દરેક મહિલાઓએ પીવી જોઈએ અજમાની ચા, ફાયદા જાણી અને શરૂ કરી દેશો આજથી જ પીવાનું

દરેક મહિલાઓએ પીવી જોઈએ અજમાની ચા, ફાયદા જાણી અને શરૂ કરી દેશો આજથી જ પીવાનું

અજમાનો ઉપયોગ રસોડા માં મસાલા તરીકે કરવામાં આવે છે. પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે, તેને આપણે ઘરેલુ નુસખા નાં રૂપમાં પણ ઉપયોગ કરી શકીએ છીએ. અજમા ન  ફક્ત પાચનશક્તિ સુધારે છે પરંતુ મહિલાઓને પીરીયડસ સંબંધી સમસ્યાઓ થી પણ મુક્તિ અપાવે છે. ગરમીમાં અજમાની ચા બનાવીને પીવી જોઈએ.

અજમાની ચા બનવાની રીત

  •  એક વાસણમાં બે કપ પાણી નાખી ઉકાળવું તેમાં અડધી ચમચી અજમા નાખીને ધીમા તાપે ઉકાળવું. જયારે એક કપ પાણી રહે ત્યારે ગાળીને ગ્લાસમાં કાઢીને અને સ્વાદ મુજબ તેમાં લીંબુનો રસ અને મધ નાખો. આ રીતે અજમાની ચા બનાવી અને દરરોજ પીવાથી થાય છે આ ફાયદા ઓ

  • અજમાની ચા પીવાથી પેટના પીરીયડસ માં થતો દુખાવો અને પીએમએસ થી રાહત મળે છે. પિરિયડમાં હંમેશા જોવા મળે છે કે, મહિલાઓ નો મૂડ સ્વીગ થયા કરે છે. ચીડ ચીડા પણું થઈ જાય છે અને પેટના દુખાવાની સમસ્યા રહે છે. આ જ કારણે મહિલાઓ માટે અજમાની ચા ખૂબ જ ફાયદાકારક રહે છે. તેથી તેને દરરોજ પીવી જોઈએ

  • વજન ઓછું કરવા માટે પણ અજમા ની ચા ફાયદો કરે છે. અજમાની ચા માં ફાઈબર ની પ્રચુર માત્રા હોય છે. તેનું સેવન કરવાથી તમારું પેટ ભરેલું રહે છે. તેવા માં તમારા શરીર માં ફેટ ની માત્રા ને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જેના કારણે વજન પણ ઓછું થવા લાગે છે. માટે વજન ઓછુ કરવા માટે આજથી ની ચા પીવાનું શરૂ કરવું.

  • બંધ નાક ખોલવા માટે પણ અજમાનો ઉપયોગ કરવામાં આવે છે તેની સુગંધ ખુબ જ તેજ હોય છે. તે જ્યારે શરીરની અંદર જાય છે ત્યારે નાક ખૂલી જાય છે. આ ઉપરાંત અજમાની ચા પીવાથી અસ્થમા નાં રોગીઓને લાભ થાય છે.
  • અજમાની ચા તમને ઘણા પ્રકારનાં ઈંફેક્શનથી બચાવે છે. તેનું કારણ એ છે કે, તેમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઇન્ફેક્શન સામે લડવાનું કામ કરે છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *