એક સમયે જુહી ચાવલાને લોકો કહેતા હતા કે તેણે પૈસા માટે બુઢ્ઢા સાથે લગ્ન કરી લીધા, પરંતુ હકીકત કઈક અલગ જ નીકળી

જુહી ચાવલા બોલીવુડની મોસ્ટ ડિમાન્ડ અભિનેત્રીઓ માંથી એક છે. ૯૦નાં દશકમાં દરેક પ્રોડ્યુસર તેમની સાથે કામ કરવા માંગતા હતા. તેમની સુંદરતા અને અભિનયને લીધે દરેક તેમના દીવાના હતા. જુહીએ ૧૯૮૪માં મિસ ઈન્ડિયાનો તાજ જીતી પહેલાથી જ લોકોને પોતાની સુંદરતાના દિવાના બનાવી દીધા હતા. આ ખિતાબ પોતાના નામે કર્યા પછી લગભગ ૪ વર્ષ પછી તેમણે બૉલીવુડ ફિલ્મોમાં પ્રવેશ કર્યો હતો. તેમણે ફિલ્મ “કયામત સે કયામત તક” થી ડેબ્યૂ કર્યું હતું.
જુહી ચાવલાએ પહેલી વખત મોટા પડદા પર જોઈ તેમની સુંદરતા અને અભિનયથી દરેક પ્રભાવિત થયા. ત્યારબાદ જુહી ચાવલાએ એક પછી એક ફિલ્મો મળવા લાગી. જેમ જુહી ચાવલાની કારકિર્દીની પિક પહોંચી, ત્યારે તેમણે પોતાના થી પાંચ વર્ષ મોટા બિઝનેસમેન જય મહેતા સાથે લગ્ન કરી લીધા. તેમના અચાનક લગ્નનાં સમાચાર સાંભળી દરેક આશ્ચર્યચક્તિ થઈ ગયા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પણ ઘણા લોકો તેમના આ નિર્ણયને માનવા તૈયાર ન હતા.
જુહી ચાવલાનાં લગ્નનાં સમાચારથી આશ્ચર્ય થવું એટલા માટે સામાન્ય હતું, કારણ કે તેમના અફેરનાં સમાચાર વિશે પણ ક્યારેય કોઈને ખબર ન હતા અને લગ્ન થયા પછી જ્યારે પહેલી વખત જુહી ચાવલા અને જય મહેતાનાં ફોટા સામે આવ્યા ત્યારે દેશના લોકોએ તેમના પતિને ખૂબ જ મજાક ઉડાવી. એટલું જ નહીં દેશના ઘણા લોકોએ જુહી ચાવલા માટે ખરાબ કોમેન્ટ કરીને તેમના પતિને બુઢ્ઢો પણ કહી દીધો. જુહી ને લોકોએ એવું પણ કહી દીધું કે તેમણે પૈસા માટે લગ્ન કર્યા છે. આટલી વાતો થયા પછી પણ જુહીએ ક્યારેય પણ તેમના અને જય મહેતાનાં વિશે વાત કરી નથી.
જુહી ચાવલાનાં પતિ જય મહેતા વિશે તમને જણાવીએ તો તે ખૂબ જ મોટા વ્યાપારી છે. જય મહેતા મહેતા ગ્રુપના માલિક છે. જુહી ચાવલા જય મહેતા ની બીજી પત્ની છે. જય મહેતાનાં પહેલા લગ્ન સૂઝતા બિરલા સાથે કર્યા હતા. સુજતા પહેલાં ૧૯૯૦માં બેંગ્લોરમાં એક ટ્રેન દુર્ઘટના દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું અને તેના થોડાક દિવસો પછી એક સડક દુર્ઘટના દરમિયાન જુહી ચાવલાની માતાનું નિધન થયું હતું. તેવામાં જુહી અને જય એકદમ એકલા થઈ ગયા હતા. તેવામાં બંનેએ એકબીજાને સંભાળ્યા.
ત્યારબાદ બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. જુહી ચાવલા અને જય મહેતા ૧૯૯૫માં લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેમણે ખૂબ જ સિક્રેટ રીતે પોતાના લગ્ન પણ કરી લીધા. આ લગ્નનાં થોડાક સમય પછી જુહી ચાવલાની બહેન સોનિયા કેન્સરથી મૃત્યુ થઈ ગયું. જુહી ચાવલા કઈ વિચારે અને આ દુઃખમાંથી બહાર આવે તે પહેલાં તેમના ભાઈને સ્ટ્રોક આવ્યો અને ત્યારબાદ તે લાંબી બીમારીનો શિકાર બની ગયા. ખબરોનું માનીએ તો જુહી ચાવલાનો ભાઈ બોબી કિંગ ખાન શાહરૂખ ખાનનાં પ્રોડક્શન હાઉસનાં સીઈઓ હતા. થોડાક સમય પછી જુહી ચાવલાનાં ભાઈનું પણ નિધન થઈ ગયુ.
બોલીવુડ અભિનેત્રી જુહી ચાવલા અને જય મહેતાનાં જીવનમાં તે સમયે ખુશી આવી જ્યારે જુહી ચાવલા પહેલી વખત માતા બનવાની હતી. જુહી ચાવલાએ વર્ષ ૨૦૦૧ માં પોતાની મોટી પુત્રી જ્હાનવી ને જન્મ આપ્યો. પુત્રી થયા પછી બે વર્ષ પછી તેમના ત્યાં પુત્રનો જન્મ થયો. આજે જુહી ચાવલા બોલીવુડથી ખૂબ જ દૂર છે અને તે પોતાના બાળકો અને પરિવારનું ધ્યાન રાખે છે.