એમ જ કેરી ને નથી કહેવામાં આવતી ફળોનાં રાજા, કેન્સર સહિત આ બીમારીઓથી મળે છે રાહત

એમ જ કેરી ને નથી કહેવામાં આવતી ફળોનાં રાજા, કેન્સર સહિત આ બીમારીઓથી મળે છે રાહત

ગરમીની સિઝનમાં કેરી ની સિઝન શરૂ થઈ જાય છે.  તાજી અને રસદાર કેરી જોઈને મોઢામાં પાણી આવી જાય છે. કેરી ને લોકો ખૂબ જ આનંદ થી ખાવાનું પસંદ કરે છે. કેરી ને ફળો નાં રાજા કહેવામાં આવે છે. તેનું નામ ખોટું પણ નથી. તેમાં ઘણા ફળો ની તુલનામાં ઘણા વધારે ગુણ જોવા મળે છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે.  માટે તમે વજન વધવા ની ચિંતા કર્યા વગર તેને ખાઈ શકો છો. અને કેરી તમને ઘાતક બીમારીઓથી પણ બચાવે છે.કેરી માં વિટામિન સી, વિટામીન ઈ, આયર્ન, કોપર, અને પોટેશિયમ ની ભરપૂર માત્રા હોય છે. તેના કારણે તેને ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી ઘણા ફાયદાઓ પણ થાય છે. તો ચાલો જાણીએ કેરી સાથે જોડાયેલ  ફાયદો વિશે

કેન્સર થી બચાવ

ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, કેરી ખાવાથી કેન્સર થવાના ચાન્સ ખુબજ ઓછા રહે છે. કેરી ની અંદર ઉપસ્થિત એન્ટિઓક્સિડન્ટ્સ કોલોન કેન્સર, બ્રેસ્ટ કેન્સર લ્યુકેમિયા અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં રહેલ કયુસેટીન, ઈસ્ટ્રાગાલિન ફીસેટીન જેવા પોષક તત્વો પણ કેન્સર થવા દેતા નથી.

પાચનતંત્રમાં સુધારો

 

કેરી ની અંદર રહેલ એન્ઝાઇમસ શરીરમાં પ્રોટીનને તોડવામાં હેલ્પ કરે છે. તેનાથી તમારૂ ખાધેલું જલદીથી પચી જાય છે. આ રીતે કેરી તમારા પાચનતંત્રને મજબૂત કરે છે.

સ્ટોક થી બચાવ

ઘણા રિપોર્ટ મુજબ કેરી ખાવાથી સ્ટ્રોક આવવાનું જોખમ ઓછું રહે છે.

તાપથી બચાવ

આયુર્વેદ અનુસાર કેરી તાપ થી થતા નુકસાનથી બચાવે છે. માટે  ગરમીમાં તેને ખાવીથી ખૂબ જ ફાયદો થાય છે.

ઇમ્યુનિટી માં વધારો કરે છે

કેરી માં રહેલ વિટામીન-સી, વિટામીન ઈ અને ૨૫ પ્રકાર નાં કેરોટેનાયડસ શરીર ની રોગ પ્રતિરોધક ક્ષમતા વધારવાનું કામ કરે છે.

કોલેસ્ટ્રોલને ઘટાડે છે

કેરી ની અંદર ફાઇબર અને વિટામિન સી લો ડેસિટી લિપો પ્રોટીન   બેડ કોલેસ્ટેરોલ નાં લેવલ ને ઓછું કરવાનું કામ કરે છે.

ત્વચા ને ફાયદો પહોંચાડે છે

કેરી ખાવાથી કે તેને ફેઈસપેક નાં રૂપમાં લગાવવાથી ત્વચા નાં રોમ છિદ્રો ખૂલી જાય છે. અને તેનાથી ખીલ પણ ઓછા થાય છે. આ ઉપરાંત તમારી સ્કિન ગ્લો કરવા લાગે છે.

આંખોની રોશની વધારે છે

કેરી ની અંદર વિટામિન ઈ આંખોની રોશની વધારવા મદદરૂપ કરે છે. તે તમને આખ નાં રોગોથી બચાવે છે.કેરીને રહેલ સાઈટ્રિક એસિડ, ટરટેરીક એસિડ અને મૈલીક બોર્ડી માં અલ્ક્લાઈ એટલે કે, ક્ષારીય તત્વોનું સંતુલન કરવાનું કાર્ય કરે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *