એક એવું મંદિર જ્યાં રહે છે ૨૫ હજાર થી વધારે ઉંદર, પ્રસાદમાં ભક્તોને મળે છે ઉંદરોનો હેંઠો પ્રસાદ

એક એવું મંદિર જ્યાં રહે છે ૨૫ હજાર થી વધારે ઉંદર, પ્રસાદમાં ભક્તોને મળે છે ઉંદરોનો હેંઠો પ્રસાદ

ભારતમાં ઘણાં એવાં મંદિરો છે જે પોતાની અલગ ઓળખ નાં આધારે જ ઓળખવામાં આવે છે. રાજસ્થાન નાં બિકાનેરમાં સ્થિત કરણી માતા નું મંદિર પણ પોતાનામાં ખાસ છે. આ મંદિરની ખાસિયત છે કે, ત્યાં ૨૫૦૦૦ ઉંદરો રહે છે. ભક્તો આ ઉંદરો ને માતા ની સંતાન માને છે. ત્યાં શ્રદ્ધાળુઓ પ્રસાદ નાં રૂપમાં ઉંદરો નો હેઠો પ્રસાદ આપવામાં આવે છે. આ મંદિર રાજસ્થાન નાં બિકાનેર થી લગભગ ૩૦ કિલોમીટર દૂર દેશનોક માં સ્થિત છે. આ મંદિરને ઉંદરો વાળી માતા, ઉંદરો નું મંદિર અને મૂષક મંદિર નાં નામથી ઓળખવામાં આવે છે. ત્યાં રહેતા ઉંદરોને કાબા કહેવામાં આવે છે. મંદિરમાં લગભગ ૨૫ હજારથી વધારે ઉંદર રહે છે.  ઉંદરો નાં કારણે ભક્તો ત્યાં પગ ઉપાડી ને નહી પરંતુ બેસી ને જાય છે. જેથી મંદિર માં રહેનાર કોઈ ઉંદર પગ નીચે આવી ન જાય. એવું થઈ જાય તો તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

માતા કરણી નો જન્મ ૧૩૮૭ માં એક ચારણ પરિવારમાં થયો હતો. તેનું નાનપણનું નામ રઘુબાઈ હતું. લોકો તેમને જગદંબા માતાનો અવતાર માનતા હતા. તેમના લગ્ન સાઠીકા ગામના કીપોજી ચારણ સાથે થયા હતા. માં નું સંસારિક જીવન માં મન  લાગતું નહોતું. તેમણે પોતાની નાની બહેન ગુલાબ  નાં લગ્ન કીપોજી ચારણ સાથે કરાવી દીધા. ત્યારબાદ પોતે માતાની ભક્તિમાં અને લોકોની સેવામાં લાગી ગયા. કહેવામાં આવે છે કે, તેઓં ૧૫૧ વર્ષ સુધી જીવિત રહ્યા હતા.

કરણી માતાના મંદિરે કાળા અને સફેદ બન્ને ઉંદર જોવા મળે છે. સફેદ ઉંદરો ને વધુ પવિત્ર માનવામાં આવે છે. મંદિરમાં ઉંદર હોવા પાછળ એક કથા જોડાયેલી છે. એકવાર કરણી માતા ની સંતાન અને તેમના પતિ અને તેમની બહેન નો પુત્ર લક્ષ્મણ દરેક નું કપિલ સરોવરમાં ડૂબવાથી નિધન થયું હતું. એવામાં માતા એ યમરાજા ને વિનંતી કરીને લક્ષ્મણને જીવીત કર્યા હતા. ત્યારબાદ યમરાજે તેને ઉંદર નાં રૂપમાં પુનર્જીવિત કર્યા હતા.

એક અન્ય માન્યતા અનુસાર ૨૦ હજાર સૈનિકોની એક ટુકડી દેશનોક પર હમલો કરવા આવી હતી. તે દરમિયાન માતાએ પોતાના પ્રતાપથી તેમને ઉંદરનું  રૂપ આપ્યું હતું. એક દિલચસ્પ વાત એ છે કે, જ્યારે પણ સવારે ૫ વાગ્યે અને સાંજે ૭ વાગ્યે આરતી થાય છે ત્યારે ઉંદરો પોતાના બીલ માં થી નીકળી અને બહાર આવે છે. સામાન્ય રીતે ઘરમાં કોઈ વસ્તુ ઉંદર હેંઠી કરી દે છે તે વસ્તુ આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ આ મંદિરમાં ભક્તો ને ઉંદરો નો હેંઠો પ્રસાદ આપવામાં આવે છે. અત્યાર સુધી આ પ્રસાદ ને ગ્રહણ કર્યા બાદ કોઈના બીમાર થવાની વાત સામે આવી નથી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *