ફેસબુક પર આ ચીજો શેયર કરવાની ભુલ કરવી નહીં, નહિતર એકાઉન્ટ હંમેશા માટે બ્લોક થઈ જશે

જેમ જેમ સમય બદલાઈ રહ્યો છે તેમ તેમ આપણો દેશ સતત પ્રગતિ કરી રહ્યો છે. વર્તમાન સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતાની વાતોને લોકો સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ માનવામાં આવે છે. દરરોજ લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની તસ્વીરો અને વીડિયો શેર કરતા રહે છે. આજકાલનાં સમયમાં દુનિયાની અડધાથી વધારે વસ્તી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક નો પ્રયોગ કરે છે.
આ પ્લેટફોર્મ પર લોકો કંઈક ને કંઈક શેર કરતા રહે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે અમુક યૂઝર્સ એવી ચીજો શેર કરી દે છે, જેના કારણે બાદમાં તેમણે ઘણી બધી પરેશાનીઓ માંથી પસાર થવું પડે છે. અમુક એવી ચીજો હોય છે જેને જો ફેસબુક પર શેર કરવામાં આવે તો તેનાથી આપણે પસ્તાવું પડી શકે છે. આખરે તે ચીજો કઈ છે, જેને ફેસબુક પર શેર કરવી જોઈએ નહીં. આજે અમે તમને તેના વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ.
હિંસાને પ્રોત્સાહન આપતી પોસ્ટ
જો તમે ફેસબુકનો પ્રયોગ કરી રહ્યા છો તો તમારે પોતાના ફેસબુક એકાઉન્ટ પર હિંસા ફેલાવનાર કોઈપણ પ્રકારની પોસ્ટ શેર કરવી જોઈએ નહીં. જો તમે આવું કરો છો તો તેનાથી તમારું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે. સોશિયલ મીડિયા કંપની આવા ફેસબુક યૂઝર્સને તુરંત બ્લોક કરી દે છે, જે કોઈ વ્યક્તિ સમૂહો અથવા સ્થાન વિરુદ્ધ હિંસા ફેલાવવાના ઉદ્દેશથી આ પોસ્ટ શેર કરે છે. જો કોઈ યુઝર્સ પોતાના ફેસબુક એકાઉન્ટથી કોઈને ધમકી આપે છે તો આવી સ્થિતિમાં તેનું એકાઉન્ટ બ્લોક થઈ શકે છે. તે સિવાય જો તમે કોઈ વ્યક્તિ પાસેથી પૈસાની માગણી કરી રહ્યા છો અથવા કોઈ પણ પ્રકારનાં હથિયારનો ઉલ્લેખ અથવા તસ્વીર લેવા-વેચવાનો પ્રસ્તાવ રાખો છો, તો આવી સ્થિતિમાં પણ તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે.
આતંકવાદી ગતિવિધિઓ
તમે પોતાના ફેસબુક એકાઉન્ટથી આતંકવાદી ગતિવિધિઓ જેવી ચીજોને શેર કરી શકતા નથી. તમારે નફરત ફેલાવતી પોસ્ટ, માનવ તસ્કરી જેવી ચીજો ભૂલથી પણ શેર કરવી જોઈએ નહીં. કારણ કે આ બધી ચીજો આતંકવાદી ગતિવિધિઓનાં કામમાં માનવામાં આવે છે. કોઈને ડરાવવું અથવા હિંસક ગતિવિધિઓમાં સામેલ થવા પર ફેસબુક બ્લોક કરી દે છે.
પ્રતિબંધિત સામાનની ખરીદી
જો કોઇ યૂઝર પોતાના ફેસબુક એકાઉન્ટ પર નોન-મેડિકલ દવાઓથી લઈને ગાંજા સુધીની ખરીદી અને વેચવા જેવી વાતો શૅર કરે છે, તો તેના કારણે તેનું એકાઉન્ટ બ્લોક થઈ જશે. ફેસબુક એકાઉન્ટ પર બંદુકની ખરીદી-વેચાણ જેવા પ્રતિબંધિત સામાન સાથે જોડાયેલી કોઇપણ પોસ્ટ તમારે શેર કરવી જોઈએ નહીં, નહિતર તમારું એકાઉન્ટ તુરંત બ્લોક કરી દેવામાં આવશે. એટલું જ નહીં પરંતુ તમારી ઉપર સખતમાં સખત કાર્યવાહી પણ થઈ શકે છે, જેના કારણે તમે મોટી મુસીબતમાં ફસાઈ શકો છો.
પોક કરવું

ઘણા બધા ફેસબુક યુઝર્સ એવા હોય છે જે અન્ય યુઝરને જરૂરિયાત કરતાં વધારે પોક કરે છે. જો તમે પણ આ પ્રકારની ભૂલ કરી રહ્યા છો તો બની શકે તેટલું જલ્દી બંધ કરી દેવું જોઈએ, નહીંતર તેના કારણે તમારું ફેસબુક એકાઉન્ટ બંધ થઈ જશે.
ઉપરોક્ત તમને ફેસબુક પર કઈ ચીજો શેર કરવી જોઈએ નહીં, તેના વિશે જાણકારી આપવામાં આવી છે. જો તમે પોતાનું ફેસબુક એકાઉન્ટ સુરક્ષિત રાખવા માંગો છો તો આ બધી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. અમને આશા છે કે તમને આ જાણકારી અવશ્ય પસંદ આવી હશે. આ લેખને તમે અન્ય લોકોને પણ શેર કરી શકો છો, જેથી તેઓ પણ આ માહિતીથી અવગત થાય.