એક સમયે કામ મેળવવા માટે આમ તેમ ભટકતા હતા આ અભિનેતા, આજે એક એપિસોડ નાં લે છે લાખો રૂપિયા

એક સમયે કામ મેળવવા માટે આમ તેમ ભટકતા હતા આ અભિનેતા, આજે એક એપિસોડ નાં લે છે લાખો રૂપિયા

તમે બધા ભારતીય ટેલિવિઝન અને ફિલ્મ અભિનેતા દિલીપ જોષીની જાણો જ છો. તે જ દિલીપ જોષી જેમણે ટીવી ની પ્રખ્યાત સિરીયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” નાં જેઠાલાલ ગડા ની ભૂમિકા ભજવી છે. તમને જણાવી દઈએ કે, તેમણે ઘણી સિરિયલો અને ફિલ્મમાં કામ કર્યું છે. તે એક હાસ્ય કલાકાર છે. જેમણે હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ ચંપકલાલ ગડા નો રોલ કરતા જોવા મળે છે. આ સીરિયલ દરેક ઘરમાં ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. અને આ શો ની ટીઆરપી ટોપ પર છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ માં બધા કલાકારો તેમની સારી ભૂમિકા નિભાવી રહ્યા છે. અને આ બધા કલાકારો ની દેશભરમાં સારી ફેન ફોલોઈંગ પણ છે. આ શો ઘણા સમયથી દર્શકો વચ્ચે લોકપ્રિય છે. આજે તમને આ શો  નાં પ્રખ્યાત જેઠાલાલ એટલે કે દિલીપ જોષી નાં મુખ્ય પાત્ર વિશે જણાવીશું.

તમને જણાવી દઈએ કે, દિલીપ જોષીનો જન્મ દિવસ ૨૬ મે નાં રોજ આવે છે. અભિનેતા દિલીપ જોશી ગુજરાત નાં પોરબંદર થી ૧૦ કિલોમીટર દૂર ગોસા ગામના છે. મીડિયા રિપોર્ટ અનુસાર એક ઇન્ટરવ્યૂ દરમિયાન દિલીપ જોશી એ પોતાના સંઘર્ષ વિશે વાત કરતા કહ્યું હતું કે, તેમણે એક બેકસ્ટેજ ઓફિસ તરીકે કામ ચાલુ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, તેમને તે સમયે પ્રતિ ભૂમિકા દિઠ રૂપિયા ૫૦ મળતા હતા. તે સમયે તેમની પાસે કોઈ કામ નહોતું.

દિલીપ જોષીએ કહ્યું હતું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં જેઠાલાલ ની ભૂમિકા કરતાં પહેલાં તેમની પાસે એક વર્ષ સુધી કોઈ નોકરી ન હતી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રિ માં કંઈ પણ નિશ્ચિત નથી. ભલે તમે કેટલા મોટા સ્ટાર કેમ ના હોય. જ્યાં સુધી કામ છે તમે ત્યાં સુધી ટકી શકો છો. તમને જણાવી દઈએ કે, દિલીપ જોષીએ સલમાન ખાનની સાથે ફિલ્મ મૈને પ્યાર કિયા, અને હમ આપકે હે કોન અને શાહરુખ ખાન ની સાથે ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ તેમની ફિલ્મી દુનિયા ની સફર વધારે લાંબી ચાલી નહીં. પરંતુ તે સબ ટીવી પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેઠાલાલ બની સામે આવ્યા તો તેમનું નસીબ બદલાઈ ગયું.

દિલીપ જોશી એ પોતાના જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. ત્યાર બાદ તે આ સફળતા સુધી પહોંચ્યા છે. અત્યાર નાં સમયમાં દિલીપ જોશી પોતાના પાત્ર જેઠાલાલ માટે એક એપિસોડ નાં લગભગ દોઢ લાખ રૂપિયા ફીસ લે છે. મહિના નાં ૨૫ દિવસ શૂટિંગ કરે છે. જો તેના હિસાબથી જોવામાં આવે તો આ શો નાં માધ્યમથી જ દિલીપ જોશી દર મહીને ૩૬ લાખ રૂપિયા કમાણી કરે છે. અને મુંબઈમાં પોતાના પરિવારની સાથે રહે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલીપ જોશી પાસે ઓડી ક્યુ ૭ કાર છે. જેની કિંમત લગભગ ૮૦ લાખ રૂપિયા છે. તે સિવાય તે ટોયટો, ઇનોવા, એમપીવી ગાડી પણ ચલાવવી પસંદ કરે છે. તમને જણાવીએ કે, દિલીપ જોશી ની પત્ની નું નામ જય માલા છે.  દિલીપ જોશીએ પોતાના ફિલ્મી કેરિયરમાં ૧૫ ફિલ્મોમાં કામ કર્યું છે. અને હવે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો થી દરેક ઘર માં લોકપ્રિય બની ગયા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *