દુનિયભરનાં આ અબજપતિ વિશે શું તમે જાણો છો આ ફેક્ટ્સ, જાણીને જરૂરીથી ચોંકી જશો

દુનિયભરનાં આ અબજપતિ વિશે શું તમે જાણો છો આ ફેક્ટ્સ, જાણીને જરૂરીથી ચોંકી જશો

આપણા દેશમાં ઘણા અરબપતિ છે, પરંતુ હંમેશા આપણે દુનિયાના સૌથી અમીર માણસોની વાત કરીએ તો મુકેશ અંબાણીનું નામ ધ્યાનમાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે મુકેશ અંબાણીથી પણ અમીર અરબપતિ છે અને તેની મિલકત કેટલી છે? દુનિયાભરમાં એવા ઘણા અરબપતિ છે, જેને જોઈને હંમેશા લાગે છે કે કુબેરે પોતાનો ખજાનો તેમના માટે ખોલ્યો છે. તો આજે તમને એવા અરબપતિઓની વાત કરીએ છીએ. આજે તમને અમુક એવા ફેકટ ની જાણકારી આપીશું, જેને જાણી તમે આશ્ચર્ય થઇ જશો.

દુનિયાભરમાં છે આટલા અરબપતી

અરબપતિનો મતલબ કોઈ એવો માણસ જેની પાસે એક અરબ અથવા તેનાથી વધારે પૈસા હોય અને આપણે માની લઈએ છીએ કે આવા વ્યક્તિ દુનિયામાં ઓછા હશે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાભરમાં માર્ચ ૨૦૨૧નાં રિપોર્ટ પ્રમાણે ૨૭૫૫ અરબપતી છે. એટલું જ નહીં જો આપણે દુનિયાભરમાં માત્ર એક ટકા અમીર લોકોની ગણતરી કરીએ, તો તેમની પાસે જેટલી મિલકત છે તે બાકી પુરી દુનિયામાં લોકોની પાસે રહેલા પૈસા જેટલી છે.

૨૭૫૫ અરબપતી ની પાસે છે આટલી મિલકત

દુનિયાના અરબપતિની વાત કરવામાં આવે તો માત્ર દુનિયાના અરબપતિની પાસે ૮ ટ્રીલીયન ડોલર્સ થી પણ વધારે મિલકત છે. આ સમગ્ર દુનિયાની સંપત્તિનો ૬૦ ટકા ભાગ છે.

તમે ક્યારે બની શકો છો અરબપતિ?

એક સર્વે પ્રમાણે જો તમે દર મહિનાનાં એક લાખ ડોલર કમાતા હોય તો તમે વર્ષ ૨૮૫૩ સુધી અરબપતિ બની શકો છો. હવે આ સપનું થોડુંક દૂરનું લાગી શકે છે.

દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ

દુનિયાનાં સૌથી અમીર માણસ જેફ બેજોસ છે અને એમેઝોનનાં CEO નું નેટવર્થ ૧૧૬૦૦ કરોડ અમેરિકી ડોલર એટલે ૮  લાખ ૩૭ હજાર ૮૩૯ કરોડ રૂપિયા છે. મુકેશ અંબાણી થી ૩ ગણી વધારે મિલકત છે. હવે તમે જાતે વિચારો કે જેફ બેજોસ્ કેટલા અમીર છે.

દુનિયાની સૌથી અમીર મહિલા

દુનિયાની સૌથી અમીર મહિલા ફેક્રોઇસ બીટન કોર્ટ મેયર્સ તેમની પાસે ૫૪૧૮ હજાર કરોડ રૂપિયાની સંપત્તિ છે અને તેમની આ સંપત્તિ વારસાગત મિલકતનાં રૂપમાં મળી છે. તેમના નાના એ લોરીયલ કોસ્મેટિક બ્રાન્ડની સ્થાપના કરી હતી.

સૌથી અમીર લોકોની પાસે છે આટલી મિલકત

દુનિયાના ૮ સૌથી અમીર લોકોની પાસે એટલી ધન-દૌલત છે કે દુનિયાભરનાં ૪ અબજ ગરીબ લોકોની કુલ જમાપુંજી જોડવામાં આવે તો તેનાથી પણ વધારે થાય.

શહેરમાં રહે છે સૌથી વધારે અરબપતિ

દુનિયામાં સૌથી વધારે અરબ પતિ ન્યૂયોર્ક સિટીમાં રહે છે. તે એક એવું શહેર છે જ્યાં દુનિયામાં સૌથી વધારે અરબપતી રહે છે. તે શહેરમાં કુલ ૯૨ અરબપતિનું ઘર છે.

જેકે રોલિંગ હતી પહેલી મહિલા લેખક અરબપતિ

દુનિયાભરમાં માત્ર એક મહિલા લેખક અરબપતીનાં લિસ્ટમાં છે અને તે હતી જે કે રોલિંગ. પરંતુ તેમણે એટલી સંસ્થાઓમાં દાન કર્યું છે કે તેઓ આ લિસ્ટ માંથી નીકળી ગયા છે. જેકે રોલિંગે હેરી પોટર સીરિઝ લખી છે. તેના પહેલા તે ખૂબ જ ગરીબ અને ખરાબ હાલમાં હતી.

દરેક સેકન્ડે થાય છે આટલી કમાણી

દુનિયાના સૌથી અમીર માણસ એટલે કે જેફ બેજોશ દરેક સેકન્ડે ૨૪૮૯ ડોલર કમાણી થાય છે. ભારતીય આંકડામાં જોવામાં આવે તો જેફ હર સેકન્ડ ૧.૮૩ લાખ રૂપિયા કમાય છે.

મુકેશ અંબાણી અને દેશની GDP

મુકેશ અંબાણીની મિલકત ભારતની જીડીપી નો ૪% ભાગ છે. દુનિયાનાં અમુક એવા નાના દેશની વાત કરીએ તો મુકેશ અંબાણીની મિલકત લાતવિયા, બોટ્સવાના, નાઈગર જેવા દેશોની કુલ જીડીપી થી વધારે છે. હવે તો તમે સમજી ગયા હશો કે દુનિયાનાં ૧૦માં અમીર માણસ કેટલા અમીર છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *