ફક્ત K અક્ષર પરથી ફિલ્મો બનાવનાર કરણ જોહર, આ ફિલ્મ જોયા બાદ અન્ય અક્ષર પરથી ફિલ્મો બનાવવા લાગ્યા

કરણ જોહર ફિલ્મ સ્ટાર્સનાં પ્રિય નિર્માતા છે. શાહરુખ ખાન, કાજોલ, કરિના કપુર ખાન જેવા ઘણા સ્ટાર્સ નાં સારા મિત્રો માનવામાં આવે છે. કરણ ઘણીવાર આ લોકો સાથે પાર્ટી કરતા જોવા મળે છે. કરણે આ સ્ટાર્સ સાથે બોલીવુડમાં ઘણી હિટ ફિલ્મો પણ આપી છે.
કરણ જોહરની શરૂઆતની ફિલ્મો પર નજર કરીએ તો “K” શબ્દ થી તેમને ખાસ લગાવ હતો. શાહરુખ ખાન, રાની મુખર્જી અને કાજોલની હિટ ફિલ્મ “કુછ કુછ હોતા હૈ” ટાઇટલ પણ “K” થી ચાલુ થાય છે.
ત્યાં જ કભી ખુશી કભી ગમ પણ ખુબ જ હિટ ફિલ્મ હતી. આ ફિલ્મનું ટાઈટલ પણ “K” થી ચાલુ થાય છે. અમિતાભ બચ્ચન શાહરુખ ખાન અભિષેક બચ્ચન અને રાની મુખરજી પ્રીતિ ઝિન્ટા સ્ટારર કભી અલવિદા ના કહેના પણ K થી ચાલુ થતી ફિલ્મ છે. તેનું કારણ પણ જાણી લઈએ.
કરણ જોહર પોતાની કારકિર્દીની શરૂઆતમાં અંક-જ્યોતિષમાં વધારે વિશ્વાસ કરતા હતા. તેમને કોઈએ જણાવ્યું હતું કે K તેમના માટે લકી છે, તેથી પોતાની ફિલ્મના નામ K થી રાખતા હતા.
મજાની વાત તો એ છે કે આ બધી ફિલ્મો હિટ પણ રહી. તેવામાં કરણનો વિશ્વાસ વધતો હતો, પરંતુ એક સમય એવો આવ્યો કે કરણની આંખો ખુલી ગઈ. મીડિયા રિપોર્ટ પ્રમાણે કહેવામાં આવે છે કે સંજય દત્ત સ્ટારર ફિલ્મ લગે રહો મુન્નાભાઈ ના એક સીન માં જ્યારે તે સમજાવવામાં આવે છે કે જ્યોતિષ જેવું કંઈ પણ નથી હોતું, તેનાથી કરણ જોહરનો પણ અંધવિશ્વાસ ઓછો થઈ ગયો.
એવું નથી કે આ ફિલ્મ પછી કરણ જોહરે K નામથી ફિલ્મ રાખી નહીં, પરંતુ બીજા શબ્દ નો પણ ઉપયોગ કરવા લાગ્યા. કરણ જોહરનાં ધર્મા પ્રોડક્શનનાં બેનર માં બ્રહ્માસ્ત્ર, સુર્યવંશી, લાઇટર જેવી ફિલ્મો આવનારી છે.