દેવી-દેવતાઓને પરાજિત થવાથી બચાવવા માટે ભગવાન ગણેશજીએ ધારણ કર્યું હતું સ્ત્રી રૂપ, પરંતુ ત્યાર પછી…

દેવી-દેવતાઓને પરાજિત થવાથી બચાવવા માટે ભગવાન ગણેશજીએ ધારણ કર્યું હતું સ્ત્રી રૂપ, પરંતુ ત્યાર પછી…

કોઈપણ સારું કે શુભ કાર્ય કરતા પહેલા લોકો ભગવાન ગણેશજીનું નામ જરૂર લેતા હોય છે અને તેમનું નામ લીધા પછી જ શુભ કાર્ય કરવાની શરૂઆત કરવામાં આવે છે. ભગવાન ગણેશજીને ઘણા લોકો ગણપતિ બાપા, ગણરાજ જેવા નામોથી જાણે છે. પરંતુ ખૂબ જ ઓછા લોકોને જ ભગવાન ગણેશજીના વિનાયકી નામ અને અવતાર વિશે જાણકારી હશે. ગણેશજીનો આ અવતાર એક સ્ત્રીનો અવતાર છે અને આ અવતારની ઘણા રાજ્યોમાં પૂજા પણ કરવામાં આવે છે.

કહેવામાં આવે છે કે જે રીતે વિષ્ણુ, ઇન્દ્ર વગેરે ભગવાનનો કોઈને કોઈ સ્ત્રી અવતાર હતો. બસ તે જ રીતે ભગવાન ગણેશજીનો પણ એક સ્ત્રી અવતાર છે. જેને વિનાયકીના નામથી ઓળખવામાં આવે છે. વળી ગણેશજીના આ અવતારને ધારણ કરવા પાછળ પણ એક કથા પણ જોડાયેલી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે આખરે કેમ ગણેશજીએ વિનાયકી અવતાર ધારણ કર્યો હતો.

વિનાયકી અવતાર ધારણ કરવાની સાથે જોડાયેલ છે આ કથા

ગણેશજી સાથે જોડાયેલી એક કથાના અનુસાર એકવાર અંધક નામના રાક્ષસે પાર્વતીજી ને પોતાની પત્નિ બનાવવાની કોશિશ કરી હતી અને તે જબરદસ્તીથી માં પાર્વતીજી ને પોતાની પત્નિ બનાવવા માટે તેમને પોતાની સાથે લઈ જવા લાગ્યો. ત્યારે જ માં પાર્વતીજી એ ભગવાન શિવજીને યાદ કર્યા અને ભગવાન શિવજીએ પ્રગટ થઈને અંધક રાક્ષસને પોતાના ત્રિશુલ વડે મારી નાખ્યો. જો કે ત્રિશુલ લાગવાથી રાક્ષસ અંધકનું લોહી ધરતી પર પડવા લાગ્યું અને તેમના લોહીના ટીપાથી અંધકા નામની એક રાક્ષસીનો જન્મ થવા લાગ્યો. જેટલા અંધક રાક્ષસના લોહીના ટીપાં જમીન પર પડી રહ્યા હતા તે બધા જ અંધકા રાક્ષસીમાં બદલાય રહ્યા હતા.

આવું થવાથી ઘણી બધી જ અંધકા રાક્ષસી ઉત્પન્ન થવા લાગી. વળી આટલી બધી રાક્ષસને મારવી પણ સરળ નહોતી. ત્યારે જ માં પાર્વતીજીએ વિચાર્યું કે પ્રત્યેક દૈવીય શક્તિના બે તત્વો હોય છે. જે એક પુરુષ અને એક મહિલા હોય છે. એક તરફ જ્યાં પુરૂષ તત્વ દૈવીય શક્તિને માનસિક રૂપથી તાકાતવર બનાવે છે તો બીજી તરફ સ્ત્રી તત્વ તેને શક્તિ પ્રદાન કરે છે. તેથી માં પાર્વતીજીએ તે બધા જ દૈવીય શક્તિના ભગવાનને અંધકા સાથે લડવા માટે બોલાવી લીધા.

બધા જ ભગવાનો એ લીધું સ્ત્રીનું રૂપ

અંધક રાક્ષસના લોહીમાંથી ઉત્પન થયેલી અંધકાર રાક્ષસીને રોકવા માટે બધા જ ભગવાનો એ સ્ત્રીનું રૂપ લઈ લીધું અને જમીન પર પડનારા લોહીના ટીપાને આ બધા જ ભગવાનો એ રોકવાનું શરૂ કરી દીધું. આ રાક્ષસના લોહીના ટિપાને ધરતી પર પડતાં પહેલા જ આ બધા ભગવાન તેમને પોતાની અંદર સમાવવા લાગ્યા. પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ સંપૂર્ણ રીતે અંધક રાક્ષસના લોહીને જમીન પર પડવાથી રોકી શકાતું ના હતું. ત્યારે જ ભગવાન ગણેશજી પણ પોતાના સ્ત્રી રૂપમાં પ્રગટ થયા અને તેમણે વિનાયકીનું રૂપ લઈને આ રાક્ષસનું બધું જ લોહી પી ગયા. ત્યારબાદ આ રાક્ષસને સરળતાથી મારી નાખવામાં આવ્યો અને આ રીતે ગણેશજીના સ્ત્રી અવતારને જોવામાં આવ્યો.

ગણેશજીના વિનાયકી અવતારની પૂજા કાશી અને ઓડિશામાં ખૂબ જ વધારે થાય છે અને ભગવાનના આ રૂપની મુર્તિ તમને તામિલનાડુના ચિદમ્બરમ મંદિર અને જબલપુરના ચૌસઠ યોગિની મંદિરમાં જોવા મળી જશે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *