એક સમયે ૫૦ રૂપિયા કમાતા આ અભિનેતા, કઈ રીતે બન્યા બોલીવૂડ નાં સૌથી મોટા ખલનાયક

હિન્દી સિનેમા માં દિગ્ગજ અભિનેતાઓમાં પ્રાણ નું નામ સન્માન સાથે લેવામાં આવે છે તે બોલિવૂડના સૌથી સફળ ખલનાયક માંથી એક છે. તેમણે હિન્દી સિનેમા અનેક સુપરહીટ ફિલ્મોમાં અભિનય કર્યો છે. આજે તે આપણી વચ્ચે નથી. પરંતુ તેમના કામને આજે પણ યાદ કરવામાં આવે છે. આજે તમને તેમના સાથે જોડાયેલી ખાસ વાતો જણાવીશું.
પ્રાણ નો જન્મ ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦ માં દિલ્હીમાં થયો હતો બોલિવૂડમાં પ્રાણ એ છ દશક સુધી કામ કર્યું છે. પોતાની ફિલ્મ કારકિર્દીમાં સાડા ત્રણસોથી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના ડાયલોગ ખૂબ જ ફેમસ રહ્યા છે. જે આજે પણ લોકોના મોંઢા પર છે.
અમિતાભ બચ્ચનની વર્ષ ૧૯૭૩માં આવેલી ફિલ્મ જંજીર માં બોલવામાં આવેલો તેમનો ડાયલોગ ‘ઇસ ઈલાકે મે નયે આયે હો બરખુદાર, વરના યહાં શેરખાન કો કોન નહી જાનતા’. તેમની ઓળખ બની ગયો હતો. અને ફિલ્મ ઉપકાર માં ” યે પાપ કી નગરી હૈ યહા કંસ દુર્યોધન કા ઠિકાના હૈ” રામને હર યુગ મે જન્મ લિયા લેકિન લક્ષ્મણ પેદા નહીં હુવા, ” ભારત તું દુનિયા કી છોડ પહેલે અપની સોચ”, લાશે જો ખરીદા કરતે હૈ વો કોન બડા વ્યાપારી હે. આસમાન મે ઉડને વાલી મિટ્ટી મેં મિલ જાયેંગે, રાશન પર ભાષણ બહોત હૈ, ભાષણ પર કોઈ રાશન નહીં. સિર્ફ યે જબ ભી બોલતા હું જ્યાદા બોલતા હું સમજે, જેવા ડાયલોગ ખૂબ જ ફેમસ હતા.
ફિલ્મ શીશ મહેલ માં મે ભી પુરાના ચિડી માર હું પર કતરાના અચ્છી તરહ સે જાનતા હુ. શહિદ ફિલ્મમાં ઑય ભગતસિંહ એ ભારત માતાકી હોન દી હૈ મૈને ઇતને ખૂન કિત્તે ભગતસિંહ, કાશ્મીર કી કલી ફિલ્મમાં શતા લે શતા લે મેરા ભી સમય આયેગા. અન્ય મશહૂર પિક્ચર જિસ દેશ મેં ગંગા રહેતા હે માં સરદાર મે ફીર કહેતા હું એ પોલીસ કા આદમી હૈ. તેરા બાપ રાકા, ધર્મા ફિલ્મમાં કાલાય તસમે નમહ, અને અરાઉન્ડ ધ વર્લ્ડ માં ટોક્યો મે રહેતે હો પર ટોકને કી આદત નહીં ગઇ, જેવા ડાયલોગ બોલી તેમને પોતાને જીવંત રાખ્યાં છે.
બોલિવુડ માં આવ્યા તે પહેલા તે દિલ્લી ની કંપનીમાં ફોટોગ્રાફર આસિસ્ટન્ટ નાં રૂપમાં કામ કરતા હતા. આ કામ માટે તેમને ૫૦ રૂપિયા આપવામાં આવતા કઈ કામ માટે કંપનીએ કામ માટે લાહોર મૂક્યા. એક દિવસ પાનની દુકાન પર લેખક વલી મોહમંદ સાથે મુલાકાત થઈ તે સમયે તે “યમલા જટ” બનાવી રહ્યા હતા. તેમણે પ્રાણને જોયા તો ફિલ્મના એક એક્ટર ની ઝલક તેમનામાં જોવા મળી અને તેમણે પોતાની ફિલ્મમાં કામ કરવાનું કહ્યું. ત્યારે તેમને ખલનાયક તરીકે કામ કર્યું. ત્યારથી તેમની ફિલ્મ કારકિર્દી ચાલુ થઈ. પ્રાણ તકીયા કલમ, બરખૂર્દર ને લઇ ને ખુબ લોકપ્રિય હતા. તેમની ખલનાયિકી એટલી સારી હતી કે, રુવાંટા ઊભા થઈ જાય. એક કિસ્સો તે પણ પ્રસિદ્ધ હતો કે, તેમના જમાનામાં કોઈ પણ માતા પોતાના પુત્ર નું નામ પ્રાણ રાખતી ન હતી.