કોરોના વેક્સિનને લઈને PM મોદી આજે કરશે બેઠક, જાન્યુઆરીનાં અંત સુધીમાં વેક્સિન આવી જવાની શકયતા, જાણો વધુ વિગત

કોરોના વેક્સિનને લઈને PM મોદી આજે કરશે બેઠક, જાન્યુઆરીનાં અંત સુધીમાં વેક્સિન આવી જવાની શકયતા, જાણો વધુ વિગત

થોડા મહિનાઓમાં જ કોરોના વાયરસની વેક્સિન આવવાની છે અને ભારતમાં જાન્યુઆરીનાં અંત અથવા ફેબ્રુઆરીની શરૂઆતમાં ઓક્સફોર્ડનો પહેલો લોટ આવી જશે. વેક્સિનની ખેપ મળ્યા બાદ તુરંત રસીકરણ શરૂ કરી દેવામાં આવશે. રસીકરણ શરૂ કરવાને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારનાં રોજ બેઠક પણ કરવાના છે. આ બેઠક રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે થશે અને આ બેઠકમાં રસીકરણ કેવી રીતે કરવામાં આવશે અને કયા લોકોને સૌથી પહેલાં રસી લગાવવામાં આવશે, તેના વિશે ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટને ઓક્સફોર્ડ-એસ્ટ્રેજેનેકા વેક્સિનનાં ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વેક્સિનને બ્રિટનમાં મંજૂરી મળતાંની સાથે જ ભારત સરકાર પણ એસઆઇઆઈને મંજૂરી આપી દેશે. વળી વાત કરવામાં આવે તેની કિંમતની તો ભારત સરકાર ખૂબ જ વધારે માત્રામાં વેક્સિન ખરીદી રહી છે. તેવામાં વેક્સિનની કિંમતમાં પણ સમાધાન કરવામાં આવ્યું છે અને બે શૉટ વેક્સિન માટે ૫૦૦-૬૦૦ રૂપિયા આપવાના રહેશે. આ વેક્સિનને કઈ રીતે રાજ્યોમાં વહેંચવામાં આવશે, તેને લઈને પીએમ મોદી આજે બેઠક કરશે. તે સિવાય દેશની વેક્સિન ટાસ્ક ફોર્સ પણ ખૂબ જલ્દી બેઠક કરશે.

ક્લિનિકલ પરીક્ષણમાં છે દેશમાં બનતી વેક્સિન

ભારતમાં પણ કોરોનાની વેક્સિન બનાવવામાં આવી રહી છે. હાલના સમયમાં દેશમાં વેક્સિન બનાવવા વાળી ચાર કંપનીઓ ક્લિનિકલ પરિક્ષણના બીજા અથવા ત્રીજા સ્ટેજ પર છે. આશા રાખવામાં આવી રહી છે કે કોરાની આ વેક્સિન જુન અથવા જુલાઈમાં બજારમાં આવી જશે. જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે તેને જોઈને સરકાર જરા પણ મોડું કરવા માંગતી નથી. સરકારે અત્યારથી નક્કી કરવાનું શરૂ કરી દીધું છે કે વેક્સિનનું વિતરણ કેવી રીતે કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોના વેક્સિન લગાવવાની શરૂઆત ફ્રંટલાઇન વર્કર્સ જેમ કે ડોક્ટર, નર્સ, નગરપાલિકાનાં કાર્યકર્તાઓથી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ છે કે દેશભરમાં કોરોનાનાં કુલ ૯૦ લાખથી ઉપર કેસ ચાલ્યા ગયા છે. જેમાંથી ૮૫ લાખથી વધારે દર્દીઓ સ્વસ્થ થઈને પોતાના ઘરે લઈ ચૂક્યા છે. થોડાક દિવસોથી કોરોના કેસમાં ઝડપથી વૃદ્ધિ થઈ રહી છે અને આ મામલામાં એકદમથી ઉછાળો આવ્યો છે. તેવામાં દરેક વ્યક્તિ દ્વારા કોરોના વેક્સિનની રાહ જોવામાં આવી રહી છે.

pranshu

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *