ગુજરાત પર ખતરો! એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં કયા-કયા વિસ્તારોમાં વરસાદ તુટી પડશે?

ગુજરાત પર ખતરો! એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થતાં કયા-કયા વિસ્તારોમાં વરસાદ તુટી પડશે?

ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસું સક્રિય બન્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ તુટી પડ્યો છે. રવિવારે તો દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં જાણો આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતાં. જામખંભાળિયામાં 8 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ ખાબકી ગયો હતો જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. આ દ્રશ્યો જોઈને ભલભલા લોકો ડરી ગયા હતાં. ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને સૌરાષ્ટ્રમાં આગામી 24 કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ગુજરાત પર એકસાથે બે સિસ્ટમ એક્ટિવ થઈ છે. જેના કારણે હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અનેક વિસ્તારમાં 6થી 8 જુલાઈ સુધી વરસાદનું જોર યથાવત રહશે.

વધુમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ગુજરાત પર હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું છે તો બીજી બાજુ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય થઈ છે. જેને કારણે હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે આગામી બે દિવસ હજુ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર સહિતના વિસ્તારોમાં વધુ અસર જોવા મળશે. આ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલી, સુરત, ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, કચ્છ અને તેની આસપાસ સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. હવે તે આગામી 24 કલાકમાં વધુ સક્રિય બનશે. મોન્સૂન ટ્રો કચ્છ અને અમદાવાદમાંથી પસાર થઈ રહ્યું છે જેના કારણે આગામી 3 દિવસ વરસાદનું જોર વધારે રહેશે. આજે જે જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યાં વરસાદ પડે તેવી સંભાવના છે તેમાં અમદાવાદ, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગરનો સમાવેશ થાય છે.

આગામી 8 જુલાઇ સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. જેના કારણે માછીમારોને આગામી 9 જુલાઈ સુધી દરિયો નહીં ખેડવા માટે સૂચના અપાઈ છે.

વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાને કારણે આગામી 3 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની અસર રહેશે. અમદાવાદમાં સામાન્યથી માધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસમાં ગુજરાત ને ખુબ જ સારો વરસાદ મળશે. આ વરસાદથી ખેડૂતોને સારી રાહત મળશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 22 ટકા વરસાદ વરસ્યો છે.

7 જુલાઇએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 8 અને 9 જુલાઇએ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ત્યારે આજે દ્વારકા, કચ્છ, આણંદ, પંચમહાલ, દાહોદ, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહત્વી વાત એ છે કે, ૬ જુલાઈએ દ્વારકા, કચ્છ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, જુનાગઢ, મોરબી, અમદાવાદ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવમાં ભારે આગાહી કરવામાં આવી હતી. જોકે આમાંથી ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *