ફાલસા : હાડકા ને મજબુત કરવાથી લઈને પેટ નાં દુખાવા ને ઠીક કરે છે, આ ફળ છે ‘સ્વાસ્થયનો ખજાનો’

ફાલસા : હાડકા ને મજબુત કરવાથી લઈને પેટ નાં દુખાવા ને ઠીક કરે છે, આ ફળ છે ‘સ્વાસ્થયનો ખજાનો’

ફાલસા ફળ તો તમે દરેકે ખાધું જ હશે. તે જોવામાં ભલે નાનું લાગે. પરંતુ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. સ્વાદમાં ખાટું મીઠું હોવાના કારણે લોકો તેને ખૂબ જ પસંદ કરે છે. આ ઉપરાંત કેલ્શિયમ, મેગ્નેશિયમ પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને વિટામીન સી ની પ્રચુર માત્રા હોય છે. તેના કારણે આ ફળને સ્વાસ્થયનો ખજાનો પણ કહેવામાં આવે છે. કે શરીર ની કમજોરી દૂર કરનાર ટોનિક તરીકે પણ ઓળખવામાં આવે છે. ચાલો જાણીએ તેનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે

હાડકાઓને બનાવે છે મજબૂત

ફાલસા માં કેલ્શિયમ ની ભરપૂર માત્રા હોય છે. તે હાડકાંને મજબૂત બનાવવા માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. આ ઉપરાંત હાડકા નાં ઘનત્વ ને પણ વધારે છે. જો તમારા હાડકા મજબૂત બનાવવા ઇચ્છતા હોવ તો ફાલસા નું સેવન જરૂર કરવું.

પેટના દુખાવામાં રાહત

તેમાં ફાઈબર ભરપૂર માત્રા હોય છે. તેથી તેનું સેવન કરવાથી પેટના દુખાવાથી રાહત પ્રાપ્ત થાય છે. આ ફળના રસ નું સેવન કરવામાં આવે તો પાચનતંત્ર સાથે જોડાયેલી દરેક સમસ્યાઓમાંથી છુટકારો અપાવવામાં મદદરૂપ સાબિત થાય છે.

ઉર્જાનું સ્તર વધારે છે

ફાલસા માં પ્રોટીન ની પ્રચુર માત્રા હોય છે. દરેક લોકો જાણે છે કે, પ્રોટીન શરીરમાં ઉર્જા પ્રદાન કરે છે. નિયમિત રૂપથી તેનું સેવન કરવાથી શરીરની કમજોરી દૂર થાય છે.

માંસપેશીઓ માટે ફાયદાકારક

આ ફળમાં પ્રોટીન અને પોટેશિયમ ની ભરપૂર માત્રામાં હોય છે. તે આ બન્ને તત્વો માંસપેશીઓં ને મજબૂત કરવામાં મદદ કરે છે. જો તમે તેનું નિયમિત સેવન કરો છો તો તમને ખૂબ જ ફાયદો મળે છે.

અનિમિયા માં ઉપયોગી

ફાલસા માં આયર્ન ની ભરપૂર માત્રા હોય છે. એવામાં એનિમિયામાં ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત ત્વચા ની ડ્રાય નેસ પણ દૂર કરે છે. જો તમને ગળામાં ખરાશની સમસ્યા હોય તો તેનું સેવન જરૂર કરવું.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *