“દારુ બદનામ કર દી” ગીત પર યુઝવેન્દ્ર ચહલની ફિયાન્સીએ લગાવ્યા ઠુમકા, વાયરલ થયો વીડિયો

“દારુ બદનામ કર દી” ગીત પર યુઝવેન્દ્ર ચહલની ફિયાન્સીએ લગાવ્યા ઠુમકા, વાયરલ થયો વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના લેગસ્પિનર યુઝવેન્દ્ર ચહલે વિતેલા દિવસોમાં ડોક્ટર અને યુટ્યૂબર ધનશ્રી સાથે સગાઈ કરીને ફેન્સને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જેના કારણે ધનશ્રી અને ચહલ વીતેલા દિવસોમાં સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા હતા અને બન્નેની સગાઈના ફોટોઝ પણ વાયરલ થયા હતાં. હવે ચહલની ફિયાન્સી એકવાર ફરીથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. તો ચાલો જાણીએ આખરે શા માટે સોશિયલ મીડિયા પર તે ચર્ચામાં બની છે.

ખરેખર ધનશ્રી વર્માએ પોતાના અધિકારી ઇન્સ્ટા એકાઉન્ટ પરથી એક નવો ડાન્સનો વિડીયો પોતાના ફેન્સની સાથે શેર કર્યો છે. જે તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે ધનશ્રી એક લોકપ્રીય યુ-ટ્યૂબર છે. જે સમય સમય પર પોતાના ડાન્સના વિડીયોને શેર કરતી રહે છે. આમ તો ધનશ્રી વ્યવસાયથી તો એક ડેન્ટિસ્ટ છે. પરંતુ ડાન્સ કરવો તેમનો ફેવરિટ શોખ છે. ડાન્સ તેમનો ફક્ત શોખ જ નહીં પરંતુ તેમણે તેના દ્વારા પોતાની એક અલગ જ ઓળખાણ બનાવી છે. આજ કારણ છે કે તેમના ડાન્સિંગ વિડિયો સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં વાયરલ થઈ રહ્યા છે. આ કડીમાં હાલમાં જ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહ્યો છે.

ધનશ્રી એ આ ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ


ધનશ્રી એ પોતાના આ વીડિયોમાં “દારૂ બદનામ ગીત” પર જબરદસ્ત ડાન્સ કર્યો છે. જેને તેમના ફેન્સ લાઈક કરીને થાકતા નથી. ધનશ્રી આ વીડિયોમાં પોતાના એક અલગ જ અંદાજમાં ડાન્સ કરતી નજરે આવી રહી છે. જણાવી દઈએ કે આ પહેલીવાર નથી કે જ્યારે ધનશ્રીના ડાન્સિંગ વિડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. પરંતુ તે પહેલા પણ ઘણીવાર યુઝવેન્દ્ર ચહલની ફિયાન્સીએ પોતાના ડાન્સથી તેમના ફેન્સ લોકોના દિલ જીતી લીધા હતાં.

આ વીડિયોમાં ધનશ્રીના ડાન્સિંગ સ્ટાઇલને ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે. તેમના દેખાવની વાત કરવામાં આવે તો તેમણે સફેદ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સ પહેર્યું છે. આ સિવાય સફેદ કલરના સ્નીકર્સ તેમના દેખાવને પરફેક્ટ બનાવી રહ્યા છે. સાથે જ ધનશ્રીના લાંબા વાળોએ તેમની ખૂબસૂરતીમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

આ વીડિયોને શેર કરતા ધનશ્રી વર્માએ કેપ્શન પણ શેર કર્યું છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે આ મારુ પર્સનલ ફેવરીટ ગીત છે. આ પ્રોબ્રેકને શેર કરવા માટે હું ઘણા દિવસોથી રાહ જોઈ રહી હતી. તમને જણાવી દઈએ કે ધનશ્રીના આ ડાન્સિંગ વિડિયોને ખૂબ જ લાઇક મળી છે. સાથે જ તેમના ફેન્સ ખૂબ જ કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમને યાદ અપાવી દઇએ કે વીતેલા દિવસોમાં ભારતીય ટીમના સ્પીનર યુઝવેન્દ્ર ચહલએ ધનશ્રી સાથે સગાઈ કરી હતી અને સગાઈની અમુક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. આ ફોટોઝ સામે આવ્યા બાદ દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સાથે જ સોશિયલ મીડિયા પર ચહલ અને ધનશ્રીને અભિનંદન આપવાનો સિલસિલો શરૂ થઈ ગયો હતો.

ફેન્સ સહીત મિત્રોએ પણ પાઠવ્યા અભિનંદન

સોશિયલ મીડિયા પર અને ધનશ્રીના સગાઈના ફોટોઝ સામે આવ્યા પછી તેમના ફેન્સ ખુબ જ ખુશ થયા હતા. સાથે જ તેમના ફેન્સે બંનેને ખૂબ જ અભિનંદન પણ પાઠવ્યા હતા. તેના સિવાય ભારતીય ક્રિકેટરોએ પણ ચહલને પોતાના નવા જીવનની શરૂઆત કરવા માટે અભિનંદન પાઠવ્યા હતા. જણાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીથી લઈને હાર્દિક પંડ્યા અને કે.એલ.રાહુલ એ પણ ચહલને અભિનંદન આપ્યાં હતાં.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *