શિવલિંગ પર ભૂલથી પણ ન ચઢાવો આ વસ્તુ, બધાનેજ ધ્યાન રાખવું જોઈએ શિવ પૂજા સાથે જોડાયેલ આ 7 નિયમો

શ્રાવણ ના મહિનામાં શિવજી ની પૂજા નું વિશેષ મહત્વ છે. એટલા માટે આ મહિના માં પ્રમુખ શિવ મંદિર માં ભક્તો ની લાઈન લાગેલી રહે છે. શિવલિંગ ભગવાન શિવ નું નિરાકર સ્વરૂપ છે. શિવલિંગ ની પૂજા સાથે ઘણા બધા નિયમ પણ ધર્મ ગ્રંથ માં બતાવવા માં આવ્યા છે. આજે અમે તમને થોડાક એવા નિયમો વિષે કહેવા જઈ રહ્યા છીએ. જે આ પ્રકાર એ છે.

1. શિવલિંગ ની પૂજા ક્યારેય જલધારી ના સામે ના કરવી જોઈએ.
2. શિવલિંગ ની પુરી પરિક્રમા ન કરો કેમ કે જલધારી ને ઓળંગવી જોઈએ નહિ.

3. શિવલિંગ પર હળદર અથવા મહેંદી ન ચઢાવો કેમ કે આ દેવી પૂજન ની સામગ્રી છે.

4. શિવલિંગ પર ક્યારેય પણ શંખ થી જળ ના ચઢવો.

5. શિવલિંગ પર ક્યારેય તાંબા ના વાસણ થી દૂધ ચઢાવવું જોઈએ નહિ.
6. શિવલિંગ ની પૂજા કરતા સમયે મોઢું દક્ષિણ દિશા માં હોવું જોઈએ નહિ.
7. પૂજા કરતા સમયે શિવલિંગ ની ઉપર ના ભાગ ને સ્પર્શ ના કરવો જોઈએ.