દેશભારમાં જરૂરિયાતમંદ લોકોને ફ્રી ઑક્સીજન અને વેન્ટિલેટર્સ વહેંચી રહ્યા છે અનુપમ ખેર

દેશમાં થોડાક મહિના થી ગયા વર્ષની જેમ કડક લોકડાઉન કરવામાં આવ્યું છે. આ વખતે પણ કારણ કોરોના વાયરસ છે. કોરોના વાયરસ થી આ વખતે માત્ર લોકડાઉન થયું છે એટલું નહીં પરંતુ લોકોથી તેમની આવક બંધ કરાવવાની સાથે જીવન પણ ઓછું થતું રહ્યું છે. કોરોનાએ પુરા ભારતની અર્થવ્યવસ્થાને હલાવી નાખી છે. તેની સાથે જ દેશમાં સરકાર દ્વારા હોસ્પિટલોને લઈને કરવામાં આવેલા વચનને પણ સરકારની પોલ ખોલી છે.
દેશમાં લોકોને હોસ્પિટલ મળી રહ્યા નથી અને ઓક્સિજન પર મળી રહ્યો નથી. ઉપરથી સરકાર દવાનું પણ કાળુ બજાર રોકી શકતા નથી. સામાન્ય માણસ દરેક રીતે લાચાર થઇ રહ્યો છે, તેવામાં દેશના અમુક સેલિબ્રિટીઝ લોકોની આશા બનીને ઉભરી આવ્યા છે. આ લિસ્ટમાં નામ અભિનેતા અનુપમ ખેરનું છે. હવે અભિનેતા અનુપમ ખેર પણ કોરોનાનાં દર્દીની મદદ માટે આગળ આવ્યા છે.
અનુપમ ખેરે લોકોની ફ્રી સેવા કરવાની જવાબદારી તેમની ઉપર લીધી છે. તેમની તરફથી અનેક દર્દી ના ઈલાજ માટે સામગ્રીઓ ફ્રીમાં પહોંચાડવામાં આવે છે. આ કામમાં અનુપમ ખેર ફાઉન્ડેશન ની સાથે બીજા બે ફાઉન્ડેશનની સાથે પણ તે કામ કરી રહ્યા છે. અનુપમની સાથે અમેરિકાના ગ્લોબલ કેન્સર ફાઉન્ડેશન અને દેશમાં સ્થિત ભારત ફોર્જ તેમની મદદ કરી રહી છે.
View this post on Instagram
અનુપમ ખેરે હોસ્પિટલો અને એમ્બ્યુલન્સને ઓક્સિજન, વેન્ટિલેટર, બેગપેક, ઓક્સિજન મશીન, ટ્રાન્સપોર્ટ વેન્ટિલેટર અને તમામ લાઇફ સેવીંગ ચીજોની પહોંચાડવાનું ચાલુ કર્યું છે. તેના પહેલા કિરણ ખેરે પણ કોરોના સામે લડવા માટે વેન્ટિલેટર ને તાત્કાલિક ખરીદવા માટે ચંદીગઢના ૧ કરોડ રૂપિયાની રકમ દાન આપી હતી.
View this post on Instagram
તેના પહેલાં પણ અનેક સ્ટાર્સ આગળ આવી કોરોનાનાં આ સમયમાં મદદ કરવા માટે હાથ આગળ કર્યો છે. તેમાં સૌથી ઉપર નામ આવે છે એક વર્ષથી ગરીબોના ભગવાન બનેલા સોનુ સુદનું. સોનુ સૂદ આ વર્ષે પણ મેદાનમાં આવી લોકોની મદદ કરી રહ્યા છે. તે એક મોટો ઓક્સિજન પ્લાન્ટ લગાવવાની તૈયારીમાં છે. સલમાન ખાન પણ થોડાક દિવસો પહેલા ફૂડપેકેટ વહેચતા જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચન પણ દાન કરી ચૂક્યા છે. અક્ષય કુમાર અને તેમની પત્ની ટ્વિંકલ ખન્ના પણ પોતાના સ્તર પર લોકોની મદદ કરી રહ્યા છે. પ્રિયંકા ચોપડા પણ અમેરિકામાં રહેતા દેશ માટે બધા જોડે મદદ માંગી રહી છે.
View this post on Instagram
આ લિસ્ટમાં ગુરમીત ચૌધરીનું નામ પણ આવે છે. ટીવી થી બોલિવૂડમાં આવેલા ગુરમીત ચૌધરી પણ લોકોની મદદ કરી છે. તે સોશિયલ મીડિયા દ્વારા કોરોના ગ્રસ્ત દર્દીઓની બેડ, ઇન્જેક્શન, ઓક્સિજન, વેન્ટિલેટર, પ્લાઝમા જેવી ચીજો આપી રહ્યા છે. તેમણે થોડા દિવસો પહેલા ૧૦૦૦ બેડ વાળી કોવિડ હોસ્પિટલ ખોલવાની ઘોષણા કરી હતી. ત્યારબાદ ગુરમીત ચૌધરી “આસ્થા” નામની એક હોસ્પીટલ ખોલી છે, જ્યાં ૧૦૦૦ કોવીડ દર્દીને બેડની સગવડ કરી છે.