દરેક પત્નિ પોતાના પતિ પાસેથી ઈચ્છે છે આ ખાસ ચીજ, પરંતુ મોટા ભાગના પતિ આપી શકતા નથી

દરેક પત્નિ પોતાના પતિ પાસેથી ઈચ્છે છે આ ખાસ ચીજ, પરંતુ મોટા ભાગના પતિ આપી શકતા નથી

પતિ અને પત્નિના સંબંધને સાત જન્મ સુધીનો સંબંધ કહેવામાં આવે છે. જોકે આજના મોર્ડન જમાનામાં આ એક જન્મ ટકી જાય તો પણ ખૂબ જ મોટી વાત હોય છે. ઘણીવાર તો પતિની અમુક ખાસ ભૂલ ના લીધે પત્નિ નારાજ થઈ જાય છે. જેના કારણે ઘણીવાર વાત છૂટાછેડા સુધી પણ પહોંચી જાય છે. તેવામાં આજે અમે તમને એવી વાતો જણાવીશું જે એક પત્નિ પોતાના પતિ પાસેથી ઈચ્છે છે. જો પતિ તેની આ ઈચ્છા પૂરી કરી દે છે તો તે ખૂબ જ ખુશ રહે છે. તેનાથી તમારો સંબંધ અને લગ્નજીવન બંને મજબૂત રહે છે.

પ્રશંસાના બે શબ્દો

પત્નિ જ્યારે પણ તૈયાર થઈને કે નવા કપડા કે નવી હેર સ્ટાઇલ બનાવીને પત્નિ સામે આવે છે તો તે આશા રાખે છે કે તેમનો પતિ તેમની પ્રશંસામાં બે મીઠા શબ્દો બોલે. જોકે જ્યારે પતિ આવું નથી કરતો તો તે નારાજ થઈ જાય છે.

સંભાળ રાખનાર

જ્યારે પતિ બીમાર રહે છે તો તેમની પત્નિ રાત દિવસ તેમની સેવામાં લાગેલી રહે છે. પરંતુ જો પત્નિ બિમાર થઈ જાય તો કેટલા પતિ તેમની સેવા કરતા હોય છે ? ઘરનું કામ પોતે કરીને શું તેમને આરામ કરવા દે છે ? લગભગ આ આંકડો ખૂબ જ ઓછો હશે. એક પત્નિ હંમેશા એવું ઈચ્છે છે કે તેમનો પતિ તેમની ખૂબ જ સાર સંભાળ રાખનાર હોય.

પતિના રહસ્ય

પત્નિને પતિના ભૂતકાળમાં ખૂબ જ રસ હોય છે. તેવામાં તમે તેમને પોતાના જુના સંબંધો વિશે મજાકમાં જણાવી શકો છો. તેના સિવાય પણ તમારા બાળપણ કે ભૂતકાળ સાથે જોડાયેલ કોઈ મોટું રહસ્ય હોય તો પણ તે તેને જણાવી શકો છો. જ્યારે તમે તમારા બધા જ રહસ્ય શેર કરશો તો તમારી પત્નિને વિશ્વાસ આવી જશે કે તમે તેમના પર પૂરો વિશ્વાસ રાખો છો.

ભાવનાત્મક ક્ષણો

લગ્ન બાદ ઘણીવાર પતિનો રોમાન્સ ફીકો પડવા લાગે છે. લગ્ન પહેલા જે રીતે તે પત્નિને ખુશ કરવાનો પ્રયત્ન કરતો હતો. તેવો જ જુસ્સો લગ્ન બાદ ફરીવાર જોવા મળતો નથી. તેવામાં પત્નિની ઇચ્છા હોય છે કે પતિ તેમને પોતાની બાહોમાં પકડીને પ્રેમ ભરી વાતો કરે અને રોમાન્ટિક ડાન્સ અથવા તો બહાર ડિનર પર લઇ જાય.

ખરાબ સમયમાં પતિનો સાથ

જ્યારે પત્નિનો ખરાબ સમય ચાલી રહ્યો હોય તો તે પોતાના પતિ પાસેથી સાથ આપવાની આશા રાખતી હોય છે. તેનાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે. તેમને ખરાબ સમય પસાર કરવામાં મદદ મળે છે. તેથી પત્નિના દુઃખોને ઇગ્નોર ના કરવા જોઈએ.

શારીરિક સંબંધ

દરેક પત્નિની પોતાની અમુક શારીરિક જરૂરતો હોય છે. તેવામાં સમય સમય પર પત્નિ સાથે શારીરિક સંબંધ બનાવતા રહેવું જોઈએ. તેનાથી બંને એકબીજાની નજીક આવે છે અને તેમની વચ્ચે પ્રેમ વધે છે.

સ્પેશિયલ ફીલ કરાવો

મહિલાઓને પોતાને સ્પેશિયલ ફિલ કરાવવાનો ખૂબ જ શોખ હોય છે. આ ચીજની આશા તે પોતાના પતિદેવ પાસેથી પણ રાખતી હોય છે. પતિ તેમને ગિફ્ટ આપે, સરપ્રાઈઝ આપે કે કંઈક કેવું કરે કે તેનાથી તે ઈમ્પ્રેસ થઈ જાય. તેમને સૌથી ખાસ હોવાનો અહેસાસ કરાવવો જોઈએ.

સ્વતંત્રતા

પત્નિઓ ઘરમાં જેલમાં બંધ કેદીઓની જેમ રહેવાનું પસંદ કરતી નથી. તે ઈચ્છે છે કે પતિ તેમના ઉપર વિશ્વાસ રાખી અને તેમને કોઇપણ જગ્યાએ આવવા કે જવા વિશે ટોકે નહી. સાથે જ શંકા કરવાવાળી આદતો પણ પત્નિઓને પસંદ હોતી નથી.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *