ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે આ ફળ, ઝડપથી વધારે છે બ્લડ સુગર

ડાયાબિટીસનાં દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે આ ફળ, ઝડપથી વધારે છે બ્લડ સુગર

ડાયાબિટીસનાં દર્દીઓને હંમેશા માટે પોતાના ખાવા-પીવા પર ધ્યાન રાખવું જરૂરી હોય છે . ડાયાબિટીસના દર્દીઓ ભલે ખાવા-પીવામાં ખાંડથી બનેલી મીઠાઈનો ઉપયોગ નથી કરતા પરંતુ તો ખાવાના ખૂબ શોખીન હોય છે. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે અમુક ફળો થી સુગર ખુબજ વધી જાય છે. ડાયાબિટીસના દર્દીને જો પોતાના ડાયટ ચાર્ટ માં ફળોને ઉમેરવા હોય તો સૌથી પહેલા સુગર ની ઓછી માત્રા વાળા ફ્રુટ પર ધ્યાન દેવું જોઈએ. જેની સુગર એકદમ ઓછું હોય એવા ફ્રુટની પસંદગી કરવી જોઈએ. કારણ કે ઘણા ફ્રુટ ખાવાથી શુગર એકદમ વધી જતી હોય છે અને ડાયાબિટીસનાં દર્દીને જોખમ થઈ જતું હોય છે.

આ વાત સાંભળીને ઘણાને આશ્ચર્ય થશે કે ફ્રુટ તો બધા માટે ફાયદારૂપ છે તો એનાથી જોખમ શું હોઈ શકે? ડાયાબિટીસનાં એક્સપર્ટનાં કહેવા મુજબ અમુક ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક હોઈ શકે છે, તો હંમેશા તેને ખાવાથી દૂર રહેવું જોઈએ. નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાઈજેસ્ટિવ એન્ડ કિડની ડીસીઝ ની સલાહ છે કે જે લોકોને ડાયાબિટીસ હોય છે, તે લોકોએ કોઈપણ ફળને પોતાના ડાયટ ચાર્ટ પ્રમાણે લેવા જોઈએ. ફળ, ફ્રૂટ અને કાચા શાકભાજી ખાવાથી કોઈપણ વ્યક્તિને હૃદયરોગ અને કેન્સરનું જોખમ ઘણું જ ઓછું  થઇ જતું હોય છે.

કોઈપણ વિટામિન, ખનિજ અને ફાઇબરનો એક મહત્વપૂર્ણ સ્રોત ફ્રુટમાં હોય છે, એમાંના ઘણા ફ્રુટ એવા હોય છે જે ડાયાબિટીસના દર્દી માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ હોય છે એ લોકોએ પોતાનું બ્લડ સુગર વધી ન જાય એને માટે તે લોકોએ પોતાના ખાવા-પીવા ઉપર ધ્યાન આપવું જોઈએ. અલબત્ત તમને લોકોને આ આર્ટિકલ પર થી એ જાણવા મળશે છે કોઈપણ ડાયાબિટીસના દર્દીને કયું ફ્રુટ ખાવું જોઈએ અને કયું ફ્રુટ ન ખાવું જોઈએ.

જમ્યા પછી કોઈપણ વ્યક્તિને ગ્લાયસેમિક ઇન્ડેક્સ થી જાણી શકાય છે કે જમ્યા પછી સુગર લેવલ કેટલું વધ્યું છે. સામાન્ય રીતે જોઈએ તો કોઇપણ ખોરાકનો GI સ્કોર ૭૦ થી ૧૦૦ની વચ્ચે હોય તો તેમાં સુગરની માત્રા ઘણી વધારે હોય છે. આ લિસ્ટમાં ઘણા એવા ફળ છે જેમાં સુગરની માત્રા ઘણી વધારે હોય છે, જેનાથી ડાયાબિટીસના દર્દીનું સુગર લેવલ  બગડી શકે છે.

  • તરબૂચ
  • સુકો ખજૂર
  • અનાનસ
  • પાકા કેળા
  • અનાર
  • ચીકુ
  • કેરી
  • દ્રાક્ષ

એ વાતમાં કોઈ શંકા નથી કે આ બધા ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ ડાયાબિટીસનાં દર્દીઓએ આ ફ્રુટનું સેવન ન કરવું જોઈએ અને જો ખાવું જ હોય તો ડાયટ ચાર્ટ પ્રમાણે ખાવું જોઈએ.

ડાયાબિટીસનાં દર્દીઓ માટે ફાયદાકારક હોય છે ડ્રાય ફ્રુટ

ડાયાબિટીસનાં દર્દીઓ પોતાના ડાયટમાં ડ્રાયફ્રુટ ને પણ ઉમેરી શકે છે. ૨૦૧૭નાં એક અભ્યાસ મુજબ નટ અને ડ્રાય ફ્રુટ ટાઈપ-૨ ડાયાબિટીસને રોકવા માટે સૌથી બેસ્ટ વિકલ્પ છે. બીજી તરફ અમેરિકન ડાયાબિટીસ એસોસિએશને પણ સાબિત કરી દીધું છે કે ડ્રાયફ્રુટ ડાયાબિટીસનાં દર્દીઓ માટે લાભકારી હોય છે.

આ ફળો ખાઇ શકે છે ડાયાબિટીસનાં દર્દીઓ

અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનનાં જણાવ્યા અનુસાર ડાયાબિટીસનાં દર્દીઓ માટે ડ્રાયફ્રુટ સિવાય પણ ઘણા ફળ પોતાની ડાયટમાં ઉમેરી શકે છે, જે ફ્રુટ ડાયાબિટીસના દર્દીઓને કોઈપણ જાતનું નુકસાન પહોંચાડતા નથી. જેમા સફરજન, બ્લુબેરી, પાકા કેળા, કીવી, સંતરા, પપૈયા અને સ્ટ્રોબેરી છે. જો કે ફક્ત તાજા ફળોને જ પોતાનો ખોરાક બનાવો પરંતુ વધારે દિવસો સુધી સ્ટોર કરેલા ફ્રુટને પોતાનો આહાર ન બનાવો.

વધારે કાર્બ વાળા ફળોનું ન કરવું સેવન

ડાયાબિટીસમાં ફક્ત મીઠા અને ફેટ વાળા નહિ પરંતુ કાર્બોહાઈડ્રેડ પર પણ નિયંત્રણ રાખવાની જરૂરત હોય છે. ડાયાબિટીસ યુકે અનુસાર એક વ્યક્તિ દ્વારા ખાવામાં આવતા કાર્બ ની માત્રાથી એમના સુગર લેવલ ને સૌથી વધારે અસર કરતી હોઈ છે. કોઈપણ વ્યક્તિ ઓછા કાર્બ વાળો ખોરાક લે છે તો તેમણે સૌથી પહેલા એ જાણવું જરૂરી હોય છે કે, ક્યાં કાર્બ વાળો ખોરાક લ્યે છે. તેમના દ્વારા સેવન કરવામાં આવતા કાર્બમાં પોષક તત્વોની કમી તો નથી કે જેના લીધે બાદમાં પોતાના માટે અનહેલ્ધી સાબિત થાય.

એક મિડીયમ સફરજનમાં ૧૫થી ૨૦ ગ્રામ કાર્બ હોય છે અને એક મોટા કેળા માં 30 ગ્રામ કાર્બોહાઈડ્રેટ ની માત્રા હોય છે. એક ચોકલેટમાં ૫૫ ગ્રામ અને એક ડ્રાયફ્રુટમાં ઓછામાં ઓછા ૨૦ ગ્રામ કાર્બ હોય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *