એક સમયે આ સુપર સ્ટારની પત્ની પર દિલ હારી બેઠા હતા કરણ જોહર

એક સમયે આ સુપર સ્ટારની પત્ની પર દિલ હારી બેઠા હતા કરણ જોહર

બોલિવૂડ નાં જાણીતા ફિલ્મ નિર્દેશક કરણ જોહર ને હિન્દી સિનેમામાં લગભગ દરેક સ્ટાર્સની સાથે સારા સંબંધો છે. દરેક મોટા સ્ટાર્સની સાથે કરણ જોહર હંમેશા સારું બોન્ડિંગ શેયર કરે છે. એમ જ તેમની ટ્વિંકલ ખન્ના સાથે પણ સારી મિત્રતા છે. બંને એકબીજાને બાળપણથી જાણે છે. અને એક સમય એવો હતો જ્યારે કરણ જોહર ટ્વિંકલ ખન્ના ને પોતાનું દિલ આપી બેઠા હતા.

Advertisement

જણાવી દઈએ કે, ટ્વિંકલ ખન્ના લાંબા સમયથી ફિલ્મી પડદા થી દુર છે. હવેથી લેખિકાના રૂપમાં ઓળખાણ બનાવી રહી છે. જ્યારે તેની પહેલું પુસ્તક મિસ્ટર ફનીબોન્સ લોન્ચ થયુ હતું. તે દરમિયાન ટ્વિંકલ અને કરન એ પોતાના સંબંધો પર વાત કરી હતી. કરન નું ટ્વિંકલ ખન્ના પર ક્રશ હતું. અને ટ્વિંકલ કરન ને જે કંઈ પણ કહેતી હતી તે માની લેતા હતા. સાથેજ તમને જણાવીએ કે, ટ્વિંકલ અને કરણ એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા હતા. એક વખત કરણ ને ટ્વિંકલે સલાહ આપી હતી જેના લીધે કરણ નો જીવ જોખમમાં મુકાયો હતો.

પુસ્તક નાં લોન્ચિંગ દરમિયાન ખુલાસો કરતા ટ્વિંકલે કહ્યું કે, કરણ જોહર મને પસંદ કરતા હતા અને ત્યારબાદ કરણ જોહરે પણ સ્વીકાર કર્યું હતું. કરણ પ્રમાણે તેને એક જ છોકરી સાથે પ્રેમ થયો હતો. અને એ છે ટ્વિંકલ ખન્ના. બંને વચ્ચે બાળપણથી જ એક સારો સંબંધ હતો. જ્યારે અત્યારે પણ બંને સારા મિત્ર છે.

પુસ્તકમાં છે કરણ ટ્વિન્કલ ના સંબંધનો ઉલ્લેખ

ટ્વિંકલ ખન્નાએ તેના અને કરણ જોહરના સંબંધને પુસ્તકમાં જગ્યા આપી છે. તે સમયની વાત કરતાં જણાવ્યું કે, કરણ ને મારી ઉપર ખુબ જ જોરદાર ક્રશ હતું. કરણે પોતાના પ્રેમ વ્યક્ત પણ કર્યો હતો અને સ્વીકાર્યું હતું કે, હું ટ્વિંકલ ને  પ્રેમ કરું છું.

ટ્વિંકલ ની મુછો ના દિવાના થયા કરણ

ટ્વિંકલ ખન્ના સાથે કરણ જોહર ને પ્રેમ થઈ ગયો હતો અને તે તેમનો ક્રશ હતી. ત્યારે તે સમય દરમિયાન કરણ જોહર ટ્વિંકલ ખન્નાની મૂછોના દિવાના થઈ ગયા હતા. ત્યારે ટ્વિંકલ ના અપર લીપ્સ ઉપર હલકી મૂછો આવતી હતી. અને કરણ ને તે ખૂબ જ હોટ લાગતી હતી.

કરણ અને ટ્વિંકલ નો એક કિસ્સો તેમના સ્કૂલના દિવસો સાથે જોડાયેલો છે જે ખૂબ જ ચર્ચામાં છે એક દિવસ બોર્ડિંગ સ્કૂલમાં ભણતા કરણ ટ્વીંકલ ને મળવા માગતા હતા અને તેના માટે તે સ્કુલ થી ભાગી ગયા હતા પરંતુ સ્કૂલના ગેઈટ પર કરણ ને પકડી લેવામાં આવ્યા. ત્યારબાદ કરણે ટ્વિંકલ પાસે સલાહ માંગી હતી.

કરણ ની સલાહ માગવા પર ટ્વિંકલ એ કહ્યું કે, પહાડ થી નીચે આવવા નું કહ્યું. તે વાતનો ઉલ્લેખ કરતા ટ્વિંકલ ખન્ના એ કહ્યું કે અમે પહાડ ના એક છેડા ઉપર હતા. ત્યારે મેં કરણ ને કહ્યું કે પહાડ થી નીચે જતો રહે અને નાવ લઈને ભાગી જઈએ. કરણે એવું કર્યું અને નીચે આવ્યો પરંતુ ફરી એક વખત પકડાઈ ગયા. અને તેમને ફરી પહાડ ચડવો પડ્યો. ટ્વિંકલ ના કહ્યા અનુસાર પહાડની ચડાઈ લગભગ બે કલાક ની હતી.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.