ધર્મેન્દ્ર થી લઈને શાહરુખ ખાન સુધી આ ૭ ઍક્ટર્સનાં છે સૌથી વધારે બાળકો, એક તો ૬ બાળકોનાં પિતા છે

ધર્મેન્દ્ર થી લઈને શાહરુખ ખાન સુધી આ ૭ ઍક્ટર્સનાં છે સૌથી વધારે બાળકો, એક તો ૬ બાળકોનાં પિતા છે

બોલીવુડનાં ઘણાં એવા મશહુર અભિનેતા છે, જે એક-બે નહીં પરંતુ તેનાથી વધારે બાળકોના પિતા છે. આજે તમને એવા ચર્ચિત અભિનેતાઓ વિશે જણાવીશું, જેમાં બેથી વધારે બાળકો છે.

સંજય દત્ત

દિગ્ગજ અભિનેતા સંજય દત્તે કુલ ત્રણ લગ્ન કર્યા છે. સંજય દત્તનાં ૩ બાળકો છે. બાબા અને સંજુ નાં નામથી મશહુર સંજય દત્તની પહેલા લગ્ન ગત એક્ટ્રેસ રુચા શર્મા સાથે થયા હતા. બન્નેની એક પુત્રી છે, જેનું નામ ત્રિશિલા દત્ત છે. ત્રિશાલા અમેરિકામાં રહે છે. સંજયનાં બીજા લગ્ન સાથે થયા હતા. ખુબ જ જલ્દી તેમના સંબંધોનો અંત આવી ગયો. ત્યારબાદ સંજય દત્તે વર્ષ ૨૦૦૮માં ત્રીજા લગ્ન માન્યતા દત્ત સાથે કર્યા. માન્યતા અને સંજયના બે જોડિયા બાળકો છે. એક પુત્રી એક ઇકરા અને પુત્ર શહરાન.

શત્રુઘ્ન સિન્હા

દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાનાં કુલ ૩ બાળકો છે. દીકરી સોનાક્ષી અને બે પુત્ર લવ અને કુશ. પોતાના જમાનામાં કાલીચરણ, વિશ્વનાથ, દોસ્તાના, શાન, ક્રાન્તિ, નસીબ, અને કાલા પથ્થર જેવી હિટ ફિલ્મો આપતા શત્રુધ્નસિંહા પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ફિલ્મ “સાજન” થી કરી હતી. શોટગન નાં નામથી મશહુર શત્રુઘ્ન સિન્હાનાં લગ્ન ૧૯૮૦માં પુનમ સિન્હા સાથે થયા હતા.

અનિલ કપુર

બોલીવુડનાં મશહુર અભિનેતા અનિલ કપુરનાં કુલ ૩ બાળકો છે. અનિલ કપુરની પુત્રી સોનમ કપુર અભિનેત્રી છે અને તેમની બીજી પુત્રી રિયા કપુર છે. વળી તેમનો એક પુત્ર હર્ષવર્ધન કપુર છે. ૮૦ અને ૯૦નાં દશકમાં પોતાની અદાકારી થી દરેકનાં દિલ જીતવા વાળા અનિલ કપુરે વર્ષ ૧૯૮૪માં સુનિતા સાથે લગ્ન કર્યા હતા. સુનિતા પોતાના સમયની જાણીતી મોડલ રહી છે.

ધર્મેન્દ્ર

પહેલાનાં જમાનાનાં દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્ર એક એવા એક્ટરનાં રૂપમાં ઓળખવામાં આવે છે, જે એક્ટર સૌથી વધારે બાળકોનાં પિતા છે. કુલ બે લગ્ન કરવા વાળા ધર્મેન્દ્રનાં કુલ ૬ બાળકો છે. જણાવી દઈએ તો ધર્મેન્દ્ર ૧૯૫૪માં પહેલા લગ્ન પ્રકાશ કૌર સાથે કર્યા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરનાં કુલ ૪ બાળકો છે.

સની દેઓલ, બોબી દેઓલ, અજીતા દેઓલ અને વિજેતા દેઓલ. વળી પહેલા લગ્નનાં ૨૬ વર્ષ બાદ તેમણે બીજા લગ્ન અભિનેત્રી હેમા માલિની સાથે કર્યા. બંનેનાં લગ્ન ૧૯૮૦માં થયા. ધર્મેન્દ્ર અને હેમામાલિની ની બે પુત્રીઓ છે ઇશા અને અહાના દેઓલ.

શાહરુખ ખાન

બોલિવુડનાં કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનનાં ૩ બાળકો છે. પુત્ર અબરામ અને આર્યન અને એક પુત્રી સુહાના ખાનનાં પિતા છે. હિન્દી સિનેમા પગ રાખતા પહેલાં શાહરૂખ ખાન પરિણીત હતા. શાહરૂખ ખાનની ફિલ્મ કારકિર્દીની શરૂઆત ૧૯૯૨માં ફિલ્મ “દિવાના” થઈ હતી અને તેમણે ૧૯૯૧માં ગૌરી ખાન સાથે લગ્ન કર્યા હતા. આજે શાહરુખ ખાન અને ગૌરી ખાનને બોલીવુડમાં સૌથી લોકપ્રિય અને પાવર કપલ માંથી એક કહેવામાં આવે છે.

સૈફ અલી ખાન

અભિનેતા સૈફ અલી ખાનનાં કુલ ૪ બાળકો છે. હાલમાં જ સૈફ અલી ખાન પિતા બન્યા છે. જણાવી દઈએ તો સૈફ અલી ખાને પહેલાં લગ્ન અમૃતા સિંહ સાથે વર્ષ ૧૯૯૧માં કર્યા હતા. અમૃતા અને સૈફ અલી ખાનનાં ૨ બાળકો છે. પુત્રી સારા અલી ખાન અને પુત્ર ઈબ્રાહિમ. વળી સૈફ અલી ખાને બીજા લગ્ન ૨૦૧૨માં કરીના કપુર સાથે કર્યા અને કરીનાને બે પુત્ર છે. મોટા પુત્રનું નામ તૈમુર છે. જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં કરિનાએ પોતાના બીજા પુત્રને જન્મ આપ્યો છે.

આમિર ખાન

આમિર ખાનનાં પહેલા લગ્ન વર્ષ ૧૯૮૬માં રીના દત્તા સાથે થયા હતા. આમિર ખાન અને રીના દત્તનાં બે બાળકો છે. પુત્રી આયરા અને પુત્ર જુનેદ. વળી ત્યારબાદ આમિર ખાનની બીજા લગ્ન કિરણ રાવ સાથે કર્યા. બન્નેને એક પુત્ર છે, જેનું નામ આઝાદ રાવ ખાન છે. આ રીતે આમિર ખાન કુલ 3 બાળકોનાં પિતા છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *