ફક્ત આ ૩ મહિલાઓને જ પોતાની લાઈફ માં ઇમ્પોર્ટન્સ આપે છે અભિનેતા અક્ષય કુમાર

ફક્ત આ ૩ મહિલાઓને જ પોતાની લાઈફ માં ઇમ્પોર્ટન્સ આપે છે અભિનેતા અક્ષય કુમાર

બોલિવુડ નાં ખેલાડી અક્ષય કુમાર અત્યારના દિવસોમાં સૌથી મોટા સ્ટાર્સ છે. કારણ કે, જે રીતે શાહરુખ ખાન અને સલમાન ખાનની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. માત્ર ખેલાડી કુમાર છે જે અત્યાર નાં સમયમાં એક પછી એક શાનદાર અને હિટ ફિલ્મો આપી રહ્યા છે. અક્ષયકુમારે ત્રણથી ચાર ફિલ્મો આપી છે જે અત્યાર નાં સમયે કોઈ અન્ય સ્ટાર નથી આપી શક્યા. તેના પાછળ છે અક્ષય કુમારની જબરદસ્ત ફિટનેસ અક્ષય પોતાની ફિટનેસ નું ધ્યાન રાખવા માટે વધારે મહેનત કરે છે. તેમની આ ફિટનેસ ના કારણે તેમની વધતી ઉંમર હોવા છતાં પણ તે એક્ટિવ રહે છે.

દુનિયા જાણે છે કે, અક્ષય કુમાર રોજ સવારે ચાર વાગે ઊઠે છે તેની સાથે જ તે ક્યારેય પણ પાર્ટી કરતા નથી અક્ષય શરૂઆતથી ડ્રીંક ના નશાથી દૂર રહે છે. તે ક્યારેય પણ લેટ નાઈટ પાર્ટી ઓ માં જોવા મળતા નથી. અક્ષય કુમારે વર્ષ ૧૯૯૧ માં ફિલ્મ સોગંદ થી પોતાના ફિલ્મી કેરિયર માં ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આ અભિનેતા એ ક્યારેય પાછળ ફરીને જોયું નથી. અક્ષય અત્યાર સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને સારી ફિલ્મોની ગિફ્ટ આપતા રહ્યા છે.

 

અક્ષય કુમાર એક વર્ષમાં ઘણી ફિલ્મો કરે છે અને તે હંમેશા ફિલ્મો નાં શૂટિંગમાં વ્યસ્ત રહે છે. ફિલ્મોમાં વ્યસ્ત હોવા છતાં પણ અક્ષય કુમાર આ ત્રણ મહિલાઓનો ફોન ઉપાડવાનો કયારેય ભૂલતા નથી. આ વાતનો ખુલાસો જાતે જ અક્ષય કુમારે પોતાના એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો. એક વખત ખેલાડી કુમારે પોતાના ઈન્ટરવ્યુમાં પોતાના જીવનમાં જાતે બનાવેલા નિયમો વિશે વાત કરી હતી અક્ષય કુમારે કહ્યું હતું કે, તે કામના સમયે ક્યારેય પણ ફોન ઉઠાવતા નથી.

તે પોતાના શૂટિંગ દરમિયાન માત્ર ત્રણ ફોન ઉઠાવે છે જેમાં ત્રણ લોકોના નામ છે. માત્ર આ ત્રણ ફોન એવા છે જેને અક્ષય કુમાર કોઈપણ સમયે અને કોઈપણ કામ મૂકી જરૂરથી વાત કરે છે. પહેલો ફોન તેમની માતાનો છે. બીજો તેમની પત્ની ટ્વિંકલ ખન્ના અને ત્રીજો તેમની મેનેજર જેનોબિયા, અભિનેતા નાં કામની વાત કરીએ તો જલ્દી અક્ષય રોહિત શેટ્ટીની અપ કમિંગ મુવી સૂર્યવંશી માં કેટરીના કેફની સાથે સ્ક્રીન શેયર કરતા જોવા મળશે. પરંતુ આ ફિલ્મ ગયા વર્ષે એટલે કે ૨૦૨૦ માં રિલીઝ થવાની હતી. પરંતુ કોરોનાવાયરસ નાં લીધે તેની રિલીઝ ડેટ આગળ વધારી છે.

આ ફિલ્મ સિવાય અક્ષય કુમાર પાસે બેલ બોટમ, અતરંગી રે, પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, અને રામસેતુ જેવી મોટી ફિલ્મો છે. સાથે જ ખેલાડી કુમાર અનેક અન્ય પ્રોજેક્ટમાં પણ જોવા મળી શકે છે. જણાવી દઈએ કે, અક્ષય કુમારે ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા તે પહેલા તેમના અનેક અભિનેત્રીઓ સાથે અફેર પણ રહ્યું છે. જેમાં શિલ્પા શેટ્ટી, રવીના ટંડન છે અક્ષય કુમાર આ બંને અભિનેત્રીઓ સાથે લગ્ન નું નામ આપ્યું હતું. પરંતુ તેમણે તે બંનેને દગો આપ્યો અને ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા. આજે આ તેને બે બાળકો છે. એક છોકરી અને એક છોકરો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *