એક સમયે ચા અને ચૂરણ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અભિનેતા આ રીતે મળ્યું સ્ટારડમ

એક સમયે ચા અને ચૂરણ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા અભિનેતા આ રીતે મળ્યું સ્ટારડમ

ફેમસ અભિનેતા હોસ્ટ અને સિંગર અનુ કપૂર ની ગણતરી બોલીવૂડ નાં તે કલાકારોમાં થાય છે. જે ફિલ્મોમાં લીડ રોલ કરવા છતાં પણ હિટ થયા છે. લોકો તેમના કામની ખુબ જ પ્રશંસા કરે છે. ગંભીર અભિનય થી લઈને કોમેડી સુધી અન્નું દરેક રોલમાં પોતાના પુરા મન થી કામ આપે છે. ભલે તે ફિલ્મ હીટ થાય કે ફ્લોપ પરંતુ અનુ કપૂર હંમેશા ચાહકો નાં દિલ જીતી લે છે. ફિલ્મ થી બહાર ટીવી શો ની વાત કરીએ તો જે શોને હોસ્ટ કરે છે. તેને વર્ષો સુધી યાદ કરવામાં આવે છે.

અનુ કપૂર નો શો ‘સુહાના સફર’ ખૂબ જ ફેમસ છે. આ શોમાં અનુ કપૂર ફિલ્મી દુનિયાની અમુક જાણકારી આપે છે. દરેક ફિલ્મી સ્ટાર ના કિસ્સા સંભળાવતા અનુ કપૂર ની કહાની કદાચ કોઈએ સાંભળી નહિ હોય. આજે તમને અનુ કપૂર ની જિંદગી સાથે જોડાયેલા અમુક કિસ્સા જણાવીશું. અનુ કપૂર નો જન્મ એક પંજાબી પરિવારમાં થયો હતો. અને તેમની માતા બંગાલી હતી. અને અનુ કપૂર નાં પિતા પારસી થિયેટર કંપની ચલાવતા હતા.

જે શહેર જઈને શેરી ગલીમાં પર્ફોમન્સ આપતા હતા. જેના કારણે તેમના પરિવારને નૌટંકી વાળો પરિવાર પણ કહેવામાં આવતો હતો. અનુ કપૂર ની માતા એક ક્લાસિકલ ડાન્સર હતી. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાના લીધે તે પોતાનો અભ્યાસ પૂરો કરી શકયા નહીં. તેમની માતા ૪૦ રૂપિયા ની સેલેરી માં એક સ્કૂલમાં ટીચર હતી. અનુ આઇએએસ ઓફિસર બનવા માંગતા હતા. પરંતુ અભ્યાસ પુરો ના થયો.

તેમણે પોતાના પરિવારને આર્થિક મદદ માટે  ચા નો સ્ટોલ કર્યો. જ્યારે આ કામ ના ચાલ્યું. ત્યારે ચૂરણ ની નોટો વેચવા લાગ્યા. એટલું જ નહીં, લોટરી ટિકિટ પણ વેચતા હતા. ત્યારબાદ અનુ કપૂર પોતાના પિતાની કંપની જોઈન કરી. સાથે જ દિલ્હી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા માં એડમિશન લીધું. એક થિયેટરમાં પ્લે દરમિયાન અનુ કપૂર ૨૩ વર્ષની ઉંમરમાં ૭૦ વર્ષ નાં વૃદ્ધ નો રોલ કર્યો હતો.

આ નાટકને જોવા માટે ફિલ્મ મેકર શ્યામ બેનેગલ પહોંચ્યા હતા.તેમણે અનુ કપૂર નું પરફોર્મન્સ ખૂબ જ પસંદ આવ્યું. તેમણે અનુ કપૂર ની પ્રશંસા માટે પત્ર લખ્યો અને મળવા માટે બોલાવ્યા અનુ કપૂર ની કારકિર્દીની શરૂઆત શ્યામ બેનેગલની ફિલ્મ “મંદિ”થી કરી હતી. અનુ કપૂર ક્યારેય લીડ એક્ટર નાં અભિનયમાં જોવા મળ્યા નહીં. પરંતુ તેમણે પોતાના અભિનયથી સારી પ્રશંસા મેળવી છે. ફિલ્મો સિવાય તેમણે અનેક ટીવી શો હોસ્ટ કર્યા છે. અનુ કપૂર ને  હિંદુ શાસ્ત્રો નું પણ જ્ઞાન છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *