કોરોના સંક્રમિત વ્યક્તિ નાં ગયા પછી પણ રહે છે વાયરસ, બચવા માટે કરો આ કામ

કોરોના વાયરસ ની બીજી લહેર વચ્ચે એક ચોકાવનારી ખબર આવી છે. મેડિકલ જર્નલમાં લૈસેટ માં પ્રકાશિત એક નવી રિસર્ચમાં હવે એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે, કોરોનાવાયરસ હવાના માધ્યમથી પણ ફેલાઇ શકે છે. મતલબ કે વાયરસ એરબોર્ન છે. એવામાં સુરક્ષા માટે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ નાં ડાયરેક્ટરે સામાન્ય જનતાને સલાહ આપી છે.
ડોક્ટર ગોંડલીયા જણાવે છે કે, ગરમીનાં દિવસોમાં તમારા તમારા ઘરના દરવાજા બારી ખુલ્લી રાખવી. જો કે તમારા રૂમમાં પ્રોપર ક્રોસ વેન્ટીલેશન હોવું જરૂરી છે. મતલબ કે હવા નું સંચાલન ઘરમાં સારી રીતે થવું જોઈએ. નવો કોરોનાવાયરસ ખુલ્લી જગ્યા ની તુલના માં બંધ જગ્યામાં વધારે ઝડપથી ફેલાય છે. તેનું કારણ એ છે કે, ન્યુ કોવીડ વાયરસ શ્વાસ નાં ડ્રોપ્સ થી નહિ પરંતુ હવાના માધ્યમથી પણ ફેલાઇ શકે છે.
ડોક્ટર ગુલેરીયા આગળ જણાવે છે કે, બંધ રૂમમાં વધારે લોકોએ ભેગા થવું નહી. તમારો રૂમ હવા ઉજાસ વાળો હોવો જોઈએ. તેમાં વેન્ટિલેશન ની વ્યવસ્થા હોવી જોઈએ. આ વાયરસ ની અંદર ની બદલે ખુલ્લી જગ્યામાં ફેલાવવાના ચાન્સ ઓછા રહે છે. તેથી કોઈ એક બંધ રૂમ માં કોરોના સંક્રમિત વ્યક્તિ હોય તેમજ ત્યાંજ રહેલ બીજા લોકોને પણ ઈફેક્ટ કરી શકે છે. પછી ભલે અન્ય લોકો ૧૦ મીટર દૂર પણ બેઠા હોય.
આ નવો વાયરસ ઇન્ફેક્શન છે. જ્યારે પહેલો વાયરસ ડ્રોપ લેટ ઇન્ફેક્શન હતો. ડ્રોપ લેટ ૫ માઈક્રોન થી મોટા કોણ કોણ છે. જે વધારે દૂર સુધી જઈ શકતા નથી. તે ૨ મીટરથી વધારે દુર જઈ શકતા નથી. તેમ જ એરસોલ ૫ માઈક્રોન થી નાના છે. જે ખૂબ જ દૂર સુધી જઈ શકે છે. તેનો મતલબ છે કે, જો કોઈ સંક્રમિત વ્યક્તિ રૂમમાંથી ઉધરસ ખાઈ અથવા તો છીંક ખાઈ છે. તો તે રૂમમાંથી ગયા પછી પણ રૂમમાં વાયરસ મોજુદ રહે છે.
આજ કારણે તમારા રૂમ માં હવા-ઉજાસ હોવા જરૂરી છે. ક્રોસ વેન્ટિલેશન હોવાને કારણે વાયરસ રૂમની બહાર નીકળી જાય છે. ડોક્ટર ગુલેરિયા જણાવે છે કે, N -95 માસ્ક નો ઉપયોગ કરવા પર ડબલ માસ્ક પહેરવાની જરૂર રહેશે નહીં. જો કે તમારે આ માસ્ક સાચી રીતે પહેરવાનું રહેશે. સ્કીન વચ્ચે કોઈ ગેઈપ રહેવો જોઈએ નહીં.