દુનિયામાં ફક્ત ૧૧૨ લોકો જ કરી રહ્યા છે આ નોકરી, તમે પણ આ નોકરી કરીને સારા પૈસા કમાઈ શકો છો

દુનિયામાં ફક્ત ૧૧૨ લોકો જ કરી રહ્યા છે આ નોકરી, તમે પણ આ નોકરી કરીને સારા પૈસા કમાઈ શકો છો

માનવ જીવનમાં કામ અથવા કાર્યનું ખૂબ જ મહત્વનું સ્થાન હોય છે. કોઈ પણ કામ વગર માનવ જીવનની કલ્પના કરી શકાય નહીં. કોઈપણ વ્યક્તિએ જીવનને સુચારુ રૂપથી ચલાવવા માટે કોઇને કોઇ કામ કરવું જરૂરી હોય છે, પછી તે નોકરી હોય કે વેપાર. દરેક વ્યક્તિ પોતાના સ્તર પર કામ કરે છે અને તે પોતાનું તથા પોતાના પરિવારનું પાલન-પોષણ કરે છે.

Advertisement

આજે દુનિયાભરમાં ઘણા પ્રકારના કાર્ય રહેલા છે, જ્યારે જૂના સમયમાં કાર્યની માત્રામાં કમી હતી. આજે લોકોની પાસે કરવા માટે અનેક પ્રકારના કાર્ય રહેલા છે. અમુક કામ તો એવા છે જેના વિશે ખૂબ જ ઓછા લોકોને જાણકારી હોય છે. આવા જ એક કામ અથવા નોકરી વિશે અમે તમને અમારા આર્ટિકલમાં જણાવીશું. તમને તે જાણીને ખૂબ જ રોચક અથવા તો આશ્ચર્ય થશે કે દુનિયામાં એક નોકરી એવી છે જેમાં ફક્ત ૧૧૨ લોકો જ કામ કરે છે. તો ચાલો તેના વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

તમને જણાવી દઇએ કે આ કામ છે પાણીનું ટેસ્ટિંગ કરવાનું. તમે ભોજન ટેસ્ટિંગ અથવા વાઇન ટેસ્ટિંગ વિશે ઘણી વખત સાંભળ્યું હશે, પરંતુ આ તમારા માટે પહેલો અવસર હશે જ્યારે તમે સાંભળ્યું હશે કે પાણીનું ટેસ્ટિંગ જેવું કોઈ કામ આ દુનિયામાં રહેલ છે. ભારતમાંથી ફક્ત ગણેશ અય્યર નામના વ્યક્તિ આ કાર્ય કરે છે. તેમનું કહેવું છે કે આગામી પ થી ૧૦ વર્ષની અંદર આ ક્ષેત્રમાં નોકરીનાં સુવર્ણ અવસર મળશે. જણાવી દઈએ કે આ કામ કરવા વાળાને વોટર ટેસ્ટર કહેવામાં આવે છે.

પાણીનાં ટેસ્ટિંગમાં હળવું, વુડી, ફ્રુટી વગેરે ટેસ્ટ કરવામાં આવે છે. ભારતમાં ગણેશ અય્યર એકમાત્ર પ્રમાણિત વોટર ટેસ્ટર છે. તેમના જણાવ્યા અનુસાર લોકો તેમના કામ વિશે જાણીને તેમની ખૂબ જ મજાક ઉડાવે છે અને વોટર ટેસ્ટર હોવાને પરિણામે તેમને મહત્વ આપવામાં આવતું નથી.

ગણેશ અય્યરનાં જણાવ્યા અનુસાર તેમણે આ કામ વિશે આજથી ૧૦ વર્ષ પહેલા એટલે કે ૨૦૧૦માં સાંભળ્યું હતું. ત્યારબાદ તેમણે આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવવાનો નિર્ણય લીધો અને તેમણે જર્મનીનાં Doemens Academy In Graefelfing ઇન્સ્ટિટયૂટ માંથી સર્ટિફિકેટનો કોર્સ કર્યો.

આ કામ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપતાં ગણેશ અય્યર જણાવે છે કે પાણીની અલગ અલગ રીતે ઓળખ કરવામાં આવે છે. ગણેશ અય્યર આ કામને ખુબ જ યુનિક જણાવે છે અને કહે છે કે પાણીનાં પણ અલગ ફાયદા છે. તેના ઘણા પ્રકારનાં ટેસ્ટ કરવામાં આવે છે. જણાવી દઈએ કે ગણેશ અય્યર આ કામ બેવરેજ કંપની Veen માં ભારત અને ભારતીય ઉપમહાદ્વીપનાં ઓપરેશન નિર્દેશકના રૂપમાં કરી રહ્યા છે.

Advertisement

pranshu

Leave a Reply

Your email address will not be published.