દીપક નાં આ ઉપાયથી જીવનની દરેક પરેશાની થશે દૂર, જાણો તેના ફાયદાઓ

સંસારમાં દરેક વ્યક્તિ નાં જીવનની પરિસ્થિતિ બદલાતી રહે છે. વ્યક્તિ નાં જીવનમાં સુખ અને દુઃખ આવ્યા જ કરે છે. જેમકે આપણે દરેક લોકો જાણીએ છીએ કે, હાલના સમયમાં કોરોનાવાયરસ ની બીમારી એ દેશવાસીઓને ખૂબ જ પરેશાન કરી રાખ્યા છે. વાયરસ એ પુરા દેશ પર પોતાનો કબ્જો જમાવ્યો છે. દિવસે ને દિવસે વાયરસ ચિંતાનો વિષય બની રહ્યો છે. એવી મુશ્કેલ પરિસ્થિતિમાં આપણે સુરક્ષિત રહેવું ખૂબ જ જરૂરી છે. કોરોના મહામારી ની વચ્ચે શારીરિક માનસિક અને આર્થિક રૂપથી સુરક્ષિત રહેવું ખૂબ જરૂરી છે. આજકાલ વાતાવરણ ખૂબ જ વધારે નકારાત્મક થઈ ચૂક્યું છે. નકારાત્મક વાતાવરણને કારણે કોઇને કોઇ પ્રકારે મનુષ્ય પ્રભાવિત થઈ રહ્યો છે. પરંતુ એવું નથી કે તમે નકારાત્મકતાને સકારાત્મકતા માં બદલી ન શકો. જણાવી દઈએ કે, વેદોમાં દરેક નકારાત્મકતાને સકારાત્મકતા માં બદલવા માટેના આપણા ઋષિમુનિઓ અને સંતોએ ઉપાય જણાવ્યા છે. આ ઉપાયોમાં એક દીપક કરવાનો ઉપાય ખૂબ જ મહત્વનો છે.
જેમ કે આપણે દરેક લોકો જાણે છે કે, મંદિર-દેવસ્થાન કે ઘરમાં દરેક જગ્યાએ દીવો કરવામાં આવે છે. દીવો કરવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે. દીવો આપણા જીવન નાં અંધકારને પ્રકાશમાં બદલે છે. આજે અમે તમને આ લેખના માધ્યમથી દીવા સાથે જોડાયેલા કેટલાક ઉપાયો વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ જો તમે આ ઉપાય મુજબ તમારા ઘરમાં દીવો કરશો. તો તેનાથી તમને આ ફાયદાઓ મળી શકે છે.
દિપક સાથે જોડાયેલ ઉપાયો
- હંમેશા જોવા મળે છે કે, લોકો કોઈને કોઈ કારણે વધારે તણાવમાં રહે છે. જો તમે પણ વધારે તણાવમાં રહેતા હોવ તો ઘર કે ઓફિસમાં ઘીનો દીવો કરવો અને તમારે એ વાતનું ધ્યાન રાખવું કે, દિવા નું મુખ પૂર્વ દિશા તરફ રહેવું જોઈએ. એવું કરવાથી કોઈ ભય માંથી છુટકારો મળે છે. એટલું જ નહીં પરંતુ એક સુખદ વાતાવરણ નું નિર્માણ થાય છે.
- કોઈ મનુષ્ય નું સ્વાસ્થ્ય સારું ન રહેતું હોય તેને ઘરમાં તલ નાં તેલનો દીવો કરવો જોઈએ. અને તેને અગ્નિકોણ તરફ રાખવો જોઈએ.
- તમારે ઘરના મુખ્ય દ્વાર પર સરસવ નાં તેલનો દીવો કરવો તેવું કરવાથી પીડિત લોકોનો ભય દૂર થાય છે.
- જો કોઇ વ્યક્તિ નાં ઘરની અંદર કોઈ ના કોઈ સભ્ય હંમેશા કોઇને કોઇ બીમારીથી પીડિત રહેતું હોય અને બરાબર ન થતું હોય. એવી પરિસ્થિતિમાં તલના તેલનો દીવો માટીના વાસણમાં કરવો અને પશ્ચિમ દિશા તરફ રાખવો. તેનાથી બીમાર વ્યક્તિ નાં સ્વાસ્થ્યમાં સુધારો થાય છે.
- તમને જણાવી દઈએ કે, દીવા નું ખૂબ જ મહત્વ છે. દીવાનો પ્રકાશ આપણી શક્તિઓને બ્રહ્માંડની ઉર્જા સાથે જોડે છે. અને દિવા સમક્ષ બેસીને કોઈ મંત્રનો જાપ, ઈશ્વરને પ્રાર્થના કે ધ્યાન કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે.
- જો તમે દીવો કરો છો તો તેની વિધિ વિશે પણ તમને ખ્યાલ હોવો જોઇએ તમને જણાવી દઈએ કે, દીવો કરવાની વિધિ ૩ દિવસ અથવા ૯ દિવસની હોય છે. તમે જે સ્થાન પર દીવો રાખો છો તેની નીચે ચોખાના દાણા રાખવા અને પછી દીવો કરવો. આ સમય દરમ્યાન માનસિક સંકલ્પ કરવો અને તમારા ઇષ્ટદેવ ને પ્રણામ કરવા. ઘરના દરેક વ્યક્તિ એ પોતાનો અલગ અલગ દીવો કરવો તેનાથી વિશેષ લાભ થાય છે.