દર્શકોને બક્વાસ લાગી હતી આ અભિનેતાઓ ની એકટીગ, છતાં પણ ફિલ્મોમાં જોવા મળતા હતા

દર્શકોને બક્વાસ લાગી હતી આ અભિનેતાઓ ની એકટીગ, છતાં પણ ફિલ્મોમાં જોવા મળતા હતા

કોઈપણ ફિલ્મ હિટ થાય તેમાં બે વસ્તુઓ ની મુખ્ય ભૂમિકા હોય છે. પહેલી ફિલ્મની કહાની અને બીજી કલાકારોનો અભિનય. બોલિવૂડમાં નેપોટીસ્મ ખૂબ જ ચાલે છે. એક બાજુ અનેક ટેલેન્ટેડ એક્ટર એક ચાન્સ માટે સ્ટ્રગલ કરે છે. તો ફિલ્મી સ્ટાર નાં પુત્ર અને સંબંધીઓ હોવાના લીધે અમુક ને ઝડપથી જ ફિલ્મો મળી જાય છે. જો તેમના અભિનયમાં દમ હોય તો ફિલ્મ હિટ થઈ જાય છે અને કોઈ સમસ્યા નથી થતી. જેમ કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ. જો તેમને અભિનય નો અ પણ નથી આવડતો અને તેમની દરેક ફિલ્મો ફ્લોપ થઈ રહી હોય તો તેમના એક્ટર થવા પર ધિક્કાર છે. ત્યારબાદ તેમને કોઈ બીજુ કારકિર્દી શોધી લેવી જોઈએ પરંતુ આ કલાકારોને આ વાત સમજમાં આવતી નથી.

 હિમેશ રેશમિયા

એ વાતમાં કોઈ શંકા નથી કે, હિમેશ રેશમિયા એક સારા ગાયક અને સંગીતકાર છે. તેમના ગાયેલા ગીતો હિટ થયા છે. પરંતુ હિમેશ જેટલા સારા ગાયક છે. તેટલા જ ખરાબ અભિનેતા છે. તેમને અભિનય કરવાનું ભૂત વર્ષ ૨૦૦૭ માં લાગ્યું હતું. ત્યારે તે આપ કા સુરૂર નામની ફિલ્મ માં હીરોની ભૂમિકા માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ થઈ હતી. ત્યારબાદ હિમેશ રેશમિયા કજરા રે ૨૦૧૦ દમ દમ ૨૦૧૧, દ એક્સપોઝ ૨૦૧૪ તેરા સુરુર ૨૦૧૬ જેવી ફિલ્મોમાં અભિનેતા રીતે કામ કર્યું છે. પરંતુ આ બધી ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ ગઈ નથી. પરંતુ હિમેશ ને તોપણ અક્કલ નથી આવતી ને ૨૦૨૦ માં તેમની ફિલ્મ હેપ્પી હર્ડી ઓર હીર આવવાની છે. કહેવામાં આવે છે કે હિમેશ જાતે પોતાની ફિલ્મોમાં પૈસા લગાવે છે. અને આ જ કારણથી ફિલ્મ ફ્લોપ જાય છે છતાં પણ વારંવાર હીરો બનીને આવી જાય છે.

સોહીલ ખાન

સલમાન ખાન બોલિવૂડ નાં સૌથી મોટા સુપરસ્ટાર છે પરંતુ તેમના નાના ભાઇ સોહેલ ખાન એકદમ અલગ છે. સોહીલે ૨૦૦૨ માં ‘મેને દિલ તુજકો દિયા’ ફિલ્મ થી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે અનેક ફિલ્મોમાં જોવા મળ્યા. પરંતુ દર્શકોને સોહેલ નો અભિનય પસંદ આવ્યો નહીં. સલમાન ખાનનો ભાઈ હોવાના લીધે તે આજે પણ ફિલ્મોમાં જોવા મળે છે.

 જેકી ભગનાની

જેકી ભગનાનીની ૨૦૦૯ માં કલ કિસને દેખા થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તે મિત્રો, અજબ ગજબ, લવ, ફાલતુ જેવી અનેક ફ્લોપ ફિલ્મમાં જોવા મળ્યા હતા. જેકી  ની એક્ટિંગ કોઈ ખાસ નથી. ઘણા લોકો તેને જાણતા પણ નથી. પરંતુ ફિલ્મ પ્રોડ્યુસર વાસુ ભગનાની નો પુત્ર હોવાના લીધે તેને અત્યાર સુધી ફિલ્મમાં રોલ મળી રહ્યો છે.

 તુષાર કપૂર

જીતેન્દ્ર નાં પુત્ર અને એકતા કપૂર નાં ભાઈ તુષાર કપૂરનાં  અભિનયમાં પણ કોઈ દમ નથી. તેમને ફિલ્મો મળવાનું સૌથી મોટું કારણ એ છે કે, તે જીતેન્દ્ર નાં પુત્ર છે અને એકતા કપૂર નું પોતાનું ફિલ્મ પ્રોડક્શન હાઉસ છે. તુષાર ને ખાલી “ગોલમાલ” સિરીઝમાં જ પસંદ કરવામાં આવ્યા હતા. તે સિવાય તેમની દરેક ફિલ્મો ફ્લોપ રહી છે.

આર્ય બબ્બર

રાજ બબ્બર બોલીવુડ નાં દિગ્ગજ અભિનેતા છે. પરંતુ તેમના પુત્ર આર્ય બબ્બર નો બોલિવૂડમાં સિક્કો ચાલ્યો નહીં. ૨૦૦૨ માં તેમની ફિલ્મ “અબ કે બરસ” આવી હતી. જે ફ્લોપ રહી હતી. ત્યારબાદ તે જેટલી પણ ફિલ્મોમાં જોવા મળ્યા તેમાં કોઈ સારું પ્રદર્શન કર્યું નહીં. હવે આર્ય બબ્બર ની ગણતરી પણ બોલિવુડ નાં ફ્લોપ અભિનેતાઓમાં થાય છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *