એક રાક્ષસ સાથે વિવાહ બાદ પણ ભગવાન વિષ્ણુ સાથે કરવામાં આવે છે તુલસી વિવાહ, ખુબ જ રોચક છે કહાની

એક રાક્ષસ સાથે વિવાહ બાદ પણ ભગવાન વિષ્ણુ સાથે કરવામાં આવે છે તુલસી વિવાહ, ખુબ જ રોચક છે કહાની

દર વર્ષે તુલસી વિવાહ કાર્તિક માસનાં શુક્લ પક્ષની એકાદશીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે ૨૬ નવેમ્બરનાં રોજ આવી રહેલ છે. તુલસી વિવાહનાં દિવસે તુલસી અને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ શાલીગ્રામનાં વિવાહ કરવામાં આવે છે. ભારતનાં ઘણા ભાગોમાં તુલસી વિવાહ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ વિવાહની સાથે અટવાયેલા દરેક શુભ કાર્ય ફરીથી એકવાર પ્રારંભ થઇ જાય છે.

તુલસી વિવાહથી એક પૌરાણિક કથા જોડાયેલી છે. પૌરાણિક કથા અનુસાર જલંધર નામનો એક રાક્ષસ હતો. આ રાક્ષસ ખૂબ જ ક્રૂર હતો અને તેણે ખુબ જ ઉત્પાત મચાવી રાખ્યો હતો. જલંધર ખૂબ જ હતો અને તેને કોઈ પણ હરાવી શકતું ન હતું. હકીકતમાં ઘરની વૃંદાનો પતિવ્રતા ધર્મ તેની વીરતાનું રહસ્ય હતો. જલંધરે દેવતાઓને ખૂબ જ પરેશાન કરી રાખ્યા હતા. જલંધર થી દુઃખી થઈને બધા દેવતાઓ ભગવાન વિષ્ણુની પાસે આવ્યા અને તેમને કહ્યું કે તેઓ જલંધરથી તેમની રક્ષા કરે.

ભગવાન વિષ્ણુ જાણતા હતા કે વૃંદાનો પતિવ્રતા ધર્મ જ જાલંધરની વીરતાનું રહસ્ય છે. તેવામાં ભગવાને વૃંદાનો પતિવ્રતા ધર્મ ભંગ કરવાનો નિર્ણય કર્યો. ભગવાન વિષ્ણુએ જલંધરનું રૂપ ધારણ કરીને છળથી વૃંદાને સ્પર્શ કર્યો. વૃંદાનો પતિ જલંધર દેવતાઓ સાથે યુદ્ધ કરી રહ્યો હતો, પરંતુ વૃંદાનું સતીત્વ નષ્ટ થવાને કારણે તે મૃત્યુ પામ્યો. વૃંદાનું સતીત્વ ભંગ થતાંની સાથે જ જલંધરનું માથું તેના આંગણામાં આવીને પડ્યું. વૃંદા આ જોઈને ક્રોધિત થઈ ગઈ. તેણે જોયું કે જલંધરને બદલે તેને ભગવાન વિષ્ણુએ સ્પર્શ કર્યું હતું.

તેણે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો અને કહ્યું કે જે પ્રકારે તમે મને છળથી પતિ વિયોગ આપ્યો છે, તે પ્રકારે તમારી પત્નીનું પણ છળપૂર્વક હરણ થશે અને સ્ત્રી વિયોગનું દુઃખ સહન કરવા માટે તમે મૃત્યુલોકમાં જન્મ લેશો. આટલું કહીને વૃંદા પોતાના પતિની સાથે સતી થઈ ગઈ. જે જગ્યાએ વૃંદા સતી થઇ, ત્યાં તુલસીનો છોડ ઉત્પન્ન થયો. વળી વૃંદાના આ શ્રાપને કારણે પ્રભુ શ્રીરામે જન્મ લીધો અને તેમણે સીતાનો વિયોગ સહન કરવો પડ્યો.

એક અન્ય કથા અનુસાર વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપ્યો હતો કે તમે મારું સતીત્વ ભંગ કર્યું છે એટલા માટે તમે પથ્થર બની જાઓ. આ શ્રાપ મળતાની સાથે જ વિષ્ણુજી પથ્થર બની ગયા અને આ પથ્થરને શાલીગ્રામનું નામ આપી દેવામાં આવ્યું. વિષ્ણુજીએ બ્રહ્માજીને કહ્યું કે, “હે વૃંદા ! હું તમારા સતીત્વનો આદર કરું છું, પરંતુ તમે તુલસી બનીને હંમેશા મારી સાથે રહેશો. જે મનુષ્ય કાર્તિક એકાદશીનાં દિવસે તમારી સાથે મારા વિવાહ કરાવશે, તેની દરેક મનોકામના પૂરી થશે.” ત્યારથી શાલીગ્રામ અને તુલસી વિવાહની પ્રથા શરૂ થઈ ગઈ.

માન્યતા છે કે જે લોકો કાર્તિક એકાદશીનાં દિવસે શાલિગ્રામ અને તુલસી વિવાહ કરાવે છે, તેમની દરેક મનોકામના ભગવાન વિષ્ણુજી પૂરી કરે છે. સાથોસાથ જે લોકોનાં વિવાહ ન થઈ રહ્યાં હોય, તો તેઓ તુલસી અને શાલીગ્રામનાં વિવાહ કરાવે છે, તો તેમના વિવાહ પણ ખૂબ જલ્દી થઈ જાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *