ફક્ત ૫૦૦ રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા ધીરુભાઈ અંબાણી, આવી રીતે ઊભું કર્યું હતું બિઝનેસ એમ્પાયર

ફક્ત ૫૦૦ રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા ધીરુભાઈ અંબાણી, આવી રીતે ઊભું કર્યું હતું બિઝનેસ એમ્પાયર

૨૮ ડિસેમ્બરે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની રચના કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મદિવસ હતો. ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨નાં તેમનો જન્મ થયો હતો. તેમનું પૂરું નામ ધીરજલાલ હિરાચંદ અંબાણી હતું. તેમના દ્વારા સ્થાપિત બિઝનેસ આજે તેમના બે પુત્ર મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સંભાળી રહ્યા છે. તમને જણાવી દઈએ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરનાર ધીરુભાઈ માત્ર ૧૦ ધોરણ ભણેલા છે. ત્યારબાદ પોતાના દ્રઢ સંકલ્પ થી ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બન્યા. ચાલો જાણીએ કે કઈ રીતે તેમણે પોતાની સફર ખેડેલી હતી. વાસ્તવમાં ધીરુભાઈની શરૂઆતી સેલેરી ૩૦૦ રૂપિયા હતી. પરંતુ પોતાની મહેનતથી તે કરોડો રૂપિયાના માલિક બન્યા. બિઝનેસની દુનિયામાં બાદશાહ ધીરુભાઈનાં પગલાં પણ ચાલીને આજે મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સફળ બિઝનેસમેન ઉભા છે.

માયાનગરી આવ્યા ૫૦૦ રૂપિયા લઈને

જણાવી દઈએ તો ધીરુભાઈ અંબાણી ગુજરાતનાં નાના ગામ ચોરવાડાનાં રહેવાસી હતા. તેમના પિતા સ્કૂલમાં શિક્ષક હતા. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. ત્યારબાદ તેમણે હાઇસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી નાના મોટા કામ કરવાનું ચાલુ કર્યું, પરંતુ તેનાથી પરિવારનું કામ ચાલતું ન હતું. ત્યારબાદ ૧૭ વર્ષની ઉંમરમાં પૈસા કમાવવા માટે તે વર્ષ ૧૯૪૯માં પોતાના ભાઈ રમણીકલાલની પાસે યમન ગયા. જ્યાં તેમણે એક પેટ્રોલ પંપ પર ૩૦૦ રૂપિયા પ્રતિ મહિના સેલરી નોકરી મળી. કંપનીનું નામ હતું “એ. બેસ્સી એન્ડ કંપની”. કંપનીમાં ધીરુભાઈના કામને ધ્યાનમાં રાખીને તેમને ફિલિંગ સ્ટેશનના મેનેજર બનાવવામાં આવ્યા, પરંતુ થોડાક વર્ષો સુધી નોકરી કર્યા બાદ ધીરુભાઈ વર્ષ ૧૯૫૪માં પાછા પોતાના દેશમાં આવ્યા. યમનમાં રહેતા ધીરુભાઈને મોટા વ્યક્તિ બનવાનું સપનું જોયું. એટલા માટે ઘરે પરત ફર્યા બાદ ૫૦૦ રૂપિયા લઈને મુંબઈ જવા માટે નીકળ્યા.

બજારની હતી ખુબ જ ઓળખાણ

ધીરુભાઈ બજાર વિશે સારી જાણકારી ધરાવતા હતા. તેમની સમજમાં આવી ગયું હતું કે ભારતમાં પોલિસ્ટર ની જરૂર વધારે છે અને વિદેશોમાં ભારતીય મસાલા ની જરૂર વધારે છે. ત્યારબાદ બિઝનેસનો આઇડિયા તેમને મળ્યો. તેમણે પોતાનો મગજ લગાવ્યો અને કંપની રિલાયન્સ કોમર્સ કોર્પોરેશન ની શરૂઆત કરી, જેમાં ભારતનાં મસાલા વિદેશમાં અને વિદેશનું પોલિસ્ટર ભારતમાં વેચવાની શરૂઆત કરી.

દેશનાં સૌથી અમીર વ્યક્તિ બન્યા

વર્ષ ૨૦૦૦ દરમિયાન અંબાણી દેશનાં સૌથી અમીર વ્યક્તિ બની સામે આવ્યા, પરંતુ ૬ જુલાઇ, ૨૦૦૨માં તેમનું માથાની નસ ફાટવાના લીધે તેમનું મુંબઈમાં એક હોસ્પિટલમાં નિધન થયું.

૧ ટેબલ, ૩ ખુરશી, ૨ સહયોગી

પોતાના બિઝનેસની શરૂઆતમાં ધીરુભાઈએ  ૩૫૦ વર્ગ ફૂટનો રૂમ લીધો. તેમાં એક ટેબલ, ત્રણ ખુરસી અને બે સહયોગી અને એક ટેલિફોનની સાથે શરૂઆત કરી. દુનિયાનાં સૌથી સફળ લોકોમાં એક ધીરુભાઈ અંબાણીની દિનચર્યા નક્કી હતી. તે ક્યારેય પણ ૧૦ કલાકથી વધારે કામ કરતા ન હતા. તમને જણાવી દઈએ તો ઇન્ડિયા ટુડે મેગેઝીન અનુસાર ધીરુભાઈ કહેતા હતા કે જે કોઈપણ કહે છે કે તે ૧૨ થી ૧૬ કલાક કામ કરે છે, તો તે ખોટું છે અથવા તો કામ કરવામાં ધીમો છે.

પાર્ટી કરવું પસંદ ન હતું

ધીરુભાઈને પાર્ટી કરવું જરા પણ પસંદ ન હતું. તે દરરોજ સાંજે પોતાના પરિવારની સાથે સમય પસાર કરતા હતા. તેમને વધારે ટ્રાવેલિંગ કરવું પસંદ ન હતું. વિદેશ યાત્રાઓનું કામ વધારે તે પોતાની કંપનીનાં અધિકારીઓ ઉપર મૂકતા હતા. તેઓ ત્યારે જ ટ્રાવેલ કરતા હતા, જ્યારે તેમના માટે ખુબ જરૂરી હોય.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *