એક ચપટી હિંગમાં હોય છે ખુબ જ તાકાત, હુંફાળા પાણીમાં ઉમેરીને પીવાથી થાય છે આ ૮ ફાયદાઓ

હિંગ ફક્ત ભોજનનો સ્વાદ જ નથી વધારતી પરંતુ તેમાં રહેલા ઘણા એન્ટી વાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ આપણા સ્વાસ્થ્ય માટે લાભકારી હોય છે ખાસ કરીને હિંગનું પાણી પીવાથી તમને ઘણા પ્રકારના લાભ મળે છે. તેનું પાણી બનાવવું ખૂબ જ સરળ છે. એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધી ચમચી હિંગ પાવડર ઉમેરીને તેને યોગ્ય રીતે મિક્સ કરી લો. હવે શરીર માટે લાભકારી હીંગનું પાણી તૈયાર છે. ચાલો એક નજર તેના ફાયદા પણ કરીએ.
વજન ઘટાડે
અહીંનું પાણી પીવાથી બોડીનું મેટાબોલિઝમ વધે છે. પરિણામે તમારા શરીરમાં એક્સ્ટ્રા ફૅટ જમા થતી નથી, જેના કારણે તમને વજન ઘટાડવામાં મદદ મળે છે. વળી હિંગ બોડીમાં બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનું કામ પણ કરે છે. તે સિવાયનું પાણી પેટમાં પીએચ લેવલ ને પણ કંટ્રોલમાં રાખે છે.
કબજીયાતથી છુટકારો
જો તમારું પેટ યોગ્ય રીતે સાફ ન થઈ રહ્યું હોય અને તમને અવારનવાર કબજિયાતની ફરિયાદ રહેતી હોય તો રાત્રે સુતા પહેલા પાણી પીવું જોઈએ. જેનાથી સવારે પેટ તમારું સાફ થઈ જશે.
ભૂખ વધારે
જો તમે તે લોકો માંથી છો જેમને ભૂખ ઓછી લાગે છે, તો ભોજન પહેલા હિંગને ઘીની સાથે શેકીને આદુ અને માખણની સાથે સેવન કરવું જોઈએ. તેનાથી તમારી ભૂખ વધી જશે.
કાચ ખૂંચવા પર આરામ
જો તમને કોઈ જગ્યાએ કાંટો, કાચ અથવા કોઈ અણીદાર વસ્તુ ખૂંચી ગઈ હોય તો ત્યાં હિંગનું પાણી અથવા તેનો લેપ લગાવી લેવો જોઈએ. સ્કિનમાં ખૂંચી ગયેલી ચીજ પોતાની મેળે જ બહાર આવી જશે.
કાનનાં દુખાવામાં આરામ
જો તમને કાનના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો હિંગને તલના તેલમાં ગરમ કરી લો. હવે આ તેલનાં ૧થી ૨ ટીપાં કાનમાં નાખી લો, તેનાથી દુખાવામાં આરામ મળશે.
ડાયાબિટીસ પર નિયંત્રણ
જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે, તેમણે દરરોજ હુંફાળા પાણીમાં એક ચપટી હીંગ ઉમેરીને પીવું જોઈએ. તેનાથી તમારું સુગર લેવલ નિયંત્રણમાં રહે છે.
દાંતના દુખાવા માંથી છુટકારો
જો તમારા દાંતમાં કીડા પડી ગયા હોય અથવા તો કૈવિટીની સમસ્યા છે, તો રાત્રિના સમયે મોઢામાં હિંગ દબાવીને સૂવું જોઈએ, તેનાથી આરામ મળશે.
પીરિયડ્સનાં દુખાવામાં રાહત
પીરિયડ્સમાં અવારનવાર યુવતીઓને ખુબ જ જોરદાર દુખાવાનો સામનો કરવો પડે છે. તેવામાં આરામ મેળવવા માટે તમે હિંગનું પાણી પી શકો છો.