કોવિડ ૧૯ – વેક્સિન લગાવ્યા બાદ કેટલા દિવસ સુધી રહે છે તેની અસર

દુનિયાભર નાં દેશોમાં કોરોનાવાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેના કારણે સરકારે રસીકરણ પ્રક્રિયા પણ ખૂબ જ ઝડપથી શરૂ કરી દીધી છે. કારણ કે લોકોમાં કોરોના થી બચવા માટે એક વેકસીન જ આશાનું કિરણ છે. દેશમાં કરોડો લોકોને વેક્સિંન લગાવવામાં આવી છે. જોકે વેક્સિન તમને લાઈફ ટાઇમ કોવિડ ૧૯ થી બચવા ની ગેરંટી નથી આવતી. પરંતુ થોડાક સમય માટે તમે સંક્રમણની સામે ફાઇટ કરી શકો છો. હાલમાં વેક્સીન નો ડોઝ લેનાર લોકોના મનમાં એક સવાલ હોય છે કે, તેમના શરીરમાં વેક્સીન ની અસર ક્યાં સુધી રહેશે અથવા તો એમ કહીએ કે વેક્સીન લગાવવાથી વ્યક્તિની ઇમ્યુનિટી કેટલા દિવસ માટે વધી જાય છે. આવા અનેક સવાલો લોકોના મનમાં આવી રહ્યા છે. આજે અમે તમને તેના વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ.
શા માટે જરૂરી છે વેક્સીન
હાલમાં જ આ બાબતને લઇને કેટલાક વિજ્ઞાનીઓએ જણાવ્યું હતું કે, વેક્સીન લેનાર લોકોની ઇમ્યુનિટી વધી જાય છે. કોરોના ની બીજી લહેર વચ્ચે આ એક સારા સમાચાર છે. એક્સપોર્ટ અનુસાર જે લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે અને તેમણે વેક્સીન નો પહેલો ડોઝ લઈ લીધો છે તેનામાં કોરોના સામે લડવાની ક્ષમતા વધી જાય છે. અને બીજી વાર સંક્રમિત થવાનું જોખમ ખૂબ જ ઓછું રહે છે. શરીરની ઇમ્યુનિટી વિકસિત થાય છે માટે વેક્સિન લગાવી ખૂબ જ જરૂરી છે.
વેક્સિન અને ઇમ્યુનિટી
અમેરિકન સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેશને ૪૦૦૦ સ્વાસ્થ્ય કર્મચારી અને ફન્ટ લાઈન વર્કસ પર રસીકરણ કર્યા બાદ સ્ટડી કરતા શોધમાં જાણવા મળ્યું છે કે, ફાઈબર બાયોઅનટેક અને મોડેર્ના રસી ૮૦ ટકા સુધી પ્રભાવ છે જ્યારે બીજા ડોઝ બાદ તેની અસર ૯૦ ટકા સુધી થઈ જાય છે. તેમજ તેનું કહેવું છે કે જો બે-ત્રણ મહિના નાં અંતર માં તેને દેવામાં આવે તો તે ૯૦ ટકા અસરદાર થઈ જાય છે. જાણકારી મુજબ વેક્સીન બે થી ત્રણ વર્ષ સુધી કોરોના નાં સંક્રમણને લઈને ઇમ્યુનિટી વધારી શકે છે.
કેટલા દિવસો સુધી રહે છે વેક્સિન ની અસર
વૈજ્ઞાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, છ મહિના સુધી લોકોને વાયરસથી બચાવી શકે છે. કેટલીક વખત છ મહિનાથી લઈને વર્ષ સુધી પણ તેની અસર રહે છે. કોવિડ નાં બચાવ માટે રસીકરણ ૧૦૦ ટકા પ્રભાવી છે.
વૃદ્ધ લોકો જરૂર લગાવે વેક્સિન
યુવા હોય કે વૃદ્ધ બંનેએ ઘાતક કોરોના થી બચાવ માટે વેક્સીન લગાવી જ ખૂબ જ જરૂરી છે. જોકે યોગ્ય છે કે વધુ ઉંમર નાં વ્યક્તિઓ નું પહેલા રસીકરણ કરવામાં આવે. કારણ કે તેની ઇમ્યુનિટી યુવાન લોકોની તુલનામાં ખૂબ જ ઓછી હોય છે. તેથી મહત્વપૂર્ણ છે કે આપણે આપણી કોમ્યુનિટી નાં સૌથી કમજોર લોકોને વેક્સીન પહેલા લગાવી જોઈએ. જોકે સરકાર દ્વારા પણ એ જ નિર્દેશ આપવામાં આવેલ છે.
શું વેક્સિન બાદ જરૂરી છે માસ્ક
લોકડાઉન ખુલ્યા બાદ અને વેક્સિંગ આવ્યા બાદ તમામ લોકોએ બેદરકારી વર્તવાની ફરીથી શરૂ કરી દીધી છે. માસ્ક ન પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન ન કરવું. તેનાથી કોરોના નો ફેલાવો વધી ગયો છે. જણાવી દઈએ કે આ મહામારી લાંબા સમય સુધી ચાલશે. માટે ફક્ત રસીકરણ પર જ નિર્ભર ન રહેવું. જરૂરી છે કે, તમે કોરોના પ્રોટોકોલનું પાલન જરૂરથી કરો. તે લોકોએ પણ અવશ્ય માસ્ક પહેરવું જેને રસીકરણ કરાવ્યું છે. કારણ કે એક ડોઝ તમને પૂરી રીતે વાયરસ થી સેફ નથી કરી શકતો માટે તમારે ખૂબ જ જાગૃત રહેવાનું છે. અને બીજાને પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ નું પાલન કરવા માટે કહેવાનું છે.