્ડસ નું પ્રમોશન કરતી એડવર્ટાઇઝ માં પણ જોવા મળે છે.પરંતુ એક પ્રશ્ન લોકોના મનમાં હંમેશાં આવે છે કે, ઈન્ડસ્ટ્રી માં વધારે એક્ટિવ ના હોવા છતાં પણ કરિશ્મા લક્ઝરી લાઇફ સ્ટાઇલ કેવી રીતે મેન્ટેન કરે છે ? તેમના બાળકોનો લાખો નો ખર્ચ કોણ ઉઠાવે છે?

તો તમને જણાવી દઈએ કે, કરિશ્મા કપૂર ના છૂટાછેડા થયા હોવા છતાં પણ તેમના એકસ હસબન્ડ સંજય કપૂર પોતાના બાળકો નું પૂરું ધ્યાન રાખે છે. તેમનો બધો ખર્ચ સંજય કપૂર ઉઠાવે છે. ચાલો જણાવીએ તે કઈ રીતેકરિશ્મા ફિલ્મ કરીયર જેટલું સક્સેસફુલ રહયુ છે, તેમનું અંગત જીવન માં એટલુ જ અસફળ રહયુ છે. પ્રેમમાં કરિશ્મા નું ઘણી વખત દિલ તૂટ્યું છે. અને હવે લગ્ન કર્યા તો ત્યાં પણ તેમના નસીબે સાથ આપ્યો નહીં. પતિથી બાળકોની કસ્ટડી મેળવવા માટે તેમને લાંબી કાનૂની જંગ લડવી પડી હતી.

કરિશ્મા કપૂર અને સંજય કપૂર નાં છૂટાછેડા ને ૪ વર્ષ થઇ ગયા છે. પરંતુ ૨૦૧૪ માં પોતાના પતિથી અલગ થઈ મુંબઈમાં રહેવા લાગી હતી. કરિશ્માને ઈન્ડસ્ટ્રી માં પરફેક્ટ સિંગલ મધર કહેવામાં આવે છે. જે પોતાના બાળકોની દેખભાળ ખૂબ જ શાનદાર રીતે કરી રહી છે.પરંતુ તમને તે જાણીને આશ્ચર્ય થશે કે, બાળકોની ફાઇનાન્સિયલ જરૂરિયાતો પૂરી કરવાની જવાબદારી સંજય કપૂર ઉપર છે. સંજય અને કરિશ્મા નાં છૂટાછેડા બોલિવૂડમાં સૌથી મોંઘા છૂટાછેડામાં ગણતરી કરવામાં આવે છે. સંજય કપૂરે છૂટાછેડા પછી કરિશ્માને એલીમની મોટી રકમ આપવી પડી હતી.

કરિશ્મા કપૂર પોતાના બે બાળકો સાથે ખાર નાં જે ફ્લેટ માં રહે છે તે સંજય સાથે છૂટાછેડા પછી કરીશ્મા ને મળ્યો હતો. આ ફલેટ સંજય કપૂરના પિતા નો છે.રિપોર્ટ્સ અનુસાર સંજયે પોતાના બન્ને બાળકો ના નામ પર ૧૪ કરોડ બોન્ડ ખરીદ્યા છે. જેનું વ્યાજ દર મહીને ૧૦ લાખ રૂપિયા કરિશ્મા કપૂરને મળે છે. કરિશ્મા કપૂર નાં બંને બાળકો દેશ ની સૌથી મોંધી સ્કૂલ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે. બાળકોના અભ્યાસ અને બાકી બધા ખર્ચની જવાબદારી પણ સંજય કપૂર પર છે.

સમાયરા અને કિયાન રજાઓમાં હંમેશા પોતાના પિતાની સાથે રહેવા માટે દિલ્હી જાય છે. તે વિદેશમાં પિતા ની સાથે રજાઓ પસાર કરવા માટે પણ જાય છે.સંજય કપૂરની પત્ની પ્રિયા ચટવલ નું પણ કિયાન અને સમાયરા બંનેની સાથે સારૂ બોન્ડીગ છે. બંને ના જન્મદિવસ પર પ્રિયા તેમને બર્થ ડે વિશ કરવાનું ક્યારેય ભૂલતી નથી. ગયા વર્ષે દિવાળી સમાયારા અને કિયાને પોતાના પિતાની સાથે સેલિબ્રેટ કરી હતી. જાન્યુઆરી મહિનામાં બંને બાળકો પોતાના પિતાની પાસે રહેવા માટે દિલ્હી ગયા હતા.

 

સંજય કપૂર પોતાના બાળકોને મળવા માટે મુંબઈ આવતા રહે છે. જ્યાં તે પોતાના બંને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. થોડાક મહિના પહેલા સંજય અને કિયાન લંચ પર સાથે જોવા મળ્યા હતા અને તેમની સાથે કરિશ્મા પણ હતી એટલે કે કહેવું ખોટું નથી કે જે કડવા સમય પર આવી ને સંજય કપૂર અને કરિશ્મા કપૂરે પોતાના લગ્ન નાં સુંદર સંબંધને પૂર્ણ કર્યો છે. તે ભૂલોને ભૂલી ને બંને પોતાના બાળકોની દેખભાળ સારી રીતે કરી રહ્યા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *