ફેશન ઇવેંટમાં સુંદરતાનો જલવો વિખેરતી જોવા મળી ૪૪ વર્ષીય શિલ્પા શેટ્ટી, જુઓ તસ્વીરો

શિલ્પા શેટ્ટી બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી છે ૯૦નાં દાયકામાં શિલ્પાએ ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. તમને જણાવી દઈએ તો શિલ્પા શેટ્ટીએ લગ્ન પ્રખ્યાત ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સાથે કર્યા છે. શિલ્પા રાજ કુન્દ્રા ની બીજી પત્ની છે. શિલ્પા અને રાજનો એક પુત્ર વીયાન રાજ કુંદ્રા છે. તાજેતરમાં શિલ્પાએ તેમનો ૪૪મો જન્મદિવસ ઉજવ્યો હતો. શિલ્પા આજકાલ ફિલ્મો કરતા તેમની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. ૪૪ વર્ષની હોવા છતાં ૩૦ વર્ષની લાગે છે. તે સિવાય તે પોતાનો એક કુકિંગ શો પણ હોસ્ટ કરી રહી છે.
વોગનાં ઇવેન્ટ પર છવાઈ શિલ્પા
ભલે શિલ્પા બોલીવુડ ઇન્ડસ્ટ્રીથી દૂર છે, પરંતુ તે પોતાની ઉપસ્થિતિ કોઈને કોઈ રીતે દરરોજ કરાવતી રહે છે. હવે ઉદાહરણની રીતે લઈ લઈએ હાલમાં જ ઓર્ગેનાઈઝ થયેલું vogue X નાયકા ફેશન ઇવેંટ દરમિયાન શિલ્પાનો લૂક જોવા લાયક હતો. તે ઇવેન્ટમાં શિલ્પા એટલી સુંદર લાગતી હતી કે જેનો કોઈ જવાબ ન હતો. ૪૪ વર્ષની શિલ્પા ઇવેન્ટ ઉપર કોઈ નવી અભિનેત્રી જેવી લગતી હતી. તેમને જોઈને તેમની ઉંમરનો અંદાજો લગાવવો અશક્ય હતું.
મરૂમ હાઇ સ્લિટ ડ્રેસમાં લાગી સુંદર
તે આ ઉંમરમાં આજની હિરોઇનોને ટક્કર આપતી નજરે આવી હતી. ઇવેન્ટ માટે શિલ્પાએ હાઇ સ્લિટ ડાર્ક મરુંન રંગનો સીકવીન ડ્રેસ પહેર્યો હતો અને પોતાના વાળ ખુલ્લા રાખ્યાં હતા. સામાન્ય મેકઅપ તેમના લૂકને પરફેક્ટ બનાવી રહ્યો હતો. તેમના દેખાવને કમ્પ્લીટ કરવા માટે શિલ્પાએ સિલ્વર રંગના સ્ટ્રેપી હિલ્સ પેહર્યા હતા. આ ફોટામાં શિલ્પા પોતાના સ્ટાઇલ અને કોન્ફિડન્સ ની સાથે ગજબની લાગી રહી હતી. આ ડ્રેસમાં શિલ્પા પોતાના હોટ લેગ્સ ફ્લોંટ કરતા જોવા મળી હતી.
મુસાફરીનો છે શોખ
શિલ્પા શેટ્ટીને મુસાફરી કરવાનો ખૂબ જ શોખ છે. હાલમાં તે લંડન માં પરિવાર સાથે વેકેશન ની રજા માણી અને પાછી ફરી છે. વેકેશનનાં ફોટા અને વિડીયો સાથે સાથે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેર કરતી રહે છે. જણાવી દઈએ તો શિલ્પા સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ છે અને તે પોતાના ચાહકો માટે કોઈકને કોઈક અપડેટ કરતી રહે છે. ફિલ્મોથી દૂર રહેવા છતાં પણ લાઈમલાઈટમાં કઈ રીતે રહેવું શિલ્પા થી સારી રીતે કોઈ નથી જાણતું.
નિકકમા માં જોવા મળશે
તેમના વર્કફ્રન્ટ ની વાત કરીએ તો તે ખૂબ જ જલદી “નીકમ્મા” માં જોવા મળશે. અત્યારના દિવસોમાં તે ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત રહી છે. તેમાં તે એક રાઇટર ના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ દ્વારા શિલ્પા ૧૩ વર્ષ પછી પડદા ઉપર પરત ફરશે. તેમના ચાહકો તેમની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમા શિલ્પા સિવાય અભિમન્યુ દાસાની અને શિરલે સોતિયા લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મના નિર્દેશક કબીર ખાન છે, આવતા વર્ષે ગરમીઓમાં ફિલ્મ રિલીઝ થવાના અણસાર છે.