ફિલ્મ ઇંડસ્ટ્રી પર તુટી પડયો કોરોનાનો પહાડ, ૨૪ કલાકમાં થયા આ ૪ સિતારાઓનાં નિધન

કોરોના વાયરસની બીજી લહેર પહેલા કરતા ખુબ જ ખતરનાક માનવામાં આવી રહી છે. દરરોજ આ વાયરસની ઝપેટમાં લાખો લોકો આવી રહ્યા છે. વળી હજારોની સંખ્યામાં રોજ મૃત્યુ પણ થઈ રહ્યા છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં પણ કોરોનાનો કહેર થી બચી શકી નથી. અહીંથી પણ સતત હંમેશા ખરાબ સમાચારો સામે આવતા રહે છે. હવે ગયા ૨૪ કલાકમાં જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં ૪ સ્ટાર દુનિયાને અલવિદા કહી ગયા.
એવું લાગી રહ્યું છે કે આ વખતે કોરોના કાળ બનીને આવ્યો છે, જે એક પછી એક લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. કોઈ પોતાના પિતાને ગુમાવ્યા છે, તો કોઈએ પોતાની માતાને. હવે તો યુવાન લોકો પણ આ વાયરસને લીધે નિધન પામી રહ્યા છે. અહીં એક જ દિવસમાં કેટલાય લોકોના મૃત્યુ થઈ રહ્યાં છે. સમસ્યા એ છે કે સ્મશાન ઘરમાં પણ લોકોને પોતાના પ્રિયજનોને દફનાવવા અને અંતિમ ક્રિયા કરવા માટે રાહ જોવી પડે છે. તેવામાં આજે તમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના તે ૪ લોકોની વાત કરીશું, જેમણે ૨૪ કલાકમાં દુનિયાને અલવિદા કહી ગયા.
પાંડુ
સાઉથ ફિલ્મોના જાણીતા અભિનેતા પાંડું નું કોરોના સંક્રમણને લીધે નિધન થઈ ગયું છે. તેમની ઉંમર ૭૪ વર્ષની હતી. તેમના જવાથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું વાતાવરણ બની ગયું છે. અભિનેતા માનોબાલા એ તેમના નિધનની પૃષ્ટિ પણ કરી છે.
શ્રીપદા
વિનોદ ખન્ના, ગુલશન ગ્રોવર, ગોવિંદા સહિત મોટા સ્ટાર્સની સાથે કામ કરી ચૂકેલી શ્રીપદા હવે આ દુનિયામાં રહી નથી. કોરોનાને લીધે તેમનું નિધન થઈ ગયું છે. ટીવી આર્ટિસ્ટ એસોસિએશન જનરલ સેક્રેટરી અમિત બહલ દ્વારા તેમના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે.
અભિલાષા પાટીલ
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ છિછોરે માં કામ કરી ચૂકેલી અભિલાષા પાટીલનું પણ કોરોના ને લીધે નિધન થઈ ગયું છે. તે વારાણસીમાં પોતાના આગામી ફિલ્મના શૂટિંગ માટે ગઈ હતી. જ્યાં થી પાછી આવી ત્યારે તેમને કોરોના થઈ ગયો. તેનો ઈલાજ ચાલી રહ્યો હતો, પરંતુ કોરોના સામેનો જંગ તે જીતી શકી નહીં અને મૃત્યુ પામી.
અજય શર્મા
લુડો, જગ્ગા જાસૂસ, બરફી, કાઈપો છે, યે જવાની હે દીવાની જેવી મોટી ફિલ્મોને એડિટ કરી ચૂકેલા ફિલ્મ એડિટર અજય શર્મા પણ આ દુનિયામાં રહ્યા નથી. તેમનું કોરોનાને લીધે નિધન થઈ ગયું છે.
તો જોયું તમે આ વાયરસ કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. અહીં કોને ક્યારે શું થઈ જાય, કહી શકાય તેમ નથી. તેથી સારું એ છે કે તમે સાવધાનીથી રહો અને ઘરથી બહાર ના નીકળો.