કૃષ્ણ જન્માષ્ટમી પર ભૂલથી પણ ન કરશો આ કામ, પૂજા રહી જશે અધુરી …

દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી ખુબજ ધામધુમથી કરવામાં આવે છે. જો કે આ વખતે કોરોનાના કારણે તહેવારો થોડા ફિક્કા પડી જશે. આ વખતે જન્માષ્ટમીનો આ તહેવાર 11 અને 12 ઓગસ્ટના રોજ છે. આ દિવસે શ્રદ્ધાળુઓ દિવસભર ઉપવાસ રાખે છે અને શ્રી કૃષ્ણના ભજન-કીર્તન કરે છે.

આ દિવસે કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દેશના દરેક મંદિરની વિશેષ સજાવટ કરવામાં આવે છે. શ્રી કૃષ્ણવતાર નિમિત્તે સર્વત્ર ઝાંખી સજાવવામાં ઓવે છે. ઘરે પણ ભગવાન શ્રીકૃષ્ણને શણગારવામાં આવે છે અને બાલગોપાલને પારણા પર ઝુલાવવામાં આવે છે.

કૃષ્ણ જન્માષ્ટમીનો દિવસ ખૂબ જ શુભ છે અને માનવામાં આવે છે કે આ દિવસે ભક્તોની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જો કે, આ દિવસે કેટલીક વિશેષ બાબતોનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. ચાલો આપણે જાણીએ કે કૃષ્ણપૂજા દરમિયાન ક્યા કાર્યો શુભ માનવામાં આવતા નથી.

જેઓ જન્માષ્ટમીનું વ્રત રાખતા નથી તેઓએ પણ આ દિવસે ચોખા ન ખાવા જોઈએ. એકાદશી અને જન્માષ્ટમી પર ચોખા અને જવનું બનેલું ખાવાનું નિષેધ માનવામાં આવે છે. આ દિવસે લસણ, ડુંગળી અથવા કોઈપણ અન્ય તામાસિક ખોરાક ન લેવો જોઈએ. માંસ અને મદિરા આ દિવસે ઘરમાં લાવવો જોઈએ નહીં.

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે કોઈનો અનાદર ન કરો. શ્રીકૃષ્ણ માટે શ્રીમંત કે ગરીબ તમામ લોકો એક સમાન છે. કોઈપણ ગરીબનું અપમાન કરવાથી શ્રી કૃષ્ણ દુ: ખી થઈ શકે છે.

જન્માષ્ટમી પર વૃક્ષને કાપવાને અશુભ માનવામાં આવે છે. શ્રી કૃષ્ણ દરેક વસ્તુમાં નિવાસ કરે છે અને દરેક વસ્તુ તેનામાં રહે છે. જો શક્ય હોય તો, આ દિવસે વધુ વૃક્ષો વાવવા જોઈએ. તેનાથી ઘર અને પરિવારમાં સુખ-શાંતિ રહે છે.
