ધન વૃધ્ધિ માટે વડીલોએ જણાવ્યા છે આ ૫ કામ, સાંજનાં સમયે કરવાથી વરસવા લાગે છે દેવી લક્ષ્મીજીની કૃપા

ધન વૃધ્ધિ માટે વડીલોએ જણાવ્યા છે આ ૫ કામ, સાંજનાં સમયે કરવાથી વરસવા લાગે છે દેવી લક્ષ્મીજીની કૃપા

ધન પ્રાપ્તિ માટે લોકો અલગ-અલગ ઉપાય કરતા હોય છે. દિવસ-રાત મહેનત કરીને લોકો વધુમાં વધુ પૈસા કમાવવાની કોશિશ કરે છે. પરંતુ એવા ખૂબ જ ઓછા લોકો હોય છે જેને પૈસા કમાવવામાં સફળતા મળે છે. મોટાભાગના લોકોને નિરાશાનો સામનો કરવો પડે છે. વળી જોવામાં આવે તો વર્તમાન સમયમાં પૈસા બધા લોકોની પહેલી જરૂરિયાત છે. પૈસા વગર કંઈ પણ કામ સંભવ નથી. દરેક જગ્યાએ પૈસાની આવશ્યકતા પડે છે. તમે એવું સમજી શકો છો કે પૈસા વગર જીવન પસાર કરવું ખૂબ જ મુશ્કેલ છે.

શાસ્ત્રોમાં એવી ઘણી રીત બતાવવામાં આવેલ છે, જેની સહાયતાથી વ્યક્તિ ધન પ્રાપ્તિ અથવા તો વૃદ્ધિ કરી શકે છે. પરંતુ આજે અમે તમને શાસ્ત્રોમાં બતાવેલ ઉપાય વિશે નહિ પરંતુ વડીલો દ્વારા આપવામાં આવતી સલાહનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ. મોટા વડીલોની સલાહ અનુસાર જો સાંજના સમયે અમુક કાર્ય કરવામાં આવે તો તેનાથી ધનપ્રાપ્તિની સંભાવના વધી જાય છે. તો ચાલો જાણીએ કે આખરે તે કયા કયા કામ છે.

સૂર્યાસ્ત દરમિયાન કરો આ કામ

આપણા ઘરમાં પૂજાઘરને આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. વડીલોની સલાહ અનુસાર ક્યારે પણ પૂજાઘરમાં પૂર્વજોની તસ્વીરો રાખવી જોઈએ નહીં. તે સિવાય જો તમે પોતાના ઘરની અંદર પૂર્વજોની તસ્વીરો લગાવી રાખી છે તો તમારે દરરોજ નિયમિત રૂપથી સૂર્યાસ્તનાં સમય દરમ્યાન પૂર્વજોની તસ્વીર સમક્ષ દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે અને જીવનમાં ક્યારેય પણ ધનની અછત થતી નથી.

સૂર્યાસ્ત બાદ ક્યારેય પણ ઘરે ખાલી હાથે આવવું નહીં

મોટાભાગના લોકોને જોયા હશે કે તેઓ પોતાનાં કામ-ધંધા માંથી છૂટી ગયા બાદ ઘરે ખાલી હાથે આવે છે, પરંતુ વડીલોની સલાહ અનુસાર તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય પણ સાંજના સમયે સૂર્યાસ્ત બાદ ઘરે ખાલી હાથે આવવું જોઈએ નહીં. જો તમે સાંજના સમયે ઘરે આવી રહ્યા છો તો પોતાની સાથે કંઈક ને કંઈક જરૂર લઈ જવું. આવું કરવાથી ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તમારા ઉપર હંમેશાં જળવાઇ રહે છે.

સૂર્યાસ્ત બાદ શંખ વગાડવો નહીં

માન્યતા અનુસાર જે ઘરની અંદર શંખ હોય છે, ત્યાં હંમેશા ધનની દેવી માતા લક્ષ્મીજી નિવાસ કરે છે. વડીલોની સલાહ અનુસાર દરેક મનુષ્ય પોતાના ઘરમાં શંખ જરૂર રાખવો જોઇએ. પરંતુ તમારે તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે કે સૂર્યાસ્ત બાદ શંખ વગાડવાની ભૂલ કરવી નહીં, કારણ કે જો તમે સાંજના સમયે શંખ વગાડો છો તો તેનાથી તમને ધન હાનિનો સામનો કરવો પડે છે.

આ વાતનું રાખો ધ્યાન નહીંતર રિસાઈ જશે માં લક્ષ્મી

વ્યક્તિએ પોતાના ઘરની અંદર સવારે અને સાંજે પૂજા-પાઠ અને આરતી જરૂર કરવા જોઈએ. તેનાથી દેવી-દેવતાઓના આશીર્વાદ હંમેશા પરિવાર પર જળવાઈ રહે છે અને ધનની દેવી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે. જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીનાં આશીર્વાદ તમારા ઘર પરિવાર પર હંમેશા રહે તો તમારે પોતાના ઘરના વાતાવરણને હંમેશા ખુશનુમા જાળવી રાખવું જોઈએ. સાંજના સમયે ક્યારેય પણ કોઇ વાતને લઇને વાદ-વિવાદ કરવા જોઇએ નહીં. જો સાંજના સમયે તમારા ઘરનું વાતાવરણ અશાંત રહે તો તેના કારણે માતા લક્ષ્મીજી તમારાથી નારાજ થઈ શકે છે.

સાંજના સમયે લેવડ-દેવડ કરવી નહિ

વડીલોની સલાહ અનુસાર સાંજના સમયે ક્યારેય પણ પૈસાની લેવડદેવડ કરવી જોઈએ નહીં. કારણ કે તેના કારણે આપણા ઘરની લક્ષ્મી અન્ય ઘરમાં ચાલી જાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *