એક સમયે આ અભિનેત્રી સાથે લગ્ન કરવા ઇચ્છતા હતા જાહિર ખાન, આ કારણે અધૂરી રહી ગઈ લવ સ્ટોરી

પૂર્વ ભારતીય ક્રિકેટર જાહિર ખાને વર્ષ ૨૦૧૭ માં અભિનેત્રી સાગરિકા ઘાટગે જોડે લગ્ન કર્યા. આજે બંને ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે. પરંતુ એક સમયમાં જાહેર ખાન ઈશાન શેરવાની ને પ્રેમ કરતા હતા. ઈશા બોલિવૂડ અભિનેત્રી અને ડાન્સર છે. આજે તમને ઈશા અને જાહિર ખાન ની અધુરી લવ સ્ટોરી વિશે જણાવીશું.
એવું કહેવામાં આવે છે કે, જાહેર ખાન ને સુભાષ ઘઈની શોધ અને સુંદર ડાન્સર ઈશા શેરવાની થી પ્રેમ થયો હતો. બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા. અને લિવ ઇનમાં રહેતા હતા. પરંતુ તે બંનેનો સંબંધ લગ્ન સુધી પહોંચી શક્યો નહીં.
મીડિયા પ્રમાણે બન્નેની પહેલી મુલાકાત વર્ષ ૨૦૦૫ માં થઈ હતી. જ્યારે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા થી પાછી આવતી હતી વિદાય સમારોહમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ હતો. જેમાં ઈશાએ ડાન્સ કર્યો હતો. તે બંનેનો પહેલી નજરનો પ્રેમ હતો.
મેચ દરમિયાન ઈશાએ દર્શકોની લાઈનમાં બેસી ને જાહેર ખાને પ્રદર્શન પર ખુશી મનાવતા જોઈ હતી. ત્યારે અંદાજો લગાવવામાં આવ્યો કે, બંને વચ્ચે ઘણું ચાલી રહ્યું છે. ઈશા અને જાહિર ઘણા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા. બંને હંમેશા એકબીજા સાથે ફરતા જોવા મળતા હતા.
૨૦૧૧ નાં વર્લ્ડકપ દરમિયાન એવા પણ સમાચાર સામે આવ્યા કે, ઈશા અને જાહિર લગ્ન કરી લેશે. પરંતુ તે બન્નેના બ્રેક અપ એ ચાહકોને આશ્ચર્ય કરી દીધા. ૮ વર્ષના સંબંધને અચાનક પૂર્ણ થતા ઈશા ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી. ઈશા એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આજે પણ તે જાહિર ને સારો મિત્ર માને છે.