એક સમયે આ અભિનેત્રીઓની સુંદરતાની ચર્ચાઓ થતી હતી, સમયે મારી પલટી અને હવે થઈ ગઈ છે આવી હાલત

બોલીવુડમાં હંમેશા અભિનેત્રીઓનાં કામની સાથે તેમની સુંદરતાની ચર્ચા થતી રહે છે. સમય બદલાય છે અને ચહેરો પણ બદલાય છે, પરંતુ અમુક બોલીવુડ અભિનેત્રીઓ બદલતા સમયની સાથે પણ લોકો યાદ કરે છે. આજે એવી પાંચ અભિનેત્રીઓ વિશે જણાવીશું, જે લુક પહેલાની તુલનામાં હવે એકદમ પુરી રીતે બદલાઈ ગયો છે.
અનુ અગ્રવાલ
વર્ષ ૧૯૯૦માં આવેલી સુપરહિટ ફિલ્મ આશિકી માં અનુ અગ્રવાલ રાતોરાત સ્ટાર બની ગઇ હતી. આ ફિલ્મમાં અને સાથે મુખ્ય રોલમાં અભિનેતા રાહુલ રોય હતા. તે ફિલ્મને ખુબ જ સફળતા મળી હતી. અનુ અગ્રવાલ બીજી પણ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેના જેવી સફળતા ફરી મળી નહીં. જણાવી દઈએ તો વર્ષ ૧૯૯૯માં અનુ એક સડક દુર્ઘટનાનો શિકાર બની ગઈ અને તે દુર્ઘટનામાં તેમનો ચહેરો પુરી રીતે ખરાબ થઈ ગયો, જેના લીધે ૨૯ દિવસ સુધી કોમામાં રહી. તે લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થી દુર છે અને તેમનો ચહેરો હવે પુરી રીતે બદલાઈ ગયો છે.
મીનાક્ષી શેષાદ્રી
એક સમય બોલીવુડમાં મીનાક્ષી શેષાદ્રીનું રાજ હતું. ૮૦ અને ૯૦નાં દશકમાં મીનાક્ષી શેષાદ્રી બોલીવુડમાં ખુબ જ સક્રિય રહી છે. ૧૯૮૩માં આવેલી ફિલ્મ પેન્ટર બાબુ થી પોતાના ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી હતી. મીનાક્ષીએ ખુબ જ જલ્દી હિન્દી સિનેમામાં સફળતા મેળવી. તેમણે દામિની, ઘાયલ, ઘાતક, હીરો, શહેનશાહ જેવી અનેક સુપરહીટ ફિલ્મો આપી. આજે પણ ચાહકો તેમની ફિલ્મ દામીનીને જોવી પસંદ કરે છે. જણાવી દઈએ તો મીનાક્ષીનો લુક હવે પુરી રીતે બદલાઈ ગયો છે. મીનાક્ષીએ વર્ષ ૧૯૯૫માં બેન્કર હરીશ મૈસુર સાથે લગ્ન કરી લીધા. ત્યારબાદ તે બોલીવુડની સાથે ભારત પણ છોડી દીધું. ૨૫ વર્ષથી મીનાક્ષી અમેરિકામાં ડલાસ માં રહે છે.
સંદલી સિંહા
પોતાની માસૂમિયત થી સંદલી સિંહાએ લાખો કરોડો લોકોના દિલ જીત્યા હતા. છેલ્લી વખત ૨૦૧૬માં આવેલી ફિલ્મ “તુમ બીન-૨” માં સંદલી સ્પેશિયલ અપિરિયન્સનાં રૂપમાં જોવા મળી હતી. સૌથી પહેલા ચર્ચામાં ફિલ્મ “તુમ બીન” થી આવી હતી. તેમણે અક્ષય કુમાર, બોબી દેઓલ અને અમિતાભ બચ્ચન જેવા સ્ટાર્સની સાથે ફિલ્મ “તુમ્હારે હવાલે વતન સાથીઓ” માં પણ જોવા મળી છે. તેમણે અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. અત્યારે તે પતિનું કામકાજ સંભાળી રહી છે. તેમના પતિ એક બિઝનેસમેન છે.
કિમી કાટકર
કિમી કાટકર અમિતાભ બચ્ચન અને રજનીકાંતની ફિલ્મ “હમ” નાં ગીત જુમ્મા ચુમ્મા દે દે થી ચર્ચામાં રહી હતી. બોલીવુડમાં કિમી કાટકર “ટારઝન” ની સાથે અનેક ફિલ્મોમાં જોવા મળી છે. લગ્ન પછી તેમણે ફિલ્મી દુનિયાથી અંતર જાળવી લીધું. તમને જણાવી દઈએ કે કિમી કાટકરનાં લગ્ન વિજ્ઞાપન ફિલ્મ નિર્માતા શાંતનુ સૌરી સાથે થયા છે.
પ્રીતિ જાંગીયાની
પ્રીતિ જાંગીયાની ની બોલીવુડ કારકિર્દી ખુબ જ ઓછી રહી છે. તેમણે ખુબ જ જલ્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અંતર જાળવી લીધું. અમિતાભ બચ્ચન ઐશ્વર્યા રાય બચ્ચન અને શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ મોહોબ્બતે થી પ્રીતિ ને સફળતા મળી હતી અને તેમના કામની પ્રશંસા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૦૧માં આવેલી આ ફિલ્મ થી પ્રીતિ હિન્દી સિનેમામાં પગ રાખ્યો હતો. પરંતુ ડેબ્યુ ફિલ્મથી સફળતા પ્રાપ્ત કરવા વાળી પ્રીતિ અભિનયની દુનિયામાં વધારે ચાલી નહીં. આ ૨૦ વર્ષમાં તેના લુકમાં બદલાવ આવી ગયો છે.