કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી. એ જોતા તમે પણ બહાર નીકળો તો આ 10 વાતોનું રાખો ખાસ ધ્યાન.

કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી. એ જોતા તમે પણ બહાર નીકળો તો આ 10 વાતોનું રાખો ખાસ ધ્યાન.

લોકડાઉન 4 ની જાહેરાત થઈ ગઈ છે. હવે તો લોકોની સાથે-સાથે સરકારને પણ લાગી રહ્યું છે કે, નોકરી-ધંધા માટે હવે તો બહાર નીકળવું જરૂરી છે. એટલે હવે ધીરે-ધીરે સરકારે પણ છૂટ આપવાની શરૂ કરી દીધી છે. પરંતુ કોરોનાનો ખતરો હજી ટળ્યો નથી. એ જોતા તમે પણ બહાર નીકળો તો આ 10 વાતોનું રાખો ખાસ ધ્યાન.

1. વાયરસથી બચવા સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. કોઇપણ વસ્તુને અડતાં પહેલાં 20 સેકન્ડ હાથ ધુઓ.

2. કોરોના વાયરસ પીડિત વ્યક્તિના સંપર્કમાં આવતાં બચવું. કોઇ વ્યક્તિમાં તાવ, શરદી કે ખાંસીનાં લક્ષણો જણાય તો બે મીટર દૂર રહેવું.

3. વારંવાર આંખ, મોં અને નાક પર હાથ ન અડાડવો. વારંવાર સાબુ કે સેનિટાઇઝરથી હાથ બરાબર સાફ કરતા રહેવું.

4. ફોન કે બીજી જે પણ વસ્તુનો તમે વધુ ઉપયોગ કરતા હોય તેને સ્વચ્છ રાખવાં.

5. ખાંસી કે છીંક આવે તો મોંને ટીશ્યૂ પેપરથી ઢાંકો અને તરત જ ટીશ્યૂને ડસ્ટબીનમાં ફેંકી દો.

6. જો તમને તાવ, કફ કે શ્વાસ લેવામાં તકલીફ હોય અને ગત 14 દિવસ દરમિયાન તમે કોઇ કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા તો, લક્ષણોને નજરઅંદાજ ન કરો. તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.

7. કોઇપણ ભીડભાડવાળી જગ્યાએ ન જવું. બહું જરૂર હોય તો જ ઘરમાંથી નીકળવું.

8. જો તમને કોરોનાનાં કોઇપણ લક્ષણ દેખાય તો તરત જ ટેસ્ટ કરાવો અને ટેસ્ટનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી પોતાની જાતને આઇસોલેટ કરી દો. જેનાથી બીજા કોઇને સંક્રમણ ફેલાવાની શક્યતા ઘટી જાય.

9. પુષ્કળ પાણી પીવું. લોકો સાથે હાથ ન મિલાવવો. કારણ વગર કોઇની પણ સાથે મળવાનું ટાળો.

10. ખાંસી વખતે પાસે ટિશ્યૂ કે હાથ રૂમાલ ન હોય તો, મોં આગળ કોણી લાવીને મોંને ઢાંકી દો.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *