ડાયાબિટીસ નાં દર્દીઓ ડાયટમાં જરૂર સામેલ કરે ફાઈબર યુક્ત આ ફૂડ, આ વાતોનું ધ્યાન રાખવું પણ છે જરૂરી

એક સંશોધન અનુસાર ફાઇબર યુક્ત ખોરાક પચવામાં સરળ અને રક્ત શર્કરા એટલે બ્લડ શુગરને નિયંત્રણ કરવા સક્ષમ હોય છે.ડાયાબિટીસ નાં દર્દીઓ ની જીવનશૈલી માં ખૂબ જ પાબંધી હોય છે. દવાની સાથે-સાથે હેલ્ધી લાઇફસ્ટાઇલ પણ ડાયાબિટીસ નાં રોગીઓ માટે ખૂબ જ જરૂરી છે. તેનાથી તેનું શુગર લેવલ કાબૂમાં રહે છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું માનવું છે કે, ડાયાબિટીસ નાં રોગીઓએ પોતાની લાઈફ સ્ટાઈલ માં કેટલાક જરૂરી પરિવર્તનો કરવા જોઈએ. તેનાથી તેને ખૂબ જ ફાયદો થાય છે. એક એક્સપર્ટનું માનવું છે કે, ડાયાબિટીસ નાં દર્દીઓ એ લોહીમાં શુગરનું લેવલ થોડા થોડા દિવસે ચકાસવું જોઈએ. તેમજ ડાયટમાં કેટલાક પરિવર્તનો કરવાથી ડાયાબિટીસ નાં લોકોને લાભ થાય છે.
ફાઇબર યુક્ત ફૂડ ને આપવું મહત્વ
એક્સપર્ટનું માનવું છે કે, ડાયાબિટીસ નાં રોગીએ પોતાની ખાણી-પીણી નું વિશેષ ધ્યાન રાખવું જોઈએ છે. જેથી શરીરમાં ગ્લુકોઝનું લેવલ બરાબર રહે. ફાઇબર યુક્ત ખાદ્ય પદાર્થોને ડાયટમાં સામેલ કરવાથી શરીરની પાચન પ્રાણાલી તંદુરસ્ત રહે છે.એક શોધ અનુસાર ખાદ્ય પદાર્થો પચવામાં સરળ અને લોહીના બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં સક્ષમ હોય છે. ડાયાબિટીસ નાં દર્દીઓ માં બ્લડશુગરને કાબૂમાં રાખવા માટે ફાઇબર યુક્ત ખોરાક મહત્વની ભૂમિકા નિભાવે છે. ઓટ્સ, બ્રોકલી, ફળ અને દલીયા જેવા ફૂડમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે.
કેવી હોવી જોઈએ ડાયાબિટીસના રોગીઓ ની પુરા દિવસની ડાયટ
એક્સરસાઇઝ છે જરૂરી
ટાઈપ ૧ અને ટાઇપ ૨ ડાયાબિટીસ નાં દર્દીઓએ નિયમિત એક્સરસાઇઝ કરવી જોઈએ. તેનું વજન કાબૂમાં રહે છે અને ઇન્સ્યુલીન રેસીસ્ટેસ ની પરેશાની થતી નથી.
નિયમિત રૂપથી કરાવો આંખોની તપાસ
બ્લડ શુગર અનિયંત્રિત થવા પર અંધાપો અને આંખો સંબંધિત અન્ય પરેશાનીઓ થઈ શકે છે. એવામાં કોઇ પણ પ્રકારની ડેમેજ થી બચવા માટે રેગ્યુલર આઈ ચેક અપ જરૂરી છે.
કિડનીનું રાખો ધ્યાન
હાઈ બ્લડ શુગર લેવલ કિડનીને પ્રભાવિત કરી શકે છે. તેથી તેને કારણે તેની કાર્યવાહી ધીમી થઈ જાય છે. એવામાં કાર્યોને પૂર્ણ કરવા માટે કિડનીને વધારે મહેનત કરવી પડે છે. લાંબા સમય સુધી ડાયાબિટીસ નાં દર્દીઓ હાઈ બ્લડ શુગર પ્રત્યે બેદરકારી રાખે છે. તો તેનાથી કિડની નાં રોગ અથવા ફેલીયર નું જોખમ રહે છે.
પગનો દુખાવો
ડાયાબિટીસ નાં દર્દીઓ એ પોતાના પગ નો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. સ્વાસ્થ્ય વિશેષજ્ઞો જણાવે છે કે, લગભગ ૧૫ ટકા ડાયાબિટીસ નાં લોકો ને પગમાં છાલા અને અન્ય પરેશાનીનો સામનો કરવો પડે છે.