ઘમંડી અને બુદ્ધિમાન હોય છે આ તારીખે જન્મેલા લોકો, પૈસા કમાવાની તેમનામાં હોય છે અદભૂત કળા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર વ્યક્તિ ની જન્મતિથિ નાં આધારે તમે તેના વિશે ઘણું જાણી શકો છો તેને અંક જ્યોતિષ કહેવામાં આવે છે. જે વ્યક્તિ નાં સ્વભાવ વિશે પણ જાણકારી આપે છે. વ્યક્તિની જન્મ તિથિ અનુસાર એક અંકની નિર્ધારિત કરવામાં આવેછે. આ અંક ને મૂળાંક કહેવામાં આવે છે. મુલાંક નાં આધારે વ્યક્તિ વિશે ઘણી જાણકારી મેળવી શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કુલ ૯ મૂળાંક નિર્ધારિત છે.
જ્યોતિષશાસ્ત્ર મુજબ મૂળાંક ચાર વાળા લોકો સ્વભાવથી ઘમંડી હોય છે. જોકે આ લોકોમાં કેટલીક વિશેષ ખૂબીઓ પણ હોય છે. મૂળાંક ૪ કોઈપણ મહિનાની ૪, ૧૩,૨૨ કે ૩૧ તારીખે જન્મેલા લોકોનો હોય છે. આ તારીખે જન્મેલા લોકોનો સ્વભાવ જિદ્દી હોય છે. તેની અંદર અભિમાન વધારે હોય છે. તેમના જીવનમાં કોઈ મુશ્કેલી આવે તો તે તેનો સારી રીતે સામનો કરે છે. તેમની આર્થિક સ્થિતિ પર તેની કોઈ અસર પડતી નથી.તે પોતાના સાહસ અને વ્યવહારકુશળતા નાં આધારે સરળતાથી સારું ધન દરેક સિચ્યુએશનમાં કમાઈ લે છે.
૪,૧૩,૨૨ કે ૩૧ તારીખે જન્મેલા લોકો ખૂબ જ બુદ્ધિમાન હોય છે. તે કોઈપણ કામ યોજના બનાવ્યા વગર પણ સારી રીતે પૂર્ણ કરી શકે છે. તે લોકો સમય નાં પાક્કા હોય છે. દરેક વસ્તુઓ નું તેને જ્ઞાન હોય છે. તે લોકો રાજનીતિ અને વૈજ્ઞાનિક ફિલ્ડમાં સારુ કેરિયર બનાવી શકે છે. તે એકવાર જે કામ કરવાનું વિચારે છે તે પૂર્ણ કરીને જ દમ લે છે. આ જ કારણે તે લોકો ઘણીવાર જોશ માં આવીને આશ્ચર્ય જનક કામ પણ કરી જાય છે.
આ તારીખે જન્મેલા લોકોનો સ્વભાવ મનમોજી હોય છે. તે લોકો પોતાની સુખ સુવિધા અને ફરવા હરવા પાછળ ખૂબ જ ખર્ચાઓ કરે છે. જોકે તેમનો આ સ્વભાવ ઘણીવાર તેમને પરેશાનીમાં મૂકી શકે છે. આ લોકો વધારે પડતા એકલા રહેવાનું પસંદ કરે છે. એ જ કારણે તે અજાણ્યા વાતાવરણમાં પણ સરળતાથી સેટ થઈ શકે છે. તેમને પોતાની વાત બીજી વ્યક્તિઓ સાથે શેયર કરવાનું પસંદ હોતું નથી. આ લોકો જેની સાથે મિત્રતા કરે છે તેના માટે કંઈ પણ કરવા માટે તૈયાર રહે છે.
આ લોકો થોડા રહસ્યમય હોય છે તેને જોઈને એ સમજવું મુશ્કેલ હોય છે કે, તેના મગજમાં શું ચાલી રહ્યું છે. આ લોકોને બીજાની ચાપલૂસી કરવી બિલકુલ પસંદ નથી. આ લોકો તેના મનમાં જે વાત હોય છે તે સીધે સીધા મોઢા પર જ કહી દે છે.