ફિલ્મી જગત ને નકારી અને દેશની સેવામાં લાગી છે દિશા પાટની ની બહેન, દેખાવમાં છે દિશાની જેટલીજ સુંદર

ફિલ્મી જગત ને નકારી અને દેશની સેવામાં લાગી છે દિશા પાટની ની બહેન, દેખાવમાં છે દિશાની જેટલીજ સુંદર

ગોડફાધર વગર બોલિવૂડમાં પોતાની ખૂબ જ પ્રબળ ફેનબેસ બનાવતી અભિનેત્રી દિશા પાટની એ ખૂબ જ ઓછા સમયમાં આ બધું પ્રાપ્ત કર્યું છે. તેમના લુક્સ થી લઈને અભિનય અને ડાન્સ નાં લાખો લોકો દિવાના છે. દિશા પાટની આજે બોલિવૂડ નું એક ચર્ચિત નામ બની ગઈ છે. તેમણે બોલિવૂડ નાં સૌથી ફેમસ અભિનેતાઓ જેમ કે સલમાન ખાન, આદિત્ય રોય કપૂર, ટાઇગર શ્રોફ સાથે ફિલ્મોમાં કામ કર્યું છે. બોલીવુડમાં બાગી બાગી ટુ અને એમએસ ધોની જેવી મોટી ફિલ્મો આપી છે.

આજે દિશા પાટની ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો લોકો ચાહકો છે. પરંતુ આજે અમારી જે પોસ્ટ છે તે ખૂબ જ અલગ છે વાસ્તવમાં આજની આ પોસ્ટમાં તમને દિશા પાટની વિશે નહીં પરંતુ તેમની બહેન વિશે જણાવીશું. તમે વિચારી રહ્યા હશો કે, તે પણ કોઈ મોટી અભિનેત્રી અથવા અપ કમિંગ અભિનેત્રી હશે. પરંતુ અહીં તમને જણાવી દઈએ તો એવું જરા પણ નથી.

તમને આ જાણીને આશ્ચર્ય થશે કે, અભિનેત્રી દિશા પાટની ની બહેન આજે ફિલ્મ દુનિયાથી ખૂબ જ દૂર છે. તેમની બહેનનું નામ ખુશ્બુ  છે અને બાળપણથી જ તે લાઈમ લાઈટથી દૂર રહે છે. ખુશ્બુ નાં વિશે કહેવામાં આવે તો તે એક આર્મી ઑફિસર છે. આ વાત સાંભળવામાં તમને જરા અટપટી લાગશે પરંતુ આ વાત બિલકુલ સાચી છે. અભિનેત્રી દિશા પાટની બહેન ખુશ્બુ ભારતીય સેનામાં લેફિનેટ તરીકે દેશની સેવામાં લાગી છે.

સેના માં રહેવાના લીધે ખુશ્બુ ખૂબ જ ફીટ છે. તેમના વિશે એક ખાસ વાત એ છે કે, એક બાજુ ખુશ્બુ મીડિયા અને લાઈમ લાઈટથી દૂર રહે છે અને ત્યાં બીજી બાજુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એટલે કે ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર તે ખૂબ જ સક્રિય છે. હંમેશા પોતાની ફિટનેસ મેન્ટેન કરતા અને ખૂબ જ અઘરી એક્સરસાઇઝ અને વર્કઆઉટ કરતાં પોતાના વિડિયો શેયર કરતી રહે છે.

ખુશ્બુ નાં ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણા ફોલોઅર્સ છે. પોતાની બહેનની જેમ તેપણ ખૂબ જ સુંદર લાગે છે. પોતાની બહેન દિશાની સાથે પણ ઘણી વખત ફોટામાં જોવા મળી છે. થોડાક મહિના પહેલા તેમનો એક ફોટો સામે આવ્યો હતો જેમાં ખુશ્બુ એ બહેન દિશાની સાથે વર્દી પહેરી ફોટો શેયર કર્યો હતો. જેને ચાહકોએ ખૂબ જ પસંદ કર્યો હતો અને લાખો લોકો એ પોતાની પ્રતિક્રિયા આપી હતી.

તેમના પરિવારમાં બાકી સદસ્યો ની વાત કરીએ તો તેમના પરિવારમાં તેમનાં માતા-પિતા અને તેનો ભાઈ છે. જેમાં તેમના પિતાનું નામ જગદીશ સિંહ પાટની છે. અને તેમના ભાઇનું નામ સૂર્યાંશ છે. દીશા મુંબઈમાં રહે છે. તેમની બહેન ખુશ્બુ પણ પોતાની ડ્યુટી લીધે પરિવારથી દૂર દેશની સેવા કરે છે.અભિનેત્રી દિશા ની બહેન ખુશ્બુ કહેવું છે કે, આર્મી માં જવાની પ્રેરણા તેમને તેમના પિતા પાસે થી મળી હતી. તેમના પિતાના ની વાત કરીએ તો તે ડીએસપી રેન્જ  નાં  ઓફિસર છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *