કોરોનાવાયરસ ની ટીવી ઇન્ડસ્ટ્રી પર પડી અસર, તમારા ફેવરિટ શોજ જલ્દી થવા જઈ રહ્યા છે બંધ

ભારત દેશમાં એક વખત ફરી કોરોનાવાયરસ એ હાહાકાર મચાવ્યો છે. કોરોના આ વખતે દેશમાં દરેક જગ્યા પર ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ગયા વર્ષે યંગ લોકો બચી ગયા હતા પરંતુ આ વખતે સૌથી વધારે યંગ લોકોનું આ મહામારીમાં મૃત્યુ થાય છે. આ વખતે કોરોનાનો કહેર દેશમનાં ગામડાઓં માં જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે લોક ડાઉન જોઈને લાગતું હતું કે કદાચ આ પહેલી અને છેલ્લી વખત છે.
આ વખતે કોરોના એ જ્યારે પીકઅપ પક્ડી ત્યારે સરકાર અને તેના પરિણામોની પોલ ખૂલી ગઈ. આ વખતે સરકારે પોતાને લાચારી દર્શાવતા અને કોરોના ના વધતાં કેસ જોઈને એક વખત ફરી દેશમાં લોક ડાઉન લગાવી દીધું છે. સરકાર દ્વારા ખૂબ જ કડક નિયમો લગાવ્યા છે. દેશના દરેક રાજ્યમાં આવતા કેસ ઓછા થવાના બદલે વધી રહ્યા છે.
કોરોના ની સૌથી વધારે અસર મહારાષ્ટ્રમાં છે. તેના લીધે ત્યાં અનેક ઇફેક્ટ જોવા મળી છે તેની અસર દેશની એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રી પર સાફ જોવા મળી રહી છે. કોરોના ના લીધે ગયા એક વર્ષમાં અનેક શો બંધ થવાની અણી પર આવી ગયા છે. હાલમાં મળતી માહિતી અનુસાર સીરીયલ કુરબાન હુવા, તુજસે હેરાબતા અને હમારી વાલી ગુડ ન્યૂઝ જલ્દી બંધ થશે. જાણકારી પ્રમાણે આ શો જૂન મહિનામાં બંધ થઈ શકે છે.
આ શોની ટીઆરપી હંમેશા નીચી આવી રહી છે. તેના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખબર અધિકારીક રૂપથી સામે નથી. તેની સાથે જ મુંબઈમાં વધતા કોરોના ના લીધે પણ અનેક શૂટિંગ રોકવામાં આવ્યા છે. દરેક શૂટિંગ મુંબઈની બહાર સ્થળો પર થઈ રહ્યા છે. સીરીયલ ઇમલી અને ગુમ હે કિસી કે પ્યાર મેં, જેવા શો નું શૂટિંગ મહારાષ્ટ્રની બહાર હૈદરાબાદમાં થઈ રહ્યું છે.
ત્યાં જ પંડ્યા સ્ટોર નું શૂટિંગ બિકાનેરમાં તો સસુરાલ સિમરકા ટુ નું શૂટિંગ આગ્રામાં થઈ રહ્યું છે. તેવામાં ઓડિયન્સ આ શો ના કંટીન્યુ નવા એપિસોડ જોવા મળે છે કોરોના નાં વધતા કેસ જોતા ગયા વર્ષે પણ આ રીતે લોક ડાઉન લગાવવામાં આવ્યું હતું. જેના લીધે ગયા વર્ષે પણ અનેક શો બંધ કરી દેવામાં આવ્યા હતા.
કોરોનાવાયરસ ના લીધે ગયા વર્ષે બેહદ ૨, પટિયાલા બેબ્સ, ઈશારો ઈશારો મેં જેવા શો બંધ કરી દેવામાં આવ્યા છે. બીગ બોસમલયાલમ ટુ નું શૂટિંગ પણ કોરોના ના લીધે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. બંધ થયેલ શો નાં ક્લાઈમેક્સ ને પણ નથી બતાવવામાં આવતા. અત્યારે કોરોના ના લીધે ખબર નથી કેટલા દિવસ સુધી મહારાષ્ટ્રમાં લોક ડાઉન લાગેલું રહેશે. તેના લીધે આવતા દિવસોમાં કદાચ અનેક શો બંધ થઈ શકે છે.