એક વર્ષ પણ ન ચાલ્યા હતા આ બોલિવૂડ અભિનેત્રીઓ નાં લગ્ન કોઈએ ૬ મહિનામાં તો કોઈએ ૧૧ મહિનામાં લીધા ડિવોર્સ

એક વર્ષ પણ ન ચાલ્યા હતા આ બોલિવૂડ અભિનેત્રીઓ નાં લગ્ન કોઈએ ૬ મહિનામાં તો કોઈએ ૧૧ મહિનામાં લીધા ડિવોર્સ

આજના વ્યસ્ત જીવનમાં સંબંધો નું તૂટી જવું સામાન્ય વાત થઈ ગઈ છે. સંબંધોને સમજવા મુશ્કેલ થઈ ગયા છે. સાથે જ સંબંધોમાં સમ્માન, સમય નો અભાવ વગેરે સંબંધો તૂટવાનું કારણ બન્યા છે. બોલીવુડ ઉપર નજર કરીએ તો બોલીવુડમાં ઘણા એવા સંબંધો છે જે કોઈને કોઈ કારણથી તૂટી ગયા છે. બોલિવૂડ નાં અમુક લગ્ન તો એવા છે જે ખૂબ જ જલદી તુટી ગયા છે. આજે તમને બોલીવુડ નાં અમુક એવા સેલેબ્સ વિશે જણાવીશું જેમના લગ્ન ખૂબ જ ઓછા સમયમાં તૂટી ગયા છે.

મુકેશ અગ્રવાલ અને રેખા

બોલિવૂડની દિગ્ગજ અને સદાબહાર એક્ટ્રેસ રેખા નો પ્રેમ ક્યારેય સફળ નથી થયો. તેમનું પહેલા નામ દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું હતું. ઘણા વર્ષો સુધી બંને નું અફેર ચાલુ રહ્યું પરંતુ અમિતાભ બચ્ચન નાં લગ્ન થઈ ગયા. જેના લીધે આ સંબંધ પૂર્ણ થઈ ગયો. ત્યાં જ દેખાય વર્ષ ૧૯૯૦ માં બિઝનેસમેન મુકેશ અગ્રવાલ સાથે લગ્ન કરી લીધા. પરંતુ એક વર્ષ સુધી પણ તેમના સંબંધો રહ્યા નહીં. રેખા અને મુકેશ વચ્ચે સારા સંબંધો ચાલી રહ્યા ન હતા. રેખા જોડે છૂટાછેડા લઇ લીધા પછી મુકેશ અગ્રવાલ ડિપ્રેશનમાં આવી ગયા હતા. અને તેનું નિધન થયું હતું.

સાજીદ નડિયાદવાલા અને દિવ્ય ભારતી

દિવ્યા ભારતી આજે આપણા વચ્ચે નથી તેમણે દુનિયા છોડી ૨૮ વર્ષથી વધારે સમય થઈ ગયો છે. દિવ્ય ભારતી એ ૩ વર્ષ ની ટુંકા ગાળા ની કારકિર્દીમાં પણ ૨૦ ફિલ્મોમાં કામ કર્યું છે. દિવ્ય ભારતીએ ૧૯ વર્ષની ઉમર માં વર્ષ ૧૯૯૨ માં ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલા જોડે લગ્ન કર્યા હતા. જણાવી દઈએ તો, બંને ફિલ્મ શોલા શબનમ ના સેટ પર એકબીજાની નજીક આવ્યા હતા. પરંતુ આ સંબંધ દિવ્યા નાં નિધન ને કારણ એક વર્ષ માંજ પૂર્ણ થઈ ગયો. ૫ એપ્રિલ ૧૯૯૩ નાં દિવ્યા નું રહસ્યમયી રીતે નિધન થઈ ગયું. અને આ સંબંધ ૧૧ મહિનામાં તૂટી ગયો.

સમ્રાટ દહલ અને મનીષા કોઈરાલા

બોલિવૂડની નામચીન અભિનેત્રી મનિષા પોતાની ફિલ્મો અને અભિનયની સાથે પોતાના સામાન્ય જીવનની લઈને પણ ચર્ચામાં રહે છે. વર્ષ ૨૦૧૦ માં મનીષા કોઈરાલાએ નેપાલી બિઝનેસમૅન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ સંબંધ ખૂબ જ જલદી તુટી ગયો. વર્ષ ૨૦૨૧ માં બંનેનાં છૂટાછેડા થઈ ગયા બંને વચ્ચે સારું ચાલતું ન હતું. અને વાત કોર્ટ સુધી પહોંચી હતી.

પુલકિત સમ્રાટ અને શ્વેતા રોહિરા

પુલકિત સમ્રાટે વર્ષ ૨૦૧૪ માં શ્વેતા રોહિરા સાથે લગ્ન કર્યા હતા. જે તેની લોંગ ટાઇમ થી ગર્લફ્રેન્ડ હતી. પરંતુ લગ્ન નાં૧૧ મહિના પછી આ બંને કપલે સેપરેશન ની ઘોષણા કરી અને બધાને આશ્ચર્ય ચિત કરી દીધા. કહેવામાં આવે છે કે, આ સંબંધ અભિનેત્રી યામી ગૌતમ નાં લીધે તૂટ્યો હતો. પુલકિત યામિ નાં સાથે એક ફિલ્મમાં કામ કરી રહ્યા હતા. અને તે દરમિયાન બંને વચ્ચે નાં સંબંધો વધવા લાગ્યા હતા.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *