એક સમયે આલીશાન બંગલા ને છોડીને, રાજેશ ખન્નાને રહેવું પડ્યું હતું ભાડાના મકાનમાં

બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં ફેમસ અભિનેતા રાજેશ ખન્ના ને કોણ જાણતું નથી! તે તેમના સમય નાં સુપરસ્ટાર કહેવામાં આવતા હતા. તે સમય દરમિયાન તેમણે ઘણું નામ અને પૈસા મેળવ્યા છે. રાજેશ ખન્નાએ તેમના ફિલ્મી કેરિયરમાં બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. તમને જણાવી દઈએ તો રાજેશ ખન્ના નું અસલી નામ જતીન ખન્ના હતું. તે તેમના જબરદસ્ત અભિનય માટે જાણીતા છે. રાજેશ ખન્નાએ ભારતીય અભિનેતાની સાથે ફિલ્મ નિર્માતા અને રાજકારણી પણ હતા. તેમણે ૧૯૬૯ થી ૧૯૭૧ ના ગાળામાં લગાતાર અનેક સફળ ફિલ્મો આપી છે.
રાજેશ ખન્ના એક એવા અભિનેતા હતા જે હંમેશાં પોતાના સ્ટારડમ માટે જાણીતા હતા. રાજેશ ખન્ના નો અંદાજ લોકો ને ખુબજ પસંદ આવતો હતો. રાજેશ ખન્ના હંમેશા તેમની ફિલ્મો માટે હેડલાઇન્સ માં રહેતા હતા. પરંતુ તે પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણી વખત હેડલાઇન્સ માં રહ્યાં છે. રાજેશ ખન્ના સાથે જોડાયેલા કિસ્સા આજે પણ સાંભળવા મળે છે તે જ કિસ્સામાંથી આજે તમને એક એવી વાત જણાવીશું. જ્યારે રાજેશ ખન્ના ને ભાડાના મકાનમાં રહેવું પડ્યું હતું.
સુપર સ્ટાર રાજેશ ખન્ના નાં જીવનનો એક સમય એવો હતો. જ્યારે તેમને ભાડા નાં મકાનમાં રહેવું પડ્યું હતું. તમને જણાવી દઈએ કે, રાજેશ ખન્ના કઈ પણ ખરીદતા હતા ત્યારે તે વધારે કિંમતમાં ખરીદતા હતા. તે દિવસોમાં બજારમાં નવી કાર લોન્ચ કરવામાં આવી હતી જેને રાજેશ ખન્ના ખરીદવા માંગતા હતા રાજેશ ખન્નાએ કોઈપણ સંજોગોમાં તે કાર ખરીદવાનું મન બનાવી લીધું હતું અને કાર નાં શોરૂમ નો માલિક રાજેશ ખન્ના નાં ઘરે પહોંચ્યો અને ત્યાં કાર પાર્ક કરી હતી.
ખબર અનુસાર એવું કહેવામાં આવે છે કે, રાજેશ ખન્ના ના મિત્રે કાર નાં માલિક પાસે થી ડીસ્કાઉન્ટ માંગ્યુ હતું જ્યારે રાજેશ ખન્ના એ ડિસ્કાઉન્ટની વાત સાંભળી ત્યારે તેમને ખૂબ જ ગુસ્સો આવી ગયો અને તેમણે તેમના મિત્ર ને ખૂબ જ ખરું ખોટું સંભળાવી દીધું. રાજેશ ખન્નાએ પોતાના મિત્રને કહ્યું કે, જો તમારે કાર ખરીદવી હોય તો પૂરી કિંમત આપીને ખરીદો નહીં તો ખરીદવી નહીં. રાજેશ ખન્ના ડિસ્કાઉન્ટ નથી માંગતો.
તમને જણાવી દઈએ કે, રાજેશ ખન્ના પોતાના બંગલા આશીર્વાદ માં રહેતા હતા. તેવું કહેવામાં આવે છે કે, રાજેશ ખન્ના ને વધારે સફળતા આ બંગલામાં આવ્યા પછી મળી હતી. જ્યારે તે આ બંગલામાં આવ્યા ત્યારે તેમનું નસીબ બદલાય ગયું. અને તે સુપરસ્ટાર બની ગયા. એવું કહેવામાં આવે છે કે, એક સમય સુપર સ્ટાર હોવા છતાં પણ રાજેશ ખન્ના સામાન્ય દિવસોમાં જીવન જીવી રહ્યા હતા. તેમના છેલ્લા દિવસોમાં ઇન્કમ ટેક્સની વાત ના લીધે તેમનો બંગલો આશીર્વાદ સીલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજેશ ખન્ના મુંબઈ નાં લોખંડવાલા માં એક ભાડાના નાના બંગલામાં શિફ્ટ થઈ ગયા. તેવું કહેવામાં આવે છે કે, રાજેશ ખન્ના ને ત્યાં રહેવામાં ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડતો હતો.
તમને જણાવી દઈએ કે, રાજેશ ખન્નાએ પોતાના ફિલ્મી કેરિયરમાં ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. અને તેમણે અનેક બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. અને ખુબ જ પ્રશંસા પણ મેળવી છે. રાજેશ ખન્નાનો જન્મ 29 ડિસેમ્બર ૧૯૪૨ નાં પંજાબ નાં અમૃતસરમાં થયો હતો. અને ૧૮ જુલાઈ ૨૦૧૨ માં મુંબઈ માં પોતાના બંગલા આશીર્વાદ માં તેમનું નિધન થઈ ગયું.