કોર્ટમાં પત્ની બોલી – પતિ ખૂબ જ પ્રેમ કરે છે, ક્યારેય ઝઘડો કરતો નથી, બધી જ ભૂલો માફ કરી દે છે, છૂટાછેડા જોઈએ છે

કોર્ટમાં પત્ની બોલી – પતિ ખૂબ જ પ્રેમ કરે છે, ક્યારેય ઝઘડો કરતો નથી, બધી જ ભૂલો માફ કરી દે છે, છૂટાછેડા જોઈએ છે

જ્યારે પણ કોઇ મહિલાના લગ્ન થાય છે તો તે પોતાના પતિ પાસેથી ખૂબ જ પ્રેમની ઇચ્છા રાખતી હોય છે. તેમની ઇચ્છા હોય છે કે તેમનો પતિ તેમની બધી જ વાત સાંભળે અને ક્યારેય પણ તેમની સાથે ઝઘડા ના કરે. જો આવું થતું નથી તો સ્ત્રી દુઃખી થઈ જાય છે. પતિ-પત્ની વચ્ચે થનાર લડાઈ-ઝઘડા આગળ ચાલીને છૂટાછેડાનું કારણ બનતા હોય છે.

પરંતુ આજે અમે તમને એક એવી મહાન પત્નિ વિશે જણાવીશું જે પોતાના પતિને એટલા માટે છૂટાછેડા આપવા માંગે છે કારણ કે તેમનો પતિ તેમને ખૂબ જ પ્રેમ કરે છે. તમે બિલકુલ સાચું સાંભળ્યું. એક પત્નિ પોતાના પતિના ખૂબ જ વધારે પ્રેમના કારણે પરેશાન છે અને છૂટાછેડા લેવા માંગે છે. જ્યારે આ મહિલા આ મામલો લઈને કોર્ટમાં પહોચી તો ત્યાં બેઠેલ ક્લાર્ક પણ પોતાનું માથું ખંજવાળવા લાગ્યો. તો ચાલો આ મામલાને થોડો વિસ્તારથી જાણીએ.

પતિના પ્રેમથી કંટાળી મહિલા, માંગ્યા છૂટાછેડા

આ અજીબ ઘટના ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની છે. અહીંયાની એક મહિલાએ શરીયા કોર્ટમાં પોતાના છૂટાછેડાની અરજી આપી અને કારણમાં લખ્યું કે, “મારો પતિ મને ખૂબ જ પ્રેમ કરે છે”. આ મહિલાની અરજી જોઈને કદાચ કોર્ટમાં બેઠેલા લોકો પણ પોતાનું માથું ખંજવાળવા લાગ્યા હશે.

હકીકતમાં મહિલાએ કોર્ટમાં કહ્યું કે, “તેમનો પતિ ક્યારેય પણ તેમના પર ગુસ્સે થતો નથી અને કોઈ પણ વાતને લઈને નારાજ પણ થતો નથી. મને આવા વાતાવરણમાં ગૂંગળામણ થાય છે. ઘણીવાર તે મારા માટે જમવાનું પણ બનાવી આપે છે અને મારા ઘરના કામમાં પણ મદદ કરે છે. જ્યારે પણ હું કોઈ ભૂલ કરું છું તો તે મને તરત જ માફ કરી દે છે. હું તેની સાથે દલીલ કરવા માંગુ છું. મારે એવું જીવન જોઈતું નથી જ્યાં મારો પતિ મારી બધી વાતો સાથે સહમત હોય.

લગ્નને થયા ૧૮ મહિના

આ કપલના લગ્નને હજુ ૧૮ મહિના જ થયા છે. છૂટાછેડાની પાછળ પત્નીના આ અજીબ કારણને જોઈને શરિયા કોર્ટનો ક્લાર્ક પણ આશ્ચર્યમાં પડી ગયો. જ્યારે તેણે આ મહિલાને પૂછ્યું કે તેના સિવાય તેમને પોતાના પતિથી કોઈ બીજી તકલીફ છે ? ત્યારે મહિલાનો જવાબ હતો “ના”. ત્યારબાદ ક્લાર્કે આ મહિલાના છૂટાછેડાના કારણને તુચ્છ જણાવીને તેમની છૂટાછેડાની અરજી નામંજૂર કરી દીધી હતી.

પત્નીને ખુશ જોવા માંગે છે પતિ

બીજી તરફ આ મહિલાનો પતિ છૂટાછેડા લેવાના પક્ષમાં નથી. જ્યારે તેમણે તો કોર્ટને છૂટાછેડાનો આ કેસ રદ કરવાનું કહ્યું હતું. પતિનું કહેવું છે કે તે પોતાની પત્નીને હંમેશા ખુશ જોવા માંગે છે. તેથી તે તેની સાથે ક્યારેય ઝગડતો નથી અને તેમનાથી ક્યારેય નારાજ થતો નથી. બંને પક્ષોને સાંભળ્યા બાદ શરિયા કોર્ટે કપલને કહ્યું કે તમે લોકો આ મામલાને તમારી પરસ્પર સમજણથી સોલ્વ કરી લો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *