દીકરા નાં સપના પુરા કરવા માટે પિતાએ ચલાવી હતી ઓટો, પરંતુ આજે પણ પોતાના પિતા પાસે ચલાવડાવે છે ઓટો

દીકરા નાં સપના પુરા કરવા માટે પિતાએ ચલાવી હતી ઓટો, પરંતુ આજે પણ પોતાના પિતા પાસે ચલાવડાવે છે ઓટો

ડાન્સર થી એક્ટર બનેલો ફૈઝલ ખાન ને કોણ નથી જાણતું. હા આ તે છોકરો છે. જેણે ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જોવા મળ્યો હતો. બાળકો ની કોમ્પિટિશનમાં ભાગ લઈને દેશભરમાં ફેમસ થયો હતો. ત્યારબાદ ફૈઝલને અનેક શો માં અભિનય કરતા પણ જોવા મળ્યો છે. હવે તે ૨૦૧૯ પછી ફરી એક વખત કમ બેક માટે તૈયાર છે. હાલમાં ફૈઝલ ખાન તેની ઇજાથી સાજો થઇ ગયો છે. ૨૦૧૯ માં ચંદ્રગુપ્ત મૌર્ય નાં સેટ પર તેને ઇજા થઇ હતી.

આ ઈજા નાં કારણે ફૈઝલ ખાન ને ‘નચ બલિયે ૯’ પણ વચ્ચેથી છોડવું પડ્યું. આ શો દરમિયાન તેમને ઘોડે સવારી કરતા ઈજા થઈ હતી. ત્યારબાદ તેમણે અનેક મહિનાઓ સુધી ડોક્ટરે બેડ રેસ્ટ ની સલાહ આપી હતી. આ ઈજા પછી તેમની અનેક કલાકો સુધી સર્જરી ચાલી હતી. કદાચ તમને ખબર નહીં હોય ફૈઝલ ખાન મુંબઈનાં એક ઓટો ડ્રાઈવરનો પૂત્ર છે. પરંતુ તેમણે પોતાની મહેનતથી પોતાનું નસીબ બદલી દીધું છે. આજે ફૈઝલ ખાન પાસે પોતાનું ઘર બે લક્ઝરિયસ કાર અને એક બાઇક છે.

તમને જણાવી દઈએ તો, ફૈઝલ ખાને ડાન્સ ઇન્ડીયા ડાન્સ લિટલ માસ્ટર સિઝન ૨ માં ભાગ લીધો હતો. તેમણે ઓડિશનમાં જજ ગીતા કપૂર અને ટેરેન્સ લૂઈસ ને ખૂબ જ ઇમ્પ્રેસ કર્યા હતા. આ શો માં ફૈઝલ વિજેતા થયા હતા. ત્યારબાદ તે સીધા એક્ટિંગ કરવા માટે પહોંચી ગયા. ફૈઝલ ભારત કા વીર પુત્ર મહારાણા પ્રતાપ માં લીડ રોલમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ એક ડાન્સિંગ રિયાલિટી શો ઝલક દિખલા જા ૭ માં પણ વિજેતા બન્યા હતા.

તેમના પિતા ઓટો રિક્ષા ડ્રાઇવર છે. અને તેમની માતા હાઉસવાઈફ છે. બંને તેમને ડાન્સ માટે ખૂબ જ સપોર્ટ કરે છે. ફૈઝલ જ્યારે સારું કમાવા લાગ્યો ત્યારે તેમણે પોતાની કમાણીથી ૨૦૧૫ માં મુંબઇમાં પોતાનું ઘર લીધું. જ્યાં ફેમિલી સાથે તે રહે છે. તેમનું ઘર મુંબઈનાં પોશ વિસ્તારમાં છે. સાથે જ આજે તેની પાસે બે લક્ઝરિયસ કાર અને એક બાઇક પણ છે.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, આજે પણ તેના પિતા રીક્ષા થી આવવું-જવું પસંદ કરે છે. તેમના પિતા મુંબઈ નાં એક હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન નાં અધ્યક્ષ છે. તેના વિશે ફૈઝલે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, હું કેટલી પણ કાર અને બાઇક ની ખરીદી કરૂ. પરંતુ આ બધાની કિંમત ડેડી ની રિક્ષા આગળ કઈ નથી. હું આજે પણ રીક્ષા થી આવવા જવાનું પસંદ કરું છું.

તેમણે કહ્યું કે, આ ઓટો થી મારૂ ખૂબ જ ઈમોશનલ અટેચમેન્ટ છે. તેમના પિતા હવે બીજા માટે રીક્ષા નથી ચલાવતા પરંતુ મારા માટે ખુશી પૂર્વક તેને આજે પણ ડ્રાઇવ કરે છે. જણાવી દઈએ તો, ફૈઝલે મરાઠી ફિલ્મ પ્રેમ કહાનીમાં પણ કામ કર્યું છે આ ફિલ્મમાં તેમણે બૈજુ નો રોલ નિભાવ્યો છે. આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઈ હતી. એટલું જ નહીં ફૈઝલ વેબ સિરીઝ મોદી જર્ની ઓફ કોમન મેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં બાળપણનો રોલ પણ કર્યો છે.

ફૈઝલ ખાન અત્યાર સુધી ડાન્સ નાં સુપર કીડ્સ, ઇન્ડિયા બેસ્ટ ડ્રામેબાજ, ડાન્સ કા ટશન, ઝલક દિખલાજા સીઝન ૭ અને ૮, સી આઈ ડી, ડાન્સ ચેમ્પિયન, ચંદ્રગુપ્ત મૌર્ય, અને નચ બલિયે ૯ જેવી સિરિયલ માં જોવા મળ્યા હતા. તેમના આ વધતા ગ્રાફ જોઈને અંદાજો લગાવી શકાય છે કે, ફૈઝલ ખાન હવે ઉંચાઈઓ સુધી પહોંચવાના છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *